Vadodara

ઇનઓર્બિટ મોલ ટ્રાફિકજામ : પોલીસ ગાયબ

વડોદરા : ગોરવા વિસ્તારમાં આવેલા ઇનઓર બિટ મોલમાં આવતા ગ્રાહકો પોતાના ફોર વ્હીલ સહિતના વાહનો બિન્દાસ્ત રીતે રોડ પર પાર્ક કરી દેતા હોય છે. જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાવાના કારણે અન્ય વાહનોને કલાકો સુધી હેરાન થવું પડે છે. જેમાં કોઇ દિવસ અકસ્માત પણ થતા હોય છે. ત્યારે વહેલીતકે આ રોડ પર ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરાય તેવી માંગ ઉઠી છે. શહેરના દરેક વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઇ છે. જેના કારણે ઘણા વાહન ચાલકોને પેરાન પરેશાન થઇ રહિયા છે. પિક અવરસ દરમિયાન તો એટલો ટ્રાફિક જામ થાય છે કે એક કલાક કરતા વધારે સમય નીકળી જતો હોય છે.

તેવા જ એક ગોરવા વિસ્તારમાં આવેલા ઇનઓર બિટ મોલ આવેલો છે. જેમાં લોકો મોટી સંખ્યામાં ખરીદી કરવા સહિતની કામગીરી માટે આવતા હોય છે. ઉપરાંત મોલના પાછળના ભાગે ટોકિઝ આવેલી હોવાથી પિક્ચર જોવાના શોખિનો સાંજના સમયે આવતા હોય છે. ત્યારે આ મોલમાં જનારા ફોર વ્હીલર સહિતના વાહન ચાલકો રસ્તા પર જ નડતરરૂપ થાય તે રીતના પોતાના વાહનો પાર્કિંગ કરીને ફરાર થઇ જતા હોય છે.

જેના કારણે સાંજે આ વિસ્તારમાં નોકરી પરથી છુટીને ઘરે આવતા વાહન ચાલકોને પણ આ રોડ પરથી પસાર થતા હોવાના કારણે મોલ પાસે ઘણો ટ્રાફિક જામ થાય છે. જેના કારણે અનેક લોકોને હેરાનગતિ વેઠવાનો વારો આવતો હોય છે. જેથી આ રોડ પરથી વહેલતીક સાંજ થતી ટ્રાફિકની સમસ્યાનો નિકાલ કરાય તેવી માંગણી ઉદભવી છે. ટ્રાફિક એસીપી જ્યોતિબેન પટેલને પૂછતા ગોરવા વિસ્તારના ઇનોરબિટ મોલ પાસે થતા ટ્રાફિકજામ સામે કાર્યવાહી કરાતી જ હોય છે. જેથી રાબેતા મુજબ તે સ્થળ પર ટ્રાફિકજામ થાય ત્યાં પણ કાર્યવાહી કરાશે તેમ તેઓએ જણાવ્યું હતું.

ગેંડા સર્કલથી ગોરવા રોડ પર ખાણી-પીણીની લારીઓના દબાણથી પણ પરેશાની
ગેડા સર્કલથી ગોરવા તરફ જવાના રોડ પર મોલ હોવાથી લોકો વાહનો પાર્ક કરતા હોય છે. ત્યારે તેમની સાથે આ રોડ પર નાસ્તાની ઘણી લારીઓ પણ આવેલી હોવાથી ત્યાં નાસતો કરવા માટે આવતા વાહન ચાલકો ગમે તેમ વાહનો મુકી ખાણીપાણીની લારી પર નાસ્તો કરવા માટે બેસી જતા હોય છે. તેમના વાહનોના કારણે પણ ટ્રાફિક થાય છે.

Most Popular

To Top