National

દિલ્હી મેરઠ હાઈવે ઉપર સર્જાયા ફિલ્મી દ્રશ્યો: હાઈવે ઉપર એક પછી એક અનેક વાહનો અથડાયા

નવી દિલ્હી: વાતાવરણમાં હવામાન પલટો થઈ રહ્યો છે. આ પલટો ખાસ દિલ્હીમાં (Delhi) જોવા મળી રહ્યો છે. એક તરફ જ્યાં ગુજરાતમાં (Gujarat) આકરા તાપનો સામનો લોકો સામનો કરી રહ્યાં છે ત્યારે દિલ્હીમાં ભેજવાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હાલ પણ ત્યાં ભર શિયાળાવાળા ધુમ્મસનો સામનો લોકો કરી રહ્યાં છે. આ ધુમ્મસવાળા વાતાવરણના કારણે રવિવારની સવારે એક ફિલ્મી ઢબે દિલ્હી મેરઠ હાઈવે ઉપર એક અકસ્માત (Accident) થયો હતો. દિલ્હી-મેરઠ હાઈવે પર રવિવારે સવારે અચાનક અનેક વાહનો એકબીજા સાથે અથડાઈ ગયા હતા. ગાઢ ધુમ્મસના કારણે આ માર્ગ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા હોવાની જાણકારી મળી છે.

જાણકારી મુજબ વહેલી સવારે એક ડઝનથી વધુ વાહનો એકબીજા સાથે અથડાયા હતા, જેના કારણે ઘણા લોકો ઘાયલ થયા હતા. દિલ્હી-મેરઠ હાઈવે પર વાહનોની ટક્કરમાં એક સ્કૂલ બસ પણ સામેલ હતી જે બાળકોને લઈને દિલ્હી જઈ રહી હતી. વાહનો વચ્ચે અથડામણનો આ અકસ્માત ઉત્તર પ્રદેશના બાગપતમાં રવિવારે નેશનલ હાઈવે 709B પર પાલી ગામ પાસે થયો હતો. વાહનો વચ્ચેની આ ટક્કર કોઈ ફિલ્મના સીન જેવી લાગી રહી હતી.

કહેવામાં આવી રહ્યું છે કે ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઓછી હોવાને કારણે પહેલા એક મોટરસાઇકલ એક કાર સાથે અથડાઈ અને પછી ડઝનબંધ વાહનો એકબીજા સાથે અથડાયા હતા. આ અકસ્માતમાં બાગપતની સ્યાદવાડ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હાયર એજ્યુકેશન એન્ડ રિસર્ચના વિદ્યાર્થીઓને લઈ જતી બસનો સમાવેશ પણ થાય છે, જે દિલ્હીમાં મેરેથોનમાં ભાગ લેવા જઈ રહી હતી. આ બસમાં સવાર ઘણા સ્કૂલના બાળકો ઘાયલ થયા છે. એક વિદ્યાર્થીએ જણાવ્યું કે 24 વિદ્યાર્થીઓનું જૂથ બસ દ્વારા મેરેથોનમાં ભાગ લેવા જઈ રહ્યું હતું. જે દરમ્યાન રસ્તામાં તેઓને આ અકસ્માત નડયો હતો

વિદ્યાર્થીએ જણાવ્યું કે જ્યારે તેમની બસ વાહનને ટકરાવાની હતી ત્યારે ડ્રાઇવરે બસને રોકવાના તેમજ સ્પીડ ઓછી કરવાના તમામ પ્રયાસ કર્યા હતા પરંતુ અન્ય ડેપોની બસ તેમની બસ સાથે અથડાઈ હતી જેમાં ઘણાં લોકોને ઈજા થઈ હતી. અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલોને નજીકની જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અકસ્માત બાદ બચાવકર્મીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પીડિતોને તાત્કાલિક મદદ કરી હતી.

Most Popular

To Top