Vadodara

પાવાગઢમાં જાહેરનામુ પૂર્ણ થયુ છતાં કાયમ રાખતા ભક્તો પરેશાન

પાવાગઢ તા.10 યાત્રાધામ પાવાગઢ મુકામે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા પાવાગઢ માં આવતા ભાવિક સમુદાય ને સગવડતા મળી રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની અગોતરા વ્યવસ્થા અંગે એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ હતું સદર જાહેરનામુ તારીખ ૭.૯.૨૦૨૩ ના રોજ પૂર્ણ થઈ ગઈ હોવા છતાંય આજે પણ સ્થાનિક જીપો તથા પ્રાઈવેટ વ્હીકલ ને ડુંગર ઉપર લઈ જવા દેવાતા નથી.

અને એસ.ટી તંત્ર ને પણ કે પાવાગઢ નું જાહેરનામું પુરૂ થઈ ગયું હોઇ રાહત અનુુભવી રહ્યું હતું એટલે એસ.ટી તંત્ર દ્વારા આ રવિવાર ની કોઈ તૈયારીઓ નહતી જીલ્લા વહીવટી દ્વારા એસ.ટી.તંત્ર ને જાણ કરી વઘારે બસો મુકવા જણાવતા એસ ટી તંત્ર ભારે જહેમત ઉઠાવી પડી હતી સ્થાનિક ટેક્સી ઓ પણ જાહેર નાંમુ પૂણ થયેલ જીપો ચાલુ ન થતા તથા એસ.ટી.તંત્ર ની અવ્યવસ્થા ને લઇ યાત્રિકો ની કોઇ સલામતી ની વ્યવસ્થા ન હતી આડેધેડ બસો મુકી મુસાફરોને લાઇનબંધ બેસાડાય તેવી વ્યવસ્થા કરવામાં ન આવતાં ફક્ત એસ.ટી.બસ દ્વારા જ મુસાફરી કરવા ની હોઈ ભારે મુશ્કેલીઓ સહન કરવી પડી હતી.

લગભગ સવાર ના સવાર ના બે ત્રણ કલાક યાત્રાળુઓ ના ધસારા ને કાબુ માં રાખી યાત્રાળુઓ ને લાઇન માં કરવા માં સફળતા પ્રાપ્‍ત કરી સફળ પૂર્વક વ્યવસ્થા કરવાં માં એસ.ટી.તંત્ર ને સફળતા મળી હતી આજે પણ ચાલીસ થી પચ્ચાસ બસો પાવાગઢ તળેટી થી માંચીહવેલી સુધી દોડાવવા માં આવી રહી છે. પાવાગઢ આવતા ભાવિક ભક્ત સમુદાય પાવાગઢ ના વહીવટી તંત્ર ના જાહેર નામા ની પૂર્ણ થઈ હોવા છતાંય વહીવટ માં અગવડતા ના ઉધ્વે તેના માટે પ્રાઇવેટ વ્હીકલ અને સ્થાનિક ટેક્સી ઓ ને ઉપર નહીં જવા દેવા થી ભાવિક ભક્ત સમુદાય ખુબ જ ખોટી છાપ લઇ ને દર્શન કર્યા વગર ભક્તો પરત ફર્યા હોવા નું જાણવા મળેલ છેં

Most Popular

To Top