National

સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવની તબિયત વઘુ નાજુક

ઉત્તર પ્રદેશ: સમાજવાદી પાર્ટીના વડા અને યુપીના (UP) પૂર્વ સીએમ 82 વર્ષીય મુલાયમ સિંહ યાદવની તબિયત (Health) આજે ખૂબ જ નાજુક છે. આ માહિતી મેદાન્તાના મેડિકલ ડાયરેક્ટર સંજીવ ગુપ્તાએ આપી છે. ઉલ્લેખનીય છે કે મુલાયમ સિંહ યાદવ છેલ્લા ઘણા દિવસોથી ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં (Hospital) સારવાર લઈ રહ્યા છે. તેઓ આઈસીયુમાં (ICU) છે અને નિષ્ણાત ડોકટરોની (Doctor) ટીમ તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે.

શનિવારે સમાચાર મળ્યા હતા કે યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવ તેમના પિતાની હાલત જાણવા હોસ્પિટલ પહોંચ્યા હતા અને તેમની સાથે રામ ગોપાલ યાદવ પણ હાજર હતા. મુલાયમની તબિયતને લઈને મેદાંતા હોસ્પિટલે શુક્રવારે એક નિવેદન જારી કર્યું હતું કે મુલાયમની હાલત નાજુક છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મુલાયમની કિડનીમાં ઈન્ફેક્શન ફેલાઈ ગયું છે અને તેમનું ક્રિએટાઈન લેવલ વારંવાર નિયંત્રણની બહાર થઈ રહ્યું છે. મુલાયમ સિંહ યાદવના સમર્થકો અને પરિવારના સભ્યો તેમના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.

લો બ્લડ પ્રેશર અને શ્વાસ લેવામાં તકલીફ
આ પહેલા ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલ પાસેથી જાણકારી મળી આવી હતી કે, ‘મુલાયમ સિંહની હાલત હજુ નાજુક છે. ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલના આઈસીયુમાં નિષ્ણાત ડોક્ટરોની ટીમ તેમની સારવાર કરી રહી છે. આ જાણકારી મળ્યા પછી એસપીએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ વાતને શેર કરી હતી. નોંધપાત્ર વાત એ છે કે, 82 વર્ષીય મુલાયમ સિંહ યાદવને ગયા રવિવારે લો બ્લડ પ્રેશર અને શ્વાસ લેવામાં તકલીફ થવાની ગંભીર સમસ્યાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

મુલાયમના સ્વાસ્થ્ય માટે હવન-પૂજા
સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે મુલાયમસિંહના સ્વાસ્થય માટે તેમજ તેમની તબિયતમાં સુધારો આવે તે માટે તેમના મૂળ ગામ સૈફઈ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વિશેષ પ્રાર્થના અને પ્રાર્થના કરવામાં આવી રહી છે.
સોમવારે શિવપાલ સિંહ યાદવ, સપાના પ્રદેશ અધ્યક્ષ નરેશ ઉત્તમ, હરિયાણાના પૂર્વ સીએમ ભૂપિંદર સિંહ હુડ્ડા, કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બર, સ્વામી પ્રસાદ મૌર્ય સહિત ઘણા નેતાઓ આવ્યા હતા. ધર્મેન્દ્ર યાદવે સમર્થકોને કહ્યું કે મુલાયમસિંહ યાદવની હાલત સ્થિર છે. લોકો હોસ્પિટલમાં ન આવે. આનાથી હોસ્પિટલમાં સમસ્યા થઈ શકે છે.

Most Popular

To Top