Gujarat

હવે સુરતમાં પણ થશે જીનોમ સિક્વન્સિંગ પરીક્ષણ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને મળી મંજૂરી

સુરત: (Surat) ગાંધીનગર (Gandhinagar) બાદ હવે સુરત બીજું એવું શહેર બન્યું છે જ્યાં કોરોના વાઈરસના વેરિયન્ટ વેરિયન્ટ અંગેની તપાસ કરવામાં આવશે. ગુજરાત સરકારે ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર (GBRC) ગાંધીનગરના સમન્વયમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના બાયોટેક વિભાગને જીનોમ સિક્વન્સિંગ પરીક્ષણ (Genome sequencing testing) કરવા માટે મંજૂરી આપી છે. આ પરીક્ષણને આધારે ખબર પડશે કે કોરોના વાઈરસમાં જે વેરિયન્ટ આવે છે તે કયા પ્રકારનો છે અને કેટલો ઘાતક છે. જેમાં વાઈરસનો પ્રકાર અને તેમાં થયેલા બદલાવનું પૂર્ણ પરીક્ષણ થઈ જાય કરાશે. સુરતને આ મંજૂરી બાદ હવે બે મહિનામાં જે રિપોર્ટ આવતા હતા તે માત્ર 8 થી 10 દિવસમાં આવી જશે. રિપોર્ટ વહેલા આવવાના કારણે ઝડપથી તે દિશામાં કામગીરી હાથ ધરવામાં આવશે. એટલું જ નહીં ગાંધીનગર ખાતેના રિસર્ચ સેન્ટરનું કામનું ભારણ પણ ઓછું થશે.

બીજી તરંગમાં સુરત શહેરમાં ગુજરાતમાં અમદાવાદ બાદ સૌથી વધુ કોરોના સંક્રમણ ફેલાવવાના કેસો સામે આવ્યા હતા. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) એ દાવો કર્યો છે કે કોરોના વાઈરસનો ડેલ્ટા વેરિઅન્ટ તેની દુનિયાભરમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય આરોગ્ય સંસ્થાએ તમામ દેશોને ચેતવણી આપી છે કે ડેલ્ટા વેરિયન્ટ 104 દેશોમાં પહોંચી ગયો છે અને ટૂંક સમયમાં જ વિશ્વમાં ફેલાશે. આવી સ્થિતિમાં પરીક્ષણ વધારવું શ્રેષ્ઠ વિકલ્પ છે. હવે સુરતને પણ પરીક્ષણની મંજૂરી મળી જતાં બે મહિનામાં જે રિપોર્ટ આવતા હતા તે માત્ર 8 થી 10 દિવસમાં આવી જશે. રિપોર્ટ વહેલા આવવાના કારણે ઝડપથી તે દિશામાં કામગીરી હાથ ધરવામાં આવશે. પરીક્ષણ કરવા માટે ગાંધીનગર ખાતેની લેબમાં ખુબ મોટી સંખ્યામાં ધસારો હોય છે. એવી સ્થિતિમાં સુરત શહેરમાં પરીક્ષણની કામગીરી હાથ ધરાશે તો ગાંધીનગર ખાતે આવતા કામનું ભારણ ઓછું થશે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના બાયોટેક વિભાગમાં લેબ શરૂ થશે
ગાંધીનગરના સમન્વયમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના બાયોટેક વિભાગમાં જીનોમ સિક્વન્સિંગ પરીક્ષણ કરાશે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ના માઇક્રોબાયોલોજી વિભાગના ડો.પ્રવીણ દુધાગરાએ જણાવ્યું હતું કે, અમે દર સોમવારે તમામ ગટરના પમ્પિંગ કેન્દ્રોમાંથી નમૂના એકત્ર કરીશું. નમૂનાઓની કોરોના વાઈરસની હાજરી માટે પરીક્ષણ કરવામાં આવશે. આ આપણને પરિવર્તન વિશે વધુ સારી સમજ આપશે. જોકે રાહતના સમાચાર એ છે કે અત્યાર સુધી જેટલા પણ સેમ્પલ લીધા છે તાજેતરમાં તેમાં ડેલ્ટા વાઈરસની કોઈ હાજરી મળી નથી.

Most Popular

To Top