SURAT

સુરત મનપાનું કોવિડ સરવૈયું: કોરોનાના દર્દીઓ પાછળ 256 કરોડથી વધુનો ખર્ચ

સુરત : શહેર (Surat city)માં છેલ્લા એક વર્ષ અને ચાર માસથી કોરોનાકાળ ચાલી રહ્યો છે. જેના પગલે સુરત મનપાના વિકાસની ગતિને ગ્રહણ લાગી ગયું છે. તેમજ આવકના સ્ત્રોત ઘટવાની સાથે સાથે આરોગ્ય સેવા માટે ખાસ કરીને કોવિડની કામગીરીમાં ખર્ચ (expense) વધી ગયો છે.

મનપા (SMC)ના સુત્રો પાસેથી મળતી માહીતી મુજબ સુરત મનપાને માર્ચ 2020થી અત્યાર સુધીમાં કોવિડ પાછળ 256 કરોડથી વધુનો ખર્ચ થયો છે. જેમાં રાજ્ય સરકારે કોરોના બાબતે તમામ મદદની ખાતરી આપવા છતાં હજુ સુધી માત્ર 184 કરોડની જ ફાળવણી કરી છે. મનપા દ્વારા કોવિડની પ્રથમ લહેર (corona first wave)માં 250 કરોડની માંગણી કરી હતી. જ્યારે બીજી લહેર (Second wave)માં 285 કરોડની માંગણી મળી કુલ 553 કરોડની માંગણી કરી હતી, જેની સામે સરકારે હજુ સુધી માત્ર 184 કરોડ ફાળવ્યા છે.

સુરતમાં કોરોના કાળની શરૂઆત 17મી માર્ચ 2020થી થઇ હતી, ત્યારથી જ સુરત મનપાની ટીમે મજબુતાઇ પુર્વક લોકોના જીવ બચાવવા માટે સતત લડત ચલાવી છે. જો કે તેમાં પાણીની જેમ નાણાં પણ ખર્ચાયા છે. મહામારી સાબિત થયેલા કોરોનામાં સુરતના કુલ 10,9665 લોકો સંક્રમિત થયા છે, જેની સાથે આ ખર્ચની ગણતરી કરીએ તો સુરતમાં કોરોનાના પ્રત્યેક દર્દી પાછળ 2544 રૂપિયાનો ખર્ચ થયો છે.

સુરત મનપા દ્વારા કોરોનાની પ્રથમ લહેરમાં જ 201 કરોડનો ખર્ચ થયો હતો, જ્યારે બીજી લહેર વધુ ઘાતક હોવા છતાં હજુ સુધી માત્ર 55 કરોડનો ખર્ચ થયો છે. પ્રથમ લહેર વખતે જ સુરત મનપાએ રાજ્ય સરકાર પાસે 250 કરોડની માંગણી કરી હતી. જ્યારે બીજી લહેરમાં 285 કરોડની માંગણી કરવામાં આવી છે. કેમકે હજુ સુધી પરિસ્થિતિ સંપુર્ણ કાબુમાં નથી અને ક્યાં સુધી આ લહેર ચાલે તે નકકી નથી. વળી સંભવિત ત્રીજી લહેર માટે પણ મનપા તૈયારી કરી રહી છે. જો કે સરકારે અત્યાર સુધીમાં 184.28 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે.

  • દવા, કીટ, માસ્ક વગેરે માટે મહતમ ખર્ચ થયો
    મનપા દ્વારા કુલ પાંચ કરોડ તો માત્ર એન્ટીજન અને ડાયગ્નોસ્ટિક કીટ માટે જ ખર્ચ કરાયો છે. જ્યારે દવા પાછળ 11 કરોડથી વધુ તેમજ અન્ય ખર્ચ પર નજર કરીએ તો ધન્વંતરી રથ, ફુડ પેકેટ, સંજીવની રથ, હોસ્પિટલો સાથે કરાર અંતર્ગત અપાયેલી સારવારનો ખર્ચ, ઇન્જેક્શન, માનવ સંસાધનો, લોજિસ્ટિક્સ, માસ્ક, પીપીઈ કિટ્સ, ઓક્સિજન લાઇન્સ વગેરેનો સમાવેશ થાય છે.

Most Popular

To Top