World

ઈઝરાયેલના હુમલામાં હિઝબુલ્લાહનો ચીફ નસરલ્લાહ માર્યો ગયો

નવી દિલ્હીઃ ઈઝરાયેલે હિઝબુલ્લાહના ચીફ હસન નસરલ્લાહની હત્યા કરવાનો દાવો કર્યો છે. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે તેના ઓફિશિયલ એક્સ હેન્ડલ પર એક પોસ્ટમાં લખ્યું, હસન નસરલ્લાહ હવે દુનિયાને આતંકિત કરી શકશે નહીં.

ઈઝરાયેલે હિઝબુલ્લાહના ચીફ હસન નસરલ્લાહની હત્યા કરવાનો દાવો કર્યો છે. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે તેના ઓફિશિયલ એક્સ હેન્ડલ પર એક પોસ્ટમાં લખ્યું, હસન નસરલ્લાહ હવે દુનિયાને આતંકિત કરી શકશે નહીં. IDFના પ્રવક્તા ડેનિયલ હગારીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમે આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહના નેતા હસન નસરલ્લાહ અને અન્ય કમાન્ડરો સહિત દક્ષિણી મોરચાના કમાન્ડર અલી કાર્ચીને મારી નાખ્યા છે. આ હુમલામાં નસરલ્લાહની દીકરી જૈનબ પણ મૃત્યુ પામી હોવાની વિગતો જાણવા મળી છે.

ડેનિયલ હગારીએ કહ્યું કે, ઈઝરાયલી ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળેલી સચોટ બાતમી બાદ અમારા વાયુસેનાના ફાઈટર પ્લેન્સે આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહના સેન્ટ્રલ હેડક્વાર્ટર પર હુમલો કર્યો, જે બેરૂતના દહિયાહ વિસ્તારમાં રહેણાંક મકાનના ભોંયરામાં સ્થિત હતું. આ હુમલો ત્યારે કરવામાં આવ્યો હતો જ્યારે હિઝબલ્લાહનું વરિષ્ઠ નેતૃત્વ તેના હેડક્વાર્ટરમાં ઇઝરાયલી નાગરિકો વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓ ચલાવવાની વ્યૂહરચના પર કામ કરી રહ્યું હતું.

નસરલ્લાહ 32 વર્ષથી હિઝબુલ્લાહનો ચીફ હતો
ઇઝરાયેલના સૈન્ય પ્રવક્તા ડેનિયલ હગારીએ જણાવ્યું હતું કે હસન નસરલ્લાહ છેલ્લાં 32 વર્ષથી હિઝબુલ્લાનો ચીફ હતો. તેણે આ સમય દરમિયાન સંખ્યાબંધ ઇઝરાયેલ નાગરિકો અને સૈનિકોની હત્યા કરી હતી. તે હજારો આતંકવાદી કૃત્યોના આયોજન અને અમલ માટે જવાબદાર હતો. IDFના પ્રવક્તાએ જણાવ્યું હતું કે હસન નસરલ્લાહ વિશ્વભરમાં આતંકવાદી હુમલાઓ કરવા માટે જવાબદાર હતો જેમાં વિવિધ દેશોમાં નિર્દોષ નાગરિકોની હત્યા થઈ હતી.

ડેનિયલ હગારીના જણાવ્યા અનુસાર, હસન નસરલ્લાહના નેતૃત્વમાં આતંકવાદી સંગઠન હિઝબુલ્લાએ પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસ સાથે મળીને 8 ઓક્ટોબર, 2023ના રોજ ઈઝરાયેલ વિરુદ્ધ યુદ્ધ શરૂ કર્યું હતું. ગયા વર્ષે ઓક્ટોબરથી હિઝબુલ્લાએ ઇઝરાયેલી નાગરિકો પર વારંવાર અને બિનઉશ્કેરણીજનક હુમલા કરવાનું ચાલુ રાખ્યું છે, જેના કારણે લેબનોન અને પ્રદેશમાં વ્યાપક તણાવ થયો છે.

ઇઝરાયેલી સૈન્ય ઇઝરાયેલ અને તેના લોકો વિરુદ્ધ આતંકવાદને પ્રોત્સાહન આપનાર અથવા તેમાં ભાગ લેનાર કોઈપણ સામે તેની કાર્યવાહી ચાલુ રાખશે. દરમિયાન IDF ચીફ લેફ્ટનન્ટ જનરલ હરજી હલેવીએ હિઝબુલ્લાના વડા હસન નસરલ્લાહના મૃત્યુ પર પ્રતિક્રિયા આપતા કહ્યું, આ ટૂલબોક્સનો અંત નથી. સંદેશ સ્પષ્ટ અને સરળ છે, કોઈપણ જે ઇઝરાયેલના નાગરિકોને ડરાવવા અથવા ધમકાવવાનો પ્રયાસ કરે છે. અમે જાણીએ છીએ કે તેમના સુધી કેવી રીતે પહોંચવું.

ઈઝરાયેલની લેબનીઝ લોકોને હિઝબુલ્લાહના ઠેકાણાથી 500 મીટર દૂર જવા ચેતવણી
ઇઝરાયલના IDF (ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સ) એ એક વિડિયો જારી કરીને લેબનોનના બેરૂતમાં રહેતા લોકોને હિઝબુલ્લાહની મિલકતોથી 500 મીટર દૂર રહેવાની ચેતવણી આપી છે. IDFએ કહ્યું કે બેરૂતના યોગ્ય વિસ્તારોના લોકોએ હિઝબુલ્લાહના ઠેકાણાઓથી સુરક્ષિત સ્થાનો પર ખસી જવું જોઈએ.

કારણ કે ઈઝરાયેલની સેના ચોક્કસપણે હિઝબુલ્લાહના અડ્ડાઓ પર હુમલા કરશે. હિઝબુલ્લાએ જાણીજોઈને સામાન્ય લોકોના ઘરોની વચ્ચે હથિયારોના ડેપો બનાવ્યા છે. જો આપણે તેમને નાબૂદ કરીશું, તો તે લેબનીઝ લોકોના જીવનને જોખમમાં મૂકશે. અમારું યુદ્ધ હિઝબુલ્લાહ સાથે છે, લેબનોનના લોકો સાથે નહીં.

આઈડીએફએ ઈમારતોના નામ સાથે ચેતવણી જાહેર કરી છે. બુર્જ અલ-બારાજનેહ વિસ્તારમાં રોનીના કાફે અને તેની બાજુમાં આવેલી ઇમારતોમાંથી લોકો દૂર ખસી જાય. બેરુતના હદત વિસ્તારમાં અલ-બાયન શાળા અને નજીકની ઇમારતોમાંથી લોકોએ દૂર જવું જોઈએ. કારણ કે ઈઝરાયેલ કોઈપણ સમયે આ સ્થળો પર હુમલો કરી શકે છે.

Most Popular

To Top