Home Articles posted by Samkit Shah (Page 18)
લોકડાઉનના નામે દાડિયા મજૂરો અને નાના વેપારીઓને બરબાદ કર્યા પછી ભાજપની મુખ્યતાવાળી સરકાર હવે ત્રણ ખતરનાક સૂચિત કાયદાઓ દ્વારા દેશના કરોડો કિસાનોને બરબાદ કરવાની યોજના તૈયાર કરી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા લોકસભામાં મંગળવારે એક અને ગુરુવારે બે ખરડાઓ પસાર કરવામાં આવ્યા છે. જો આ ખરડાઓ કાયદા બની જશે તો મલ્ટિબ્રાન્ડ રિટેલનો ધંધો કરતી જાયન્ટ […]
મીડિયા દ્વારા કોરોનાનો એવો હાઉ ઊભો કરવામાં આવ્યો છે કે સૌ કોવિડ-૧૯ ની રસીની કાગડોળે પ્રતીક્ષા કરી રહ્યા છે. જો કોઈએ કોરોનાની રસી લીધી હોય તો ખબર કેમ પડે? તે જાણવા માટે પુરાવા તરીકે સરકાર ભારતના દરેક નાગરિકને હેલ્થ કાર્ડ આપવા માગે છે, જેની જાહેરાત વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તા. ૧૫ ઓગસ્ટે લાલ કિલ્લા […]
તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૩૩ મિનિટનું ભાષણ આપ્યું તેમાં ૧૭ વખત આત્મનિર્ભર શબ્દનો પ્રયોગ કર્યો હતો. અત્યાર સુધી આપણે માનતા હતા કે આપણા દેશની કંપનીઓ દ્વારા આપણા દેશમાં પેદા થયેલો માલ જ વેચવામાં આવે તેને આત્મનિર્ભર ભારત કહેવાય. હવે ભાજપે અને મોદીએ આત્મનિર્ભર શબ્દનો અર્થ જ બદલી નાખ્યો છે. તેમની નવી પણ કઢંગી વ્યાખ્યા […]
એક સાધુએ સાપને સલાહ આપી હતી કે તારે લોકોને કરડવું નહીં; પણ ફૂંફાડો મારવાનું ભૂલવું નહીં. જો સાપ અહિંસક બની જાય અને ફૂંફાડો મારવાનું બંધ કરે તો લોકો તેને પથ્થરથી મારી નાખે તેવું પણ બની શકે તેમ હતું. ભારત અને ચીન વચ્ચેના સંબંધો પણ તેવા જ છે. જો ભારત ચીનને ફૂંફાડો પણ મારવાનું બંધ કરી […]
ચીનના પિપલ્સ લિબરેશન આર્મીના કમાન્ડરોએ ૨૮ ઓગસ્ટના સવારે ચુશુલ ક્ષેત્રમાં સ્થાનિક હોટલાઈન ઉપર ભારતના કમાન્ડરોનો સંપર્ક સાધ્યો અને લાઇન ઓફ કન્ટ્રોલ પર સંયમ રાખવાની વાતો કરી. ચીનના કમાન્ડરે કહ્યું કે તેઓ શાંતિ ચાહતા હોવાથી ભારતના સૈન્યે નાઇટ પેટ્રોલિંગ કરવાની જરૂર નથી. આ સાંભળતાં જ ભારતીય કમાન્ડરો સચેત થઈ ગયા. રાતે કોઈ પણ ઘટના બને તેના […]
અનામતનો લાભ લેવા સમૃદ્ધ અને વગદાર સવર્ણોમાં હોડ જામી છે. બંધારણના ઘડવૈયાઓ દ્વારા માત્ર પછાત જાતિઓને સરકારી નોકરીઓમાં અને શૈક્ષણિક સંસ્થાઓમાં મર્યાદિત કાળ માટે અનામત આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. બંધારણ અમલમાં આવ્યું તેને ૭૦ વર્ષ વીતી ગયાં પછી પણ આ મર્યાદિત કાળ પૂરો થયો નથી. હવે મહારાષ્ટ્રમાં મરાઠાઓ, ગુજરાતમાં પાટીદારો, રાજસ્થાનમાં ગુજ્જરો અને હરિયાણામાં […]
ભારતની સરકાર માટે શિક્ષણનું કેટલું મહત્ત્વ છે તે કોરોનાની કટોકટી દરમિયાન પુરવાર થઈ ગયું છે. માર્ચના અંતમાં સરકાર દ્વારા જ્યારે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું ત્યારે શાકભાજી, કરિયાણું અને દૂધની ડેરી સિવાયની તમામ દુકાનો બંધ કરાવવામાં આવી હતી, પણ બેન્કો, હોસ્પિટલો અને શેર બજાર ખુલ્લાં રાખવામાં આવ્યાં હતાં. બેન્કો અને હોસ્પિટલો તો જાણે સમજ્યા; પણ શેર […]
જો સરકારનું કે સંસદનું ચાલે તો બંધારણના મૂળભૂત ઢાંચાના ફુરચેફુરચા ઉડાવીને દેશમાં સરમુખત્યારશાહીની સ્થાપના કરી દે. જ્યારે શ્રીમતી ઇન્દિરા ગાંધી વડાં પ્રધાન હતાં ત્યારે બંધારણના મૂળભૂત ઢાંચા સાથે છેડછાડ કરવાના ઘણા પ્રયાસો થયા હતા. કેરળના એક હિન્દુ મઠના અધિપતિ સ્વામી કેશવાનંદ ભારતી તેની સામે લાંબું કાનૂની યુદ્ધ લડ્યા હતા. યુદ્ધના અંતે સુપ્રિમ કોર્ટે સીમાચિહ્નરૂપ ચુકાદો […]
ફેસબુક દ્વારા જમણેરી વિચારધારાને પ્રોત્સાહન આપવામાં આવે છે; પણ ડાબેરી વિચારધારાને કદ પ્રમાણે વેતરી કાઢવામાં આવે છે, તેવો આક્ષેપ થઈ રહ્યો છે. મૂળ વિવાદ ભાજપના અને કોંગ્રેસના પ્રચારતંત્ર વચ્ચેનો છે. ૨૦૧૪ માં લોકસભાની ચૂંટણીઓ યોજાઈ તે પહેલાંથી ભાજપે પોતાની વિચારધારાના પ્રચાર માટે સોશિયલ મીડિયાનો વ્યાપક ઉપયોગ કરવા માંડ્યો હતો. કોઈ પણ દેશમાં કે સમાજમાં લોકોના […]
ગલવાન ખીણમાં ભારતીય સૈન્યને હાથે માર ખાધા પછી પણ ચીનના લશ્કરની સાન ઠેકાણે આવી હોય તેમ લાગતું નથી. ચીને લાગ જોઈને પાંગોંગ લેકની ઉત્તર બાજુએ ભારતની કેટલીક જમીનો પર કબજો કરી લીધો હતો. આ વિવાદનો હલ કાઢવા માટે ભારત અને ચીનના લશ્કરી અધિકારીઓ વચ્ચે મંત્રણાઓ ચાલી રહી હતી ત્યાં ચીનના સૈન્યે પાંગોંગ લેકની દક્ષિણ બાજુએ […]