Gujarat Main

પેટ્રોલનો ભાવ પ્રતિ લીટરે 104.23 રૂપિયા, CNGના ભાવમાં સીધો 6.45 રૂપિયાનો વધારો

સુરત: યુક્રેન (Ukraine) – રશિયા (Russia) યુદ્ધને લીધે આંતર રાષ્ટ્રીય માર્કેટમાં સીએનજી (CNG)ગેસના (Gas) ભાવ વધતા ભારત સરકારની કંપની ગેઇલ ઇન્ડિયા (Gail India) દ્વારા ઇપીએમ ગેસના ભાવમાં અધધ.. 110 ટકાનો વધારો કરતાં ગુજરાત સરકારની માલિકીની કંપની ગુજરાત ગેસ (Gujarat Gas) દ્વારા 6 એપ્રિલના રાતે 12:00 વાગ્યાથી લાગુ પડે એમ સીએનજી ગેસના કિલો દીઠ ભાવમાં 06.45 રૂપિયાનો ભાવ (Price) વધારો જાહેર કર્યો છે. અગાઉ 70.53 રૂપિયાનો ભાવ હતો. જે આજે મધરાતથી 76.98 રૂપિયા થશે. જોકે ગુજરાતની ખાનગી કંપનીનો ભાવ હજી 79.53 રૂપિયા ચાલી રહ્યો છે. તે પણ ભાવ વધારે એવી શક્યતા છે.

  • સીએનજીનો નવો ભાવ હવે પ્રતિ કિલો 76.98 રૂપિયા થયો
  • ગેઇલ ઇન્ડિયાએ ઇપીએમ ગેસના ભાવમાં 110 ટકાનો વધારો કર્યો

ગુજરાત ગેસ દક્ષિણ ગુજરાતમાં 3.50 લાખ સીએનજી ગ્રાહકોને ગેસ પુરવઠો આપે છે. તેમને આ નિર્ણયથી અસર થશે. તેમને આજથી કિલો દીઠ પોણા સાત રૂપિયા વધુ ચૂકવવા પડશે. ગેઇલ દ્વારા 110 ટકાનો ભાવ વધારવામાં આવ્યો છે એની સામે સરકારી કંપનીએ સામાન્ય ભાવ વધાર્યા છે. એ જોતાં ભાવો આગામી દિવસોમાં હજી વધી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી જુદી જુદી ચીજવસ્તુઓના ભાવમાં સતત વધારો થઇ રહ્યો હોવાથી ગૃહિણી પરેશાન થઇ ગઇ છે. સરકાર ભલે એવી વાત કહે કે રશિયા યુક્રેનના યુદ્ધના કારણે ભાવ વધારવામાં આવી રહ્યાં છે પરંતુ સાચી વાત તો એ છે કે આ યુદ્ધ તો 40 દિવસથી ચાલી રહ્યું છે પરંતુ યુપીના ઇલેકશન પહેલા પણ પેટ્રોલ-ડિઝલના ભાવ 100ની ઉપર પહોંચી ગયા હતા. પેટ્રોલ અને ડિઝલ બાદ હવે સીએનજીના ભાવમાં પણ વધારો ઝીંકાતા ટ્રાન્પોર્ટેશન વધતા અન્ય ચીજવસ્તુના ભાવ વધે તેવી પણ શક્યતા નકારી શકાય તેમ નથી.

પેટ્રોલ-ડીઝલના ભાવમાં ૮૦-૮૦ પૈસાનો વધારો
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મંગળવારે 80 પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો હતો. જે છેલ્લા બે સપ્તાહમાં ભાવમાં કુલ રૂ. 9.20 પ્રતિ લિટર વધારો થયો હતો. બે સપ્તાહમાં બંને ઇંધણોના ભાવમાં લિટરે ૯ રૂપિયા કરતા ભાવ વધી ગયા.બે સપ્તાહમાં ૧૩મી વખત ભાવવધારો કરાયો.

રાજ્યના ઇંધણ રિટેલર્સની કિંમતની સૂચના અનુસાર, આ ભાવવધારા બાદ દિલ્હીમાં હવે પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર રૂ. 104.61 થશે. જે અગાઉ રૂ. 103.81 હતો, જ્યારે ડીઝલનો ભાવ રૂ. 95.07 પ્રતિ લિટરથી વધીને રૂ. 95.87 થયો છે. દેશભરમાં દરોમાં વધારો કરવામાં આવ્યો છે અને સ્થાનિક કરવેરા અંગેની ઘટનાઓના આધારે દરેક રાજ્યમાં ભાવમાં ફેરફાર થાય છે.ગઈ 22 માર્ચે ભાવમાં સુધારા સાડાચાર માસના લાંબા અંતરાલ બાદ શરૂ કરવામાં આવ્યા તે પછી બે સપ્તાહમાં કિંમતોમાં આ 13મો વધારો છે. જે કુલ મળીને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 9.20 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ નજીક આવી રહી હતી ત્યારે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ફેરફાર કરવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું. વિશ્વભરમાં ક્રુડના ભાવો વધી રહ્યા હોવા છતાં ભારતમાં કોઇ ભાવવધારો કરવામાં આવ્યો ન હતો પરંતુ યુપી, પંજાબ સહિતના પાંચ રાજ્યોમાં ચૂંટણી પૂરી થઇ અને પરિણામો આવી ગયા તેના દિવસો પછી ભાવવધારો ફરી શરૂ કરવામાં આવ્યો છે.

Most Popular

To Top