SURAT

રિંગરોડ પર ન્યુ ઇન્ડિયા સ્પામાંથી દેશના અલગ અલગ રાજ્યની કુલ સાત લલના મળી આવી

સુરત : રિંગરોડ (Ring Road) ખાતે મદ્રાસ હોટલની (Madras Hotel) ઉપર આવેલા ન્યુ ઇન્ડિયા સ્પાની (Spa) આડમાં ચાલતા કુટણખાના પર પોલીસે (Police) દરોડા પાડી સંચાલક અને ગ્રાહક તથા સાત લલના સહિત નવ જણાની ધરપકડ (Arrest) કરી હતી.

સુરત પોલીસ કંટ્રોલ રૂમમાં રિંગરોડ સબજેલની સામે ચામુંડા હોટલની બાજુમાં મદ્રાસ હોટલના પહેલા માળે અને ત્રીજા માળે સ્પાના આડમાં કૂટણખાનું ચાલતું હોવાની માહિતી મળી હતી. જેથી અઠવા પોલીસની ટીમે મદ્રાસ હોટલના પહેલા માળે અને ત્રીજા માળે દરોડા પાડ્યા હતા. પહેલા માળે દુકાન બંધ હોવાથી ત્રીજા માળે ન્યુ ઇન્ડિયા સ્પામાં દરોડા પાડ્યા હતા. જ્યાંથી સ્પા સંચાલક અર્જુન લક્ષ્મનભાઈ શર્મા (ઉ.વ.19 રહે. ખોડીયાર નગર, ભટાર)ને અટકાયતમાં લઇ સર્ચ કર્યુ હતું.

જે અંતર્ગત દુકાનમાં બનાવલામાં આવેલા અલગ અલગ રૂમમાં તપાસ કરતા ગ્રાહક અમર દત્તુરામ શાદ (ઉ.વ. 34 રહે. સાંઇ દર્શન સોસાયટી, કડોદરા) અને એક લલના કંઢગી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે અન્ય રૂમમાં તપાસ કરતા દેશના અલગ અલગ રાજ્યની કુલ સાત લલના મળી આવી હતી. પોલીસે ગ્રાહક અને સંચાલક સહિત નવ જણાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે રોકડ અને કોન્ડમ મળી 3 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. અઠવા પોલીસે આ અંગે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

જમીનમાં ખાડો ખોદી સંતાડેલો દારૂ પકડાયો
અંકલેશ્વર: ભરૂચ જિલ્લામાં દિવાળી તહેવારો ટાણે નશાનો વેપલો કરતાં તત્ત્વો બેફામ બન્યા હોય તેમ એક બાદ એક પોલીસના દરોડામાં બુટલેગરો ઝડપાઇ રહ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પોલીસ વિભાગ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં લાખોની કિંમતનો શરાબનો જથ્થો અત્યાર સુધી ઝડપાઇ ચૂક્યો છે.

ભરૂચ ક્રાઇમ બ્રાંચના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન મળેલી બાતમીના આધારે અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટ વિસ્તારના સડક ફળિયામાં રહેતો ઉક્કડ મગન વસાવાને ત્યાં દરોડા પાડી તેઓના મકાનમાં તથા મકાનના પાછળના ભાગે વાડામાં પીપડા દાટી ભારતીય બનાવટનો વિદેશી શરાબનો જથ્થો ઉતારી સંતાડી રાખ્યો હતો. જે બાદ પોલીસે તલાશી લેતાં ભારતીય બનાવટની વિદેશી શરાબની નાની મોટી કુલ ૨૪૯ બોટલ મળી કુલ ૨૬૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.
ક્રાઇમ બ્રાંચે પાડેલા દરોડામાં એક મહિલા બુટલેગર ગંગા ઉક્કડ વસાવાની ધરપકડ કરી હતી તેમજ મામલે ઉક્કડ મગન વસાવા નામના બુટલેગરને વોન્ટેડ જાહેર કરી મામલે કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top