Dakshin Gujarat

જૂના બોરભાઠા બેટ ખાતે જમીનમાં ખાડો કરી સંતાડવામાં આવેલો દારૂ ઝડપાયો

અંકલેશ્વર: ભરૂચ જિલ્લામાં દિવાળી તહેવારો (Diwali Festivals) ટાણે નશાનો વેપલો કરતાં તત્ત્વો બેફામ બન્યા હોય તેમ એક બાદ એક પોલીસના (Police) દરોડામાં બુટલેગરો ઝડપાઇ રહ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પોલીસ વિભાગ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં લાખોની કિંમતનો શરાબનો જથ્થો અત્યાર સુધી ઝડપાઇ ચૂક્યો છે.ભરૂચ ક્રાઇમ બ્રાંચના કર્મીઓ પેટ્રોલિંગમાં (Patrolling) હતા. દરમિયાન મળેલી બાતમીના આધારે અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટ વિસ્તારના સડક ફળિયામાં રહેતો ઉક્કડ મગન વસાવાને ત્યાં દરોડા પાડી તેઓના મકાનમાં તથા મકાનના પાછળના ભાગે વાડામાં પીપડા દાટી ભારતીય બનાવટનો વિદેશી શરાબનો જથ્થો ઉતારી સંતાડી રાખ્યો હતો.

જે બાદ પોલીસે તલાશી લેતાં ભારતીય બનાવટની વિદેશી શરાબની નાની મોટી કુલ ૨૪૯ બોટલ મળી કુલ ૨૬૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.ક્રાઇમ બ્રાંચે પાડેલા દરોડામાં એક મહિલા બુટલેગર ગંગા ઉક્કડ વસાવાની ધરપકડ કરી હતી તેમજ મામલે ઉક્કડ મગન વસાવા નામના બુટલેગરને વોન્ટેડ જાહેર કરી મામલે કાર્યવાહી હાથ ધરી છે.

ડેડીયાપાડા ના થપાવી ગામે ગાંજાની ખેતી કરતા ખેડૂત ને 5 વર્ષની સજા
રાજપીપળા : નર્મદા જીલ્લાના એડી. ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં એન.ડી.પી.એસ. કેસ ચાલતા આ ગુના ના આરોપી ઉકડીયા વસાવાને ગુનેગાર ઠેરવી પાંચ વર્ષની કેદની સજા અને 5 હજાર નો દંડની સજાનો હુકમ કર્યો.પ્રાપ્ત માહિતી અનુસાર ડેડીયાપાડા ના થાપાવી ગામના ઉકડીયા મીરા વસાવા પોતાના ઘરના વાડામાં ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાના છોડનું વાવેતર કરી ગાંજાનો જથ્થો વેચાણ કરવા સારું ગાંજાના ફુલ, નાના મોટા છોડ નંગ-81 મળી કુલ વજન 19 કીલો 420 ગ્રામ કુલ 58,260 ના મુદામાલ સાથે ડેડીયાપાડા પોલીસે ઝડપી પાડ્યો.

એન.ડી.પી.એસ.એકટની કલમ હેઠળ 5 વર્ષ અને 50 હજાર નો દંડ
હતો. આ કેશ રાજપીપલાની એડી.સેસન્સ કોર્ટના જજ એન.એસ. સીદ્દીકી સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો.જેમાં ફરીયાદી તર્ફે જીલ્લા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે ગોહીલ નાઓએ ફરીયાદપક્ષે સાહેદો તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ નામદાર હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના જજમેન્ટો તથા લેખીત તથા મોખીક દલીલો રજૂ કરી નામદાર કોર્ટે સદર પુરાવાઓને ધ્યાનમાં રાખી એન.ડી.પી.એસ.એકટની કલમ હેઠળ 5 વર્ષ અને 50 હજાર નો દંડની સજાનો હુકમ કર્યો છે.

Most Popular

To Top