નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી(Central Minister) સ્મૃતિ ઈરાની(Smriti Irani)ની માનહાનિનાં કેસ(Humiliation Case)ની અરજી(Petition) પર દિલ્હી હાઈકોર્ટે(Delhi High Court) કોંગ્રેસના નેતા(Congress Leader)ઓ જયરામ રમેશ(Jairam Ramesh) અને પવન ખેરા(Pawan Khera)ને સમન્સ જારી કર્યા છે. એટલું જ નહીં, કોર્ટે પવન ખેરાને તે ટ્વીટ(Tweet) હટાવવાનો પણ નિર્દેશ આપ્યો છે, જેમાં તેઓએ સ્મૃતિ ઈરાનીની પુત્રી(Daughter) પર ગેરકાયદેસર(Illegal) લાઇસન્સ(license) લઈને બાર(Bar) ચલાવવાનો આરોપ લગાવ્યો હતો. વાસ્તવમાં બંને નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરીને સ્મૃતિ ઈરાનીની પુત્રી પર ગેરકાયદે લાયસન્સ લઈને બાર ચલાવવાનો આરોપ લગાવ્યો હતો.
કોર્ટે ટ્વીટ હટાવવા નિર્દેશ કર્યા
કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિસ ઉપરાંત વાંધાજનક ટ્વીટને 24 કલાકમાં હટાવવાની સૂચના પણ આપવામાં આવી છે. કોર્ટે કહ્યું કે જો કોંગ્રેસ નેતા પોતે ટ્વીટ હટાવે નહીં તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તે ટ્વીટને હટાવી દેશે. તમને જણાવી દઈએ કે દીકરી પર લાગેલા આરોપો બાદ સ્મૃતિ ઈરાનીએ જયરામ રમેશ અને પવન ખેરા વિરુદ્ધ 2 કરોડનો માનહાનિનો કેસ દાખલ કર્યો છે. ઈરાની તરફથી કહેવામાં આવ્યું છે કે તેમની પુત્રી પર ખોટા આરોપો લગાવવામાં આવ્યા છે, તેમની પુત્રી અભ્યાસ કરે છે અને કોઈ બાર ચલાવતી નથી. કોંગ્રેસના નેતાઓના નિવેદન બાદ તેઓ કોર્ટમાં ગયા હતા.
કોંગ્રેસ નેતાએ કહ્યું- કોર્ટમાં જવાબ આપશું
હાઈકોર્ટ દ્વારા નોટિસ જારી કરવામાં આવ્યા બાદ કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે જણાવ્યું હતું કે તેઓ અને આ મામલામાં સામેલ અન્ય કોંગ્રેસી નેતાઓ કોર્ટ સમક્ષ તમામ હકીકતો મૂકશે અને કેન્દ્રીય મંત્રીના આ મામલાને પાતળો કરવાના પ્રયાસને નિષ્ફળ બનાવશે. તેમણે ટ્વીટ કર્યું, “દિલ્હી હાઈકોર્ટે અમને સ્મૃતિ ઈરાની દ્વારા દાખલ કરવામાં આવેલા મામલામાં ઔપચારિક રીતે જવાબ આપવા માટે નોટિસ જારી કરી છે. અમે તથ્યો કોર્ટ સમક્ષ મૂકવા આતુર છીએ. જે રીતે સ્મૃતિ ઈરાની આ મામલાને ભટકાવાનો પ્રયાસ કરી રહી છે તેને અમે પડકારીશું અને નિષ્ફળ બનાવીશું.”
આ હતો સમગ્ર મામલો
તમને જણાવી દઈએ કે કોંગ્રેસ નેતાઓએ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની પુત્રી પર ગોવામાં “ગેરકાયદે બાર” ચલાવવાનો આરોપ લગાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કેબિનેટમાંથી ઈરાનીને હટાવવાની માંગ કરી હતી. આ મામલે કોંગ્રેસ તરફથી પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી હતી અને દાવો કરવામાં આવ્યો હતો કે તેમની પાસે આના પુરાવા પણ છે.