Charchapatra

એક જમાના બિત ગયા!

ગત શતાબ્દીમાં શિયાળાની શરૂઆતમાં એટલે કે પહેલી નવેમ્બરથી દૂધના ભાવમાં ઘટાડો થતો. નાની અને મોટી બાટલીમાં દૂધ મળતું. હવે તમારે સોંઘવારી શબ્દ ડીક્ષનરીમાંથી કાઢી જ નાંખવાનો. તેલ, અનાજના ભાવો સ્થિર રહેતા નથી. સુરત સિવાય વડોદરા, અમદાવાદ જેવાં શહેરોમાં આવા ભાવવધારા સામે જબરજસ્ત વિરોધ થાય. તંત્ર લોકો માટે સહકારી ધોરણે ભાવો કાબૂમાં ન રાખી શકે?
સુરત            – કુમુદભાઇ બક્ષી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

મતદારો માટે નિરાશા અમર છે
મતદારોનું સુખ છે પાકું. ચૂંટણી બાદ પસ્તાવું પાછું. જેમ મીરાએ સંસારના સુખને કાચું કીધું છે તેમ લોકશાહીની ચૂંટણીમાં આશા નહીં નિરાશા જ અમર બની રહેતી હોય છે. કારણ કે લોકશાહીના મૂળભૂત કાયદા મુજબ કોઇ પણ પ્રજાને એની લાયકાતથી ચઢિયાતો નેતા મળતો નથી. પણ આપણે ત્યાં ધર્મ અને રાજકારણ ભેગા મળી જઇને સંપ્રદાયો મલ્ટી નેશનલ કંપનીઓ બનીને ધર્મનો જ ધંધો કરતા હોય ત્યારે વિશ્વનેતા બનેલા ન.મો. જ ગુજરાતી હોવાના લઇને ચૂંટણીમાં કાંટાની ટક્કરમાં કાંટા જ ચુંટાય ને!
ધરમપુર                   – ધીરુ મેરાઇ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top