Home Articles posted by Samkit Shah (Page 14)
 સરકારે કોન્ટેક્ટ ટ્રેસિંગના નામે આરોગ્ય સેતુ નામની એપ પર લોકોનો અંગત ડેટા લેવા માંડતા વિવાદ થયો હતો. આરોગ્ય સેતુનો હેતુ લોકોને કોવિદ-૧૯ પોઝિટિવ વ્યક્તિથી સતર્ક કરવાનો હતો, પણ તેને ફરજિયાત બનાવવામાં આવતાં લોકોની પ્રાઇવસી ભયમાં આવી ગઈ હતી. હવે લગભગ આરોગ્ય સેતુ એપનો ઉપયોગ નહિવત્ થઈ ગયો છે ત્યારે સરકાર દ્વારા કોરોનાની રસી લેનારાં લોકોને […]
જો બાઇડન ૭૮ વર્ષની ઉંમરે વ્હાઇટ હાઉસમાં વસવાટ કરીને અમેરિકાના સૌથી વયોવૃદ્ધ પ્રમુખ બન્યા છે. તેમણે ૧૯૭૨ માં ૨૯ વર્ષની ઉંમરે દેલવારા રાજ્યમાંથી ચૂંટાઇને અમેરિકાના સેનેટર તરીકેની કારકિર્દી શરૂ કરી હતી. ૩૬ વર્ષ તેઓ સેનેટમાં રહ્યા હતા. ૧૯૮૮ માં તેઓ અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી લડ્યા હતા, પણ હાર્યા હતા. ૨૦૦૯ થી ૨૦૧૭ દરમિયાન બરાક ઓબામા પ્રમુખ […]
ભારતના બંધારણની ૧૯ મી કલમ દેશનાં તમામ નાગરિકોને અભિવ્યક્તિની આઝાદી આપે છે, પણ તે આઝાદી એવી ન હોવી જોઈએ કે કોઈ પણ વ્યક્તિ કોઈ ધર્મની નિંદા કરે અને તેને કોઈ સજા ન થાય. તાજેતરમાં એમેઝોન પ્રાઈમ નામના ઓટીટી પ્લેટફોર્મ પર વૈદિક ધર્મના ભગવાન શંકર બાબતમાં અપમાનજનક વિધાનો કરવા બદલ ‘તાંડવ’ નામની સિરિયલના નિર્માતા સામે દેશનાં […]
કોરોના સામેની રસીના ડોઝ દેશભરમાં પહોંચી ગયા છે અને રસીકરણની ઝુંબેશ શરૂ થઈ ગઈ છે. શરૂઆતના તબક્કામાં ત્રણ કરોડ હેલ્થ ફ્રન્ટલાઈન વર્કરોને રસી આપવામાં આવશે. ભારતે બે ફાર્મા કંપની પાસેથી રસી ખરીદી છે. પુણેની સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયા પાસેથી ‘કોવિશિલ્ડ’ અને દેશની ભારત બાયોટેક કંપની પાસેથી ‘કોવેક્સિન’ નામની રસી ખરીદી છે. સરકારે જે રસી ખરીદી […]
લોકડાઉનને કારણે ભારતના અર્થતંત્રને જે મરણતોલ ફટકો પડ્યો તેનો પ્રભાવ હવે બેન્કિંગ ક્ષેત્રમાં વર્તાઈ રહ્યો છે. જો બેન્કો દ્વારા કોઈ વ્યક્તિને કે કંપનીને લોન આપવામાં આવી હોય અને તે વ્યાજ ભરવામાં ચૂકી જાય તો ૯૦ દિવસ પછી તેની લોનને નોન પર્ફોર્મિંગ એસેટ તરીકે જાહેર કરવામાં આવે છે, જેને બેન્કિંગની પરિભાષામાં એનપીએ કહેવામાં આવે છે. જે […]
તા. ૬ જાન્યુઆરી પહેલાં જગતમાં બહુ ઓછા લોકોએ ‘ક્યુએનોન’ નામના રહસ્યમય જૂથનું નામ સાંભળ્યું હશે. ૬ જાન્યુઆરીના રોજ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો જે રીતે કેપિટોલ બિલ્ડીંગ પર ત્રાટક્યા તેની પાછળ ‘ક્યુએનોન’ નામના ગુપ્ત તોફાની જૂથનો હાથ હોવાનું બહાર આવ્યું છે. આ જૂથ અત્યાર સુધી સોશિયલ મીડિયામાં જ પ્રચારનો મારો ચલાવી રહ્યું હતું. તેના સંચાલકો […]
દુનિયાની કોઈ કરન્સીમાં જેટલી ઉથલપાથલ જોવા નહીં મળી હોય તેટલી ઉથલપાથલ બિટકોઈન નામની ક્રિપ્ટોકરન્સીમાં જોવા મળી હતી. ૨૦૧૫ માં બ્લોકચેઇન ટેકનોલોજી આધારિત બિટકોઈન ચલણમાં આવ્યા ત્યારે એક બિટકોઈનની કિંમત એક ડોલર જેટલી હતી. બે નંબરમાં રોકાણ કરનારાને બિટકોઈનમાં સ્વર્ગ દેખાતાં તેની કિંમત વધવા લાગી હતી. ૨૦૧૮ ના પ્રારંભમાં તેની કિંમત વધીને ૨૦ હજાર ડોલર પર […]
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ લોકશાહી માટે એટલા જોખમી પુરવાર થયા છે કે તેઓ હવે માત્ર ૯ દિવસ સત્તામાં રહેવાના છે; તો પણ તેમને પાણીચું આપવાની વિચારણા ચાલી રહી છે. તા. ૬ જાન્યુઆરીના ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો દ્વારા રાજધાની કેપિટોલ હિલ પર હુમલો કરવામાં આવ્યો તેને કેટલાક નિરીક્ષકો બળવો ગણાવે છે. કેટલાક રાજનીતિજ્ઞો માગણી કરી રહ્યા છે […]
અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટને ગરીબ દેશોને આપવામાં આવતી ખેરાત બાબતમાં સૂચક નિવેદન કર્યું હતું કે ‘‘નો લંચ ઇઝ ફ્રી.’’ શ્રીમંત દેશો ગરીબ દેશોને જે રાહતસામગ્રી મફતમાં આપતા હોય છે તેના બદલામાં તેની બજારો પર અને તેનાં કુદરતી સાધનો પર કબજો જમાવતા હોય છે. આ વાત આજના સમાજ પર નિયંત્રણ ધરાવતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મોને પણ […]
ભારતની લોકશાહી અને ચીનની સરમુખત્યારશાહી વચ્ચે પાયાનો તફાવત છે કે ભારતમાં સરકારની માફકસરની ટીકા કરવાનો દરેક નાગરિકને અધિકાર છે, જ્યારે ચીનમાં સરકારની નાનકડી પણ ટીકાને ગુનાઈત કૃત્ય ગણવામાં આવે છે. ચીનના સૌથી ધનિક નાગરિક જેક માએ જાણતા કે અજાણતા સરકારની ટીકા કરવાનો ગુનો કર્યો અને તેઓ તેની સજા ભોગવી રહ્યા છે. છેલ્લા લગભગ બે મહિનાથી […]