Madhya Gujarat

રતનપુરમાં વડને ચઢાવેલી સુતરની આંટી કાપી નાંખી

નડિયાદ : રતનપુર ગામમાં વટ સાવિત્રીના દિવસે હિન્દુ મહિલાઓ દ્વારા ગામની ભાગોળે આવેલ વડ પાસે વ્રતની પૂજા કરી હતી. અને ત્યારબાદ વૃક્ષના વડ પર સુતરની આટી કરીને સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતી માટે લાંબા આયુષ્ય માટે વ્રત કર્યું હતું. જોકે, વટ સાવિત્રી પૂજન કર્યા બાદ મોડી રાત્રીના સમયમાં કોઈ કટ્ટરપંથી તત્વો દ્વારા વડને ગોળ ફરતે કરેલ સુતરના તાર કાપી નાંખ્યાં હતાં અને પૂજા સામગ્રી પણ ફેંકી દીધી હતી.

રતનપુર ગામની ભાગોળે આજુબાજુમાં રહેતા કટ્ટરપંથીઓ તત્વો દ્વારા પ્રકૃતિ સામે પણ તેમની વિરોધી માનસિકતા દર્શાવી હતી. માતર તાલુકાના રતનપુરમા મુસ્લિમ બહુમત ધરાવતા ગામમાં આ ઘટનાથી પંથકમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. લઘુમતી હિન્દૂ વસ્તી માટે હવે રતનપુરમાં જેહાદી અને કટ્ટર માનસિકતાનો ભય ઉભો થઇ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. હિન્દુ સમાજની લાગણી છે કે જેમને પણ ગામનું વાતાવરણ ડહોડવા માટેનો પ્રયત્ન કર્યો છે તેવા કટ્ટરપંથીઓને ગામમાંથી દૂર કરવામાં આવે. નહિ તો આગામી સમયમાં આ બાબતે કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદન પત્ર પણ આપવામા આવશે.

Most Popular

To Top