Comments

સુખનો સહેલો રસ્તો

એક દિવસ એક સંત પાસે એક વેપારી આવ્યો અને સંતના પગ પકડી કહેવા લાગ્યો, ‘બાપજી,આપ તો મહાજ્ઞાની છો. મારે જીવનમાં ભરપૂર સુખ મેળવવું છે.બહુ જલ્દી મેળવવું છે અને સહેલાઈથી મેળવવું છે તો કોઈ સહેલો, ફટાફટ સુખ મળી જાય તેવો રસ્તો બતાવો.’ સંત બોલ્યા, ‘પહેલાં તું મને કહે કે તારે મન સુખ શું છે?’ વેપારી બોલ્યો, ‘બાપજી, હંમેશા મોજ મજા કરી શકાય, આરામમાં દિન વિતાવી શકાય ,પરિવારની બધી ઈચ્છાઓ પૂરી કરી શકાય, મન મરજી મુજબ વર્તી શકાય એવું જીવન સુખમય કહેવાય!’ સંત હસ્યા અને બોલ્યા, ‘એટલે ટૂંકમાં તારે બહુ કામ અને મહેનત કરવાં નથી અને બધી ઇચ્છાઓ પૂરી થઇ શકે અને મોજમજા માણી શકાય એટલા પૈસા પણ વગર મહેનતે જોઈએ છે અને વળી પાછું મરજી પ્રમાણે વર્તવું છે ખરું ને?’ વેપારીએ કહ્યું, ‘હા, હા, એવું જ. બસ, આટલું થઈ જાય એટલે જીવનમાં સુખ જ સુખ.’

એક દિવસ એક સંત પાસે એક વેપારી આવ્યો અને સંતના પગ પકડી કહેવા લાગ્યો, ‘બાપજી,આપ તો મહાજ્ઞાની છો. મારે જીવનમાં ભરપૂર સુખ મેળવવું છે.બહુ જલ્દી મેળવવું છે અને સહેલાઈથી મેળવવું છે તો કોઈ સહેલો, ફટાફટ સુખ મળી જાય તેવો રસ્તો બતાવો.’ સંત બોલ્યા, ‘પહેલાં તું મને કહે કે તારે મન સુખ શું છે?’ વેપારી બોલ્યો, ‘બાપજી, હંમેશા મોજ મજા કરી શકાય, આરામમાં દિન વિતાવી શકાય ,પરિવારની બધી ઈચ્છાઓ પૂરી કરી શકાય, મન મરજી મુજબ વર્તી શકાય એવું જીવન સુખમય કહેવાય!’

સંત હસ્યા અને બોલ્યા, ‘એટલે ટૂંકમાં તારે બહુ કામ અને મહેનત કરવાં નથી અને બધી ઇચ્છાઓ પૂરી થઇ શકે અને મોજમજા માણી શકાય એટલા પૈસા પણ વગર મહેનતે જોઈએ છે અને વળી પાછું મરજી પ્રમાણે વર્તવું છે ખરું ને?’ વેપારીએ કહ્યું, ‘હા, હા, એવું જ. બસ, આટલું થઈ જાય એટલે જીવનમાં સુખ જ સુખ.’ સંત બોલ્યા, ‘ભાઈ ભૂલ કરે છે. આ સુખ નથી. આ બધું તો દુઃખના દરવાજા સમ છે.કામ મહેનત કર્યા વિના એમ પૈસા મળે નહિ અને કદાચ નસીબજોગે પૈસા  મળે પણ શરીર આળસુ બની જાય.વધુ પડતી મોજ મજા પણ શરીર અને મનને બીમાર કરી દેશે અને થોડા વખતમાં તું બધી મોજમજાથી કંટાળી જઈશ ત્યારે શું કરીશ? વળી હંમેશા મનમરજી  પ્રમાણે વર્તીશ તો અનેક સંબંધો અને સ્વજનો ગુમાવી બેસીશ સમજ્યો.’ વેપારી વિચારમાં પડી ગયો.પછી ધીમેથી પૂછ્યું, ‘તો બાપજી તમે જ કહો સહેલાઈથી સુખ કેવી રીતે મળે?

સંતે કહ્યું, ‘મને જવાબ આપ કે તેં કયારેય બીજાને મદદ કરી છે? કે કોઈને સાથ આપ્યો છે? કે કોઈનાં આંસુ લૂછ્યાં છે?’  વેપારીએ કહ્યું, ‘ના, બાપજી એવું તો કંઈ કર્યું નથી. ઘર, વેપારમાંથી ફુરસદ જ મળતી નથી.’ સંત બોલ્યા, ‘ભાઈ, જો સુખી થવાનો સહેલો રસ્તો આમ તો કોઈ છે જ નહિ પણ મને એક રસ્તાની ખબર છે જે એકદમ સીધો છે. તેની પર ચાલવાથી સુખ મળે જ છે.’ વેપારી રસ્તો જાણવા ઉત્સુક બની ગયો.સંત આગળ બોલ્યા, ‘જો તું બીજાને સુખ આપીશ તો તને આપોઆપ સુખ મળશે.કોઈનાં આંસુ લૂછી હોઠો પર સ્મિત લાવીશ તો તે સ્મિત તારા હોઠો પર પણ ચમકી ઊઠશે.કોઈની પ્રસન્નતા માટે નિમિત્ત બનીશ તો તને બમણી પ્રસન્નતા આપોઆપ મળશે.કોઈને બનતી મદદ કરીશ કે સાથ આપીશ તો તને સુખ અને સંતોષ મળશે.બસ, આ રસ્તે તું અત્યાર સુધી નથી ચાલ્યો.ભરપૂર મહેનત કર અને મનમાં પ્રેમ ભરી આ રસ્તે ચાલવા માંડ. સુખ દોડતું આવી તને મળશે.’ સંતે સાચો રસ્તો દેખાડ્યો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top