Entertainment

બોક્સ ઓફિસ પર લાલ સિંહ ચઢ્ઢા અને રક્ષાબંધન વચ્ચે જબરદસ્ત ટક્કર, જાણો પબ્લિકે રિવ્યુ

મુંબઈ: આજરોજ એટલે કે 11 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં બે મોટી ફિલ્મો (Movie) રિલીઝ થઈ છે. લાલ સિંહ ચઢ્ઢા અને રક્ષાબંધન. એક તરફ કેટલાક લોકો બંને ફિલ્મો જોવા માટે ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. તે જ સમયે ઘણા લોકો લાલ સિંહ ચઢ્ઢા અને રક્ષા બંધનનો બહિષ્કાર કરવાની માંગ કરી રહ્યા છે. જો કે બંને ફિલ્મો લાંબા વીકેન્ડ (Weekend) પર રિલીઝ થઈ રહી છે. તેથી ફિલ્મો પાસેથી સારી કમાણી થવાની આશા રાખી શકાય. લાલ સિંહ ચઢ્ઢાનું એડવાન્સ બુકિંગ (AdvanceBooking) પણ વધારે છે કારણ કે તે રક્ષાબંધન કરતાં વધુ સ્ક્રીન પર રિલીઝ થઈ રહી છે. પરંતુ કેટલીકવાર ફિલ્મોની વાર્તા આંકડાઓને ખોટા સાબિત કરી દે છે.

જાણો ફિલ્મ રિલીઝ પહેલા બંને ફિલ્મે કેટલી કમાણી કરી
લાલ સિંહ ચઢ્ઢા દ્વારા આમિર ખાન ચાર વર્ષ પછી સ્ક્રીન પર વાપસી કરવા જઈ રહ્યો છે. ચાહકોને આ ફિલ્મથી ઘણી આશાઓ છે. મળતી માહિતી મુજબ આ ફિલ્મે રિલીઝ પહેલા જ 11 કરોડથી વધુનો બિઝનેસ કરી લીધો છે. તેમજ લાલ સિંહ ચઢ્ઢા પહેલા દિવસે 12 થી 14 કરોડ રૂપિયાની કમાણી કરી શકે છે. આ સામે રક્ષાબંધનની વાત કરીએ તો રક્ષાબંધનનું એડવાન્સ બુકિંગ લાલ સિંહ ચઢ્ઢાની સરખામણીમાં ઘણું પાછળ ચાલી રહ્યું છે. મળતી માહિતી મુજબ રક્ષાબંધન માટે અત્યાર સુધીમાં 4 કરોડ સુધીનું એડવાન્સ બુકિંગ થઈ ચૂક્યું છે. આ હિસાબે રક્ષાબંધનના ઓપનિંગ ડે પર 8 થી 10 કરોડની કમાણી કરી શકે છે.

લાલા સિંહ ચઢ્ઢા રિવ્યુ
વાત કરીએ લાલા સિંહ ચઢ્ઢા ફિલ્મની તો સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ એક અદ્ભુત ફિલ્મ છે. લાંબા સમય પછી આવી ફિલ્મ આવી છે જે તેના કન્ટેન્ટના કારણે રાજ કરશે. આ ફિલ્મમાં ભારતીય ઈતિહાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દેશની આઝાદી હોય, શીખો વિરૂદ્ધ હિંસા હોય, બાબરી મસ્જિદ ધ્વંસનો સમય હોય કે બીજું કંઈ, તે સમય સાથે સંપૂર્ણ ન્યાય કરવામાં આવ્યો છે. લાલ સિંહ ચઢ્ઢાને અંગ્રેજી ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’નું હિન્દી વર્ઝન કહેવામાં આવી રહ્યું છે. પરંતુ અતુલ કુલકર્ણીએ લખેલી આ ફિલ્મ એ અંગ્રેજી પિક્ચર કરતાં ઘણી વધારે છે.

રક્ષાબંધન રિવ્યુ
રક્ષાબંઘનની વાત કરીએ તો 2022માં બે ફ્લોપ ફિલ્મ આપ્યા બાદ અક્ષય કુમારે ફરી એકવાર સિનેમા હોલ એન્ટ્રી મારી છે. મળતી માહિતી મુજબ અક્ષય કુમારની આ ફિલ્મને સેલેબ્સ અને પબ્લિક પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મ જોઈને લોકો ભાવુક થઈ રહ્યા છે. યુઝર્સે આ ફિલ્મને વર્ષ 2022ની સર્વશ્રેષ્ઠ ફિલ્મ ગણાવી છે. અક્ષય કુમારની સારી એક્ટિંગના વખાણ થઈ રહ્યા છે. આ ફિલ્મ કોમેડી અને લાગણીઓનું મિશ્રણ છે. ફિલ્મ રક્ષાબંધન આનંદ એલ રાય દ્વારા નિર્દેશિત છે. ફિલ્મમાં દહેજ પ્રથા અને ભાઈ-બહેનનું બંધન બતાવવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર બંને ફિલ્મોના વખાણ થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં કઈ ફિલ્મ બોક્સ ઓફિસ પર જંગ જીતશે તે કહેવું મુશ્કેલ હશે.

Most Popular

To Top