Charchapatra

નૈતિકતા, સિનેમા ને સમાજ

સિનેમામાં સમાજનું પ્રતિબિંબ જોવા મળે છે. જ્યારે નૈતિકતાના પાઠ ભણાવવામાં આવે છે ત્યારે સિનેમા આપણને ઝંઝોડી દે છે. ફિલ્મ ‘દીવાર’માં બે ભાઈની કથા છે, જેમાંથી એક સંનિષ્ઠ (પોલીસ ઈન્સ્પેક્ટર) શશીકપુર અને એક (સ્મગલર) અમિતાભ બચ્ચન. જ્યારે પોલીસ ઇન્સ્પેક્ટરને તેનો ઉપરી અધિકારી પોલીસ કમિશનર એક સ્મગલરના કેસની તપાસ માટે તેની નિમણૂક કરે છે ત્યારે તે કેસ લેવાનો ઈન્કાર કરે છે અને તે કેસ બીજા કોઈને સોંપવા વિનંતી કરે છે. કારણ કે સ્મગલર તેનો ભાઈ હોય છે.

હું આ કેસની તપાસ યોગ્ય રીતે કરી શકીશ નહીં. પોલીસ કમિશ્નર ઘણું સમજાવે છે પણ તે કેસ લેવાનો ઈન્કાર કરે છે. ત્યારે પરત ફરતા રસ્તામાં ચોર ચોરની બૂમ સંભળાય છે ત્યારે શશીકપુર એક નવયુવાનને જોઈ છે જે ચોરી કરી ભાગતો હોય છે. તેને પકડવા તેની પાછળ દોડે છે. નવયુવાનનો પીછો કરી પગમાં ગોળી મારે છે અને જ્યારે તે ઘાયલ યુવાન પાસે જાય છે અને તેના હાથમાં રોટી-પાંઉ જુએ છે ત્યારે તેને અફસોસ થાય છે કે આ ચોર નથી, પણ કોઈ ભૂખ્યો ગરીબ છે. જ્યારે શશીકપુર તે નવયુવાનને ઘરે જાય છે ત્યારે તેના ગરીબ પિતા નિવૃત્ત શિક્ષક (એ.કે.હંગલ) દરવાજો ખોલે છે.

ત્યારે શશીકપુર તેને એક પેકેટ આપે છે જેમાં થોડી રોટી પાંઉ વગેરે હોય છે ત્યારે એ. કે. હંગલ તેને પૂછે છે કે આ બધું શું છે? અને મારો દીકરો ક્યાં છે ત્યારે શશીકપુર ગળગળો થઈ જાય છે ને બધી જ હકીકત જણાવે છે. ત્યારે એ. કે. હંગલની પત્ની ગુસ્સે થાય છે અને કહે છે જાવ ઉસકો પકડો જો બડા ચોર હૈ જો સ્મગલીંગ કરતા હૈ હમ ગરીબ કો ક્યું પકડતે હો ત્યારે એ. કે. હંગલ શશીકપુર પાસે દિલગીરી વ્યક્ત કરે છે. ઉસસે માફી ચાહતા હું. ‘ચોરી આખર ચોરી હોતી હૈ ચાહે એક રૂપિયે કા હો યા હજાર. હમારે ઘરમેં રોટી નહીં હૈ તો ઉસકા મતલબ યે થોડી હૈ કે ચોરી કરે. ત્યારે શશીકપુર ગળગળો થઈ જાય છે અને કહે છે ‘આજ જિંદગી કો સબસે બડી શીખ મીલી વો ભી એક ટીચર (શિક્ષક) કે ઘર સે’અને તેનું હૃદય પરિવર્તન થાય છે. તેના ઉપર અધિકારી પાસે જઈ તેને સોંપેલો કેસ તેના સગા ભાઈનો  તપાસ કરવા તૈયાર થઈ જાય છે. હાલના માહોલમાં રૂા.350 કરોડની રોકડ મળે છે તે પણ એક રાજકારણીના ઘરેથી, શું નૈતિકતાના પાઠ સિનેમા સુધી જ રહેશે?
સુરત     – ઉદય ઠાકર-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top