National

ભારતીય સેનાની તકાતમાં થયો વધારો: ‘બ્રહ્મોસ’ નું સફળ પરીક્ષણ

નવી દિલ્હી: પાછલા ઘણા સમયથી ભારત(India) પોતાની મિસાઇલ શક્તિને(missile power) વધારવાનું કાર્ય કરી રહ્યું છે. ત્યારે ભારતની મિસાઇલ શક્તિમાં ફરી એકવાર વધારો(Increased) થયો છે. ભારતીય વાયુસેનાએ(Indian Air Force) હાલમાં પૂર્વીય દરિયાઈ દ્વીપસમૂહ નજીક બ્રહ્મોસ(Brahmos) મિસાઈલના સપાટીથી સપાટી(Surface to Surface) ઉપરના સંસ્કરણનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે.

ભારતીય વાયુસેના (IAF)એ તાજેતરમાં અંદમાન અને નિકોબાર ટાપુઓ નજીક બ્રહ્મોસ મિસાઇલના સપાટીથી સપાટી પરના સંસ્કરણનું સફળતાપૂર્વક પરીક્ષણ કરી નવી સફળતા પ્રાપ્ત કરી છે. આ મિસાઇલ પરક્ષણ સફળ રહ્યું છે અને મિશનને તેના તમામ ઉદ્દેશ્યોને પ્રાપ્ત કરવામાં સફળતા મળી છે.

નવી લાંબા રેન્જની બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ 450 કિલોમીટર દૂર સુધીના લક્ષ્યોને આંકી શકે છે. આર્મીએ બ્રહ્મોસ મિસાઈલનુ રેજિમેન્ટે પિન પોઈન્ટએ ચોકસાઈ સાથે સફળ પરીક્ષણ કર્યું હતું. આ પરીક્ષણ માટે બીજા ટાપુ પર લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું, જેને મિસાઈલએ સચોટ રીતે આંકી લીધું હતું. આ સાથે ભારતીય સેનાના હિસ્સામાં વધુ એક સિદ્ધિ જોડાઈ ગઈ છે. બ્રહ્મોસ ક્રુઝ મિસાઈલ વિશ્વની સૌથી ઝડપી પ્રહાર કરનારી મિસાઈલ છે. ભારતીય સેનાએ 24 નવેમ્બર 2020 ના રોજ અંદમાન અને નિકોબાર ટાપુઓ ઉપરથી તેના જમીન હુમલાના સંસ્કરણનું પ્રથમ પરીક્ષણ કર્યું હતું જે નિષ્ફળ જતાં ફરી વાર પરીક્ષણ કરવામાં આવ્યું છે જે સફળ થતાં ભારતની કિર્તિમાં વધારો થયો છે.

જણાવી દઈએ કે, ભારતીય સેનાએ અંદમાન અને નિકોબાર ટાપુઓ ઉપરથી તેની અત્યાધુનિક ક્રૂઝ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે. બ્રહ્મોસ એ વિસ્તૃત રેન્જની મિસાઈલ છે. આ લેન્ડ એટેક ક્રુઝ મિસાઈલ છે. જેની રેન્જ 450 કિલોમીટરથી વધુ હોવાનું કહેવાય છે. આ પરીક્ષણને 10 ઓક્ટોબર 2023 ના રોજ અંદમાન અને નિકોબારના એક અજાણ્યા ટાપુ પરથી બીજા ટાપુ ઉપર ટાર્ગેટ કરવામાં આવ્યુ હતું. જણાવી દઈએ કે આજના આ પરીક્ષણનો મુખ્ય હેતુ મિસાઈલની રેન્જ વધારવાનો હતો. આ સરફેસ ટુ સરફેસ મિસાઈલની રેન્જ હવે વધારીને 450 કિલોમીટરથી વધુ કરવામાં આવી છે. વધુમાં જાણવા મળ્યું હતું કે આ મિસાઈલની લંબાઈ 28 ફૂટ છે અને તેનું વજન 3000 કિલો છે. તેમાં 200 કિલોના પરમાણુ હથિયારો જોડી શકાય છે.

Most Popular

To Top