National

સટ્ટાબાજીની ઓનલાઇન એપ ‘મહાદેવ’નો કો-ફાઉંડર દુબઇથી ઝડપાયો

નવી દિલ્હી: ગેરકાયદે (Illegal) સટ્ટાબાજી અને મની લોન્ડરિંગના (Money Laundering) કેસના મુખ્ય બે આરોપી પૈકીના એક રવિ ઉપ્પલની દુબઈમાં (Dubai) અટકાયત કરવામાં આવી છે. EDના આદેશ પર ઇન્ટરપોલે રવિ વિરુદ્ધ રેડ નોટિસ જાહેર કરી હતી. જેના આધારે દુબઈ પોલીસે (Police) રવિની અટકાયત કરી છે. કરોડો રૂપિયાના આ કૌભાંડની તપાસ કરી રહેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) હાલ મહાદેવ એપના માલિક રવિ ઉપ્પલને ભારત પરત લાવવાના પ્રયાસો કરી રહી છે.

સૂત્રોના જણઅવ્યા મુજબ ‘મહાદેવ’ એપના કો-ફાઉંન્ડર 43 વર્ષીય રવિ ઉપ્પલની ગયા અઠવાડિયે દુબઇ પોલીસે0 અટકાયત કરી હતી. તેમજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના અધિકારીઓ રવિ ઉપ્પલને ભારતને સોંપવા માટે દુબઈના અધિકારીઓના સંપર્કમાં છે. ઈડી ઉપરાંત છત્તીસગઢ પોલીસ તેમજ મુંબઈ પોલીસ પણ ઉપ્પલ વિરુદ્ધ નોંધાયેલા કેસની તપાસ કરી રહી છે.

કથિત આરોપી ઉત્પલ વિરૂદ્ધ ગેરકાયદે સટ્ટાબાજી તેમજ મની લોન્ડરિંગના મામલે EDએ ઓક્ટોબરમાં રાયપુર, છત્તીસગઢમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કેસ નોંધ્યો હતો. તેમજ ઉપ્પલ અને મહાદેવ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકર સામે સ્પેશિયલ કોર્ટમાં મની લોન્ડરિંગની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

બાદમાં EDની ભલામણના આધારે ઇન્ટરપોલે સૌરભ અને ઉત્પલ વિરુદ્ધ રેડ નોટિસ જાહેર કરી હતી. ઇડીએ ચાર્જશીટમાં કોર્ટને જણાવ્યું હતું કે ઉપ્પલે પ્રશાંત મહાસાગરમાં આવેલા ટાપુ દેશ વનુઆતુનો પાસપોર્ટ લીધો હતો. પરંતુ તેણે પોતાની ભારતીય નાગરિકતા છોડી નથી. EDના જણાવ્યા મુજબ ઉપ્પલની તમામ આવક ગુનાહિત છે. આ સાથે તેણે કરોડો રૂપિયા છુપાવ્યા છે.

ભૂપેશ બઘેલ પર ગંભીર આરોપો
મહાદેવ એપ કેસમાં છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલ પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતાં. દરમિયાન 2 નવેમ્બરના રોજ EDને બાતમી મળી હતી કે 7 અને 17 નવેમ્બર 2023 ના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે મહાદેવ એપના પ્રમોટરો દ્વારા મોટી માત્રામાં રોકડ છત્તીસગઢ લઈ જવામાં આવી રહી છે. ઇડીએ હોટેલ ટ્રાઇટન અને અન્ય સ્થળો પર સર્ચ હાથ ધર્યું હતું. દરમિયાન ઇડીએ 5 કરોડ રૂપિયા પકડ્યા છે.

દરમિયાન EDએ અસીમ દાસની ધરપકડ કરી હતી. અસીમ દાસે સ્વીકાર્યું છે કે જપ્ત કરાયેલ નાણાંનો ભંડોળ મહાદેવ એપ પ્રમોટર્સ દ્વારા છત્તીસગઢ રાજ્યમાં આગામી ચૂંટણીના ખર્ચ માટે રાજકારણી ‘બઘેલ’ને આપવા માટે મોકલવામાં આવ્યો હતો. EDએ મહાદેવ એપના કેટલાક બેનામી બેંક ખાતા પણ શોધી કાઢ્યા છે. જેમાં 15.59 કરોડ રૂપિયા કરવામાં આવ્યા છે.

Most Popular

To Top