Trending

શું તમે જોઈ છે??? : વિશ્વની સૌથી દુર્લભમાં દુર્લભ વસ્તુઓ

કુદરતની કરામતમા ક્યારેય કમી ના હોઇ શકે, જે આપણે અનોખી વસ્તુઓ (INCREDIBLE THINGS) જોઇ કહેતા હોઇએ છીએ, આ પૃથ્વી પર દુર્લભ વસ્તુઓની કમી નથી. કોઇપણ જગ્યાએ કોઈને કોઈ કિંમતી કે દુર્લભ (RARE) વસ્તુ ચોક્કસપણે હોય. સૌથી ખાસ વાત છે કે દુનિયામાં બધી ખાસ વસ્તુની એક સીમા કુદરતે બનાવેલ હોય છે.

સફેદ મોર : (WHITE PEACOCK)

મોર દુનિયાનું સૌથી સુંદર પક્ષી છે. આ મોર સંપૂર્ણપણે સફેદ કલરનું હોય છે. આની દુર્લભ પ્રજાતિ ભારત અને ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે. આ પક્ષી બરફીલા શેડ, એક ભવ્ય પૂંછડી દ્વારા અલગ પડે છે. લંબાઈમાં આ પક્ષી 1.3 મીટર સુધી પહોંચી શકે છે, જેમાંથી 0.5 મી પૂંછડી છે. પક્ષીની પાંખો ઘણીવાર 1.5 મી કરતા વધી જાય છે. પરંતુ વજન 5-7 કિલોથી વધુ હોતું નથી.

જુલિયટ રોઝ : (JULIET ROSE)

જુલિયટ રોઝને વિશ્વનું સૌથી સુંદર ફૂલ માનવામાં આવે છે. આ પ્રકારના ફૂલોનો કલર તમને ભાગ્યે જ જોવા મળે. માર્કેટમાં આની કિંમત 15.8 મિલિયન ડોલર છે. મોટાભાગે ગર્લ્સ પોતાના વેડીંગ દરમિયાન આને હાથમાં રાખે છે.

જાંબલી ગાજર : (PURPLE CARROT)

જયારે કોઈને આપણે એમ કહીએ કે મે જાંબલી ગાજર જોયું છે તો કોઈ વિશ્વાસ ન કરે. જોકે, માર્કેટમાં સામાન્ય રીતે ઓરેન્જ ગાજર જ આપણે જોતા હોઇએ છીએ. પરંતુ, બ્રીટન અને મધ્ય એશિયામા ગાજરની આવી જાત પણ થાય છે. આ ગાજરની વચ્ચે નો રંગ સામાન્ય ગાજર જેવો ઓરેન્જ જ હોય છે. આની ઉપરની સ્કીન જ પર્પલ કલરની છે. દેખાવમાં, છોડ ક્લાસિક નારંગી ગાજરથી અલગ નથી.

ભૂરા કલરની મકાઈ : (BLUE CORN)

આ પ્રકારની મકાઈને બોલિવિયા, ઇક્કાડોર અને પેરુમાં ઉત્પન્ન કરવામાં આવે છે. આ મકાઇ જોઇ ચોક્ક્સ આર્શ્ર્ય થાય એ સ્વભાવિક છે.

ચમકતું જંગલ : (SPARKLING FOREST)

આ જંગલ જાપાનમાં આવેલ છે. ખરેખર, આ જંગલમાં ‘લૂમીનેસેસ્ટ’ (LUMINESCENT) નામના મશરૂમ્સ છે, જેને કારણે રાત્રે ફોરેસ્ટ રોશની આપે છે. આ જંગલ વર્ષમાં અમુક સમયે જ ચમકે છે.

લાલ કેળું : (RED BANANA)

કેળાની આ પ્રજાતિ ઓસ્ટ્રેલિયા અને કેરળમાં જોવા મળે છે. આની પણ ઉપરની સ્કીન રેડ હોય છે અને નોર્મલ બનાનાની જેમ અંદરથી વ્હાઈટ હોય છે. તેમની ત્વચા લાલ જાંબલી હોય છે.

ઓરોરસ : (AURORAS)

આ સુંદર જગ્યા ઘ્રુવીય ક્ષેત્રની પાસે છે. આ જગ્યા રાત્રે રોશની (LIGHT)થી ઝળહળી ઉઠે છે. જયારે પ્રકાશ આ જગ્યાના વાતવરણમાં રહેલ કણો સાથે ટકરાય છે ત્યારે તેના નાના નાના કણ આકાશમાં કઈક આવો નજારો બતાવે છે. આજ કારણે અહિના આકાશ રાત્રીમાં પણ ચમકે છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top