Gujarat

નવી શિક્ષણ નીતિ ભારતને 25 વર્ષમાં વિશ્વનો નંબર વન દેશ બનાવવામાં મદદ કરશે : અમિત શાહ

ગાંધીનગર : નવી શિક્ષણ નીતિ (Education Policy) ભારતને 25 વર્ષમાં વિશ્વનો નંબર વન દેશ બનાવવામાં મદદરૂપ થશે. નવી શિક્ષણ નીતિમાં ઘણા મૂળભૂત ફેરફારો કરવામાં આવ્યા છે અને સૌથી મોટો ફેરફાર માધ્યમિક (Secondary) સુધીનું શિક્ષણ ધીમે ધીમે માતૃભાષામાં (Mother Tongue) આપવા માટે કરવામાં આવ્યો છે. માતૃભાષામાં બોલવા અને વિચારવા ઉપરાંત નવી શિક્ષણ નીતિમાં માતૃભાષામાં તર્કશક્તિ, વિશ્લેષણ, સંશોધન અને મૌલિક ચિંતન પર પણ ભાર મૂકવામાં આવ્યો છે, જેથી ભારતમાં સંશોધન ક્ષેત્રે વધુને વધુ ભાર આપી શકાય. કોઈ પણ વ્યક્તિ માટે પોતાની માતૃભાષામાં મૌલિક ચિંતન ખૂબ જ જરૂરી છે.તેવું અમિત શાહે (Amit Shah) જણાવ્યું હતું.

મંદિર પરિસરમાં વિવિધ કાર્યોનો શિલાન્યાસ કર્યો
આજે ઉત્તર ગુજરાતનાં મહેસાણામાં શ્રી ગોવર્ધનનાથજી મંદિરમાં અમિત શાહે દર્શન કર્યાં અને મંદિર પરિસરમાં વિવિધ કાર્યોનો શિલાન્યાસ કર્યો હતો. ત્યાર બાદ તેમણે મહેસાણાનાં પિલવાઈમાં શેઠ જી.સી. હાઈસ્કૂલનાં 95 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં પણ સામેલ થયા હતા. ગૃહ મંત્રીએ ગાંધીનગરમાં મહુડી જૈન મંદિરમાં દર્શન પણ કર્યાં હતાં.

શેઠ જી.સી.હાઈસ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સંબોધન કર્યું
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે શેઠ જી.સી.હાઈસ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમને સંબોધતા જણાવ્યું હતું કે, 95 વર્ષથી કોઈ સંસ્થાને સુચારૂ અને સફળ રીતે ચલાવવાનો અર્થ એ થાય છે કે એ સંસ્થાને ખૂબ જ પવિત્ર ભાવનાથી અને શ્રેષ્ઠ રીતે ચલાવવામાં આવી છે. કોઈ પણ સંસ્થાને ચલાવવા માટે માત્ર ભાવના જ પૂરતી નથી, પણ તેમાં સતત પ્રયાસો, પરિશ્રમ અને તાલમેળ બેસાડવાની શક્તિ પણ બહુ જરૂરી છે.

કોઈ પણ વ્યક્તિ માટે પોતાની માતૃભાષામાં મૌલિક ચિંતન ખૂબ જ જરૂરી
અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, નવી શિક્ષણ નીતિ ભારતને 25 વર્ષમાં વિશ્વનો નંબર વન દેશ બનાવવામાં મદદરૂપ થશે. નવી શિક્ષણ નીતિમાં ઘણા મૂળભૂત ફેરફારો કરવામાં આવ્યા છે અને સૌથી મોટો ફેરફાર માધ્યમિક સુધીનું શિક્ષણ ધીમે ધીમે માતૃભાષામાં આપવા માટે કરવામાં આવ્યો છે. માતૃભાષામાં બોલવા અને વિચારવા ઉપરાંત નવી શિક્ષણ નીતિમાં માતૃભાષામાં તર્કશક્તિ, વિશ્લેષણ, સંશોધન અને મૌલિક ચિંતન પર પણ ભાર મૂકવામાં આવ્યો છે, જેથી ભારતમાં સંશોધન ક્ષેત્રે વધુને વધુ ભાર આપી શકાય. કોઈ પણ વ્યક્તિ માટે પોતાની માતૃભાષામાં મૌલિક ચિંતન ખૂબ જ જરૂરી છે.

Most Popular

To Top