Gujarat

પ્રજાનો વિશ્વાસ અમે તૂટવા નહીં દઈએ : ઋષિકેશ પટેલ

ગાંધીનગર : રાજયપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાત (Gujarat) વિધાનસભામાં કરેલા પ્રવચન પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચામાં ભાગ લેતા સંસદીય બાબતોના સિનિયર કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતુ કે પ્રજાએ અમને પ્રચંડ બહુમતિ આપી છે ત્યારે અમે પ્રજાનો વિશ્વાસને તૂટવા નહીં દઈએ. રાજ્ય સરકારની છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડવાની પ્રજાલક્ષી નીતિઓ થકી રાજ્યમાં હકારાત્મક વાતાવરણ ઊભું થયું છે.

તેમણે આરોગ્ય વિષયક માહિતી આપતાં જણાવ્યું હતું કે, PMJAY જેવી આરોગ્યની યોજનાઓ ગરીબ અને નિમ્ન આવક ધરાવતા લોકો માટે આશીર્વાદરૂપ બની છે. માંદગીના કારણે દેવાદાર થતા લોકોને સારવાર ખર્ચમાંથી મુક્ત કરવાનું કાર્ય આ યોજનાના માધ્યમથી રાજ્ય સરકારે કર્યું છે. આજે ૧.૬૮ કરોડ લોકો આ યોજનાનો લાભ લઈ રહ્યાં છે. તાલુકા સ્તરે કિડનીની સારવાર માટે ડાયાલિસિસ માટેના કેન્દ્રો શરૂ કરવામાં આવી રહ્યાં છે. મિશન ઈન્દ્ર ધનુષ યોજના અંતર્ગત ૧૭ જેટલા રોગોની પ્રતિરોધક રસી મફતમાં આપવામાં આવે છે. વર્ષ ૨૦૦૧માં પ્રતિ ૧૦૦૦ દીઠ માતા મૃત્યુદર ૧૭૨ હતો, જે આજે ઘટીને માત્ર ૭૨ રહ્યો છે, એને શૂન્ય કરવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.

સંસદીય બાબતોના મંત્રીએ રાજ્યપાલના ગૂજરાત વિદ્યાપીઠના સફાઈ અભિયાનની સરાહના કરતાં કહ્યું હતું કે, રાજ્યપાલ ગાંધીજીના આદર્શનું અનુસરણ કરીને સમાજમાં હકારાત્મક ઉદાહરણ પૂરું પાડ્યું છે. વિદ્યાપીઠના પગલે રાજ્યની તમામ શાળા-કોલેજોમાં દર પંદર દિવસે આવું સફાઈ અભિયાન નિયમિત કરવામાં આવે અને પાણીના બચાવ અંગે જાગૃત કેળવવામાં આવે એવી લાગણી વ્યક્ત કરી હતી.

Most Popular

To Top