Gujarat

ગુજરાતમાં જન્મ લેતાં દરેક બાળકનાં માથે લગભગ 63 હજાર કરોડ રૂપિયાનું દેવું- અમિત ચાવડા

ગાંધીનગર: રાજ્યનું દેવું વર્ષ 1996માં 14,800 કરોડ હતું જે ડબલ એંજિન સરકારે આજે રાજ્યનું દેવું 4,00,000 કરોડે પહોંચાડ્યું છે. રાજ્ય સરકારે છેલ્લાં 2 વર્ષમાં વ્યાજપેટે 45,086 કરોડ ચુકવ્યા જેમાં મુદલ પેટે 2 વર્ષમાં 42,374 કરોડ ચુકવ્યા અને હાલત એવી છે કે મુદલ કરતાં વ્યાજ વધારે ચૂકવવું પડે છે. દરેક ગુજરાતીના (Gujarati) માથે રૂ. 63, 000નું દેવું લઈ બાળક નભે છે, તેવું આજે ગુજરાત વિધાનસભામાં અંદાજપત્ર પર ચર્ચામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું.

અમિત ચાવડાએ વધુમાં કહ્યું હતુ કે ગુજરાતમાં કરવેરાની આવકમાં 12 ટકાનો વધારો થયો તેની સામે જીડીપીમાં 9 ટકાનો વધારો થયો. એટલે એનો સ્પષ્ટ મતલબ છે કે ગુજરાતમાં લોકોની જે આવક વધે છે એના કરતાં ટેક્સ વધારે ચૂકવવો પડે છે. આજે ગુજરાતનો ખેડૂત આર્થિક રીતે પાયમાલ છે આજે ખેડૂત ડુંગરી 50 પૈસા કિલો, બટાકા 2 રૂપિયે કિલો, લસણ 1 રૂપિયે કિલો વેચવા મજબૂર બન્યો છે અને ગુજરાતનો ખેડૂત 56,000 નું દેવું માથે લઈને જીવવા માટે મજબૂર છે.

પંચાયતો સ્થાનિક સ્વરાજ સંસ્થાઓમાં વહીવટદારોનું રાજ અને ઓબીસી સમાજને અન્યાય, 10% અનામત નથી મળી. રિપોર્ટમાં વિલંબ અને કમિશનની વારંવાર મુદત વધારે છે 700 ગ્રામ પંચાયત – 75 નગરપાલિકા અને 2 જી.પં 17 તા.પં માં ચુંટણી ન થતાં વહીવટદારોનું શાસન ચાલે છે.

મનરેગા-2005માં 100 દિવસ રોજગાર ગેરેન્ટી આપવામાં આવી જેમાં ગુજરાત રાજ્યમાં માત્ર 44 દિવસની એવરેજ રોજગારી મળે છે અને કેન્દ્ર સરકારે ૩૦૦૦૦ કરોડનું બજેટ ઘટાડ્યું જ્યારે મનરેગાનું વેતન માત્ર 229 અને મજૂરોનું લઘુતમ વેતન 324 એટલે કે ૯૫.૨૦ નો તફાવત. બજેટમાં રાજ્ય સરકારનો ૨૮૩ કરોડ ઘટાડી 151 કરોડ કર્યો 75 % કેન્દ્ર સરકાર આપે છે તો પણ કેમ ઘટાડે છે ?

અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું હતુ કે એક ગુજરાતી તરીકે માથું શરમથી ઝૂકી જાય છે કે 5 વર્ષથી ઓછી ઉમરના બાળકો અતિ ઓછા વજન વાળા છે જેમાં ગુજરાત 2જા ક્રમે છે. જેમાં બિહાર – 41 ટકા અને ગુજરાત – 40 ટકા નેશનલ એવરેજ 32 ટકા છે. સરકાર માં એસસી એસટી ઓબીસી માઇનોરિટિ સમાજ સામે કાયમી ભેદભાવ રાખવામાં આવે છે જેમાં ઠાકોર કોળી સમાજ – વસ્તી 28 ટકા, તેના નિગમને 22 કરોડ. અલ્પેશ કોકોર, કુંવરજી બાવળિયા ચૂપ કેમ ? ગોપાલક વિકાસ નિગમ, સફાઇ કામદાર વિકાસ નિગમ, પછાત વર્ગ વિકાસ નિગમ, અલ્પ સાંખ્યક કલ્યાણ નિગમ 166 કરોડ આટલો મોટો ભેદભાવ કેમ ?

સરકારમાં ઈચ્છાશક્તિનો અભાવ હોવાને કારણે ગામડાઓ તૂટી રહ્યા છે. 2022-23 ની સરખામણીમાં ગ્રામ વિકાસ માટે બજેટની ફાળવણીમાં 11 ટકા ઘટાડો. જે વર્ષ 2022-23: 8707 કરોડ અને વર્ષ 2023-24 : 7721 કરોડ એટલે કે 98.6રૂ કરોડ નો ઘટાડો. દેશમાં એલપીજી ગેસ સિલિંડર 4 વર્ષમાં 56 ટકાનો વધારો. 2014 માં 410 રૂ. હતો એ 2019 માં 706 રૂ, 2020 માં 744રૂ, 2021 માં 809રૂ , 2022માં 949રૂ. અને અત્યારે 2023માં રૂ. 1103 છે.

Most Popular

To Top