Home Articles posted by Samkit Shah (Page 15)
ભારત એક ગરીબ દેશ છે. ભારત સરકારની તિજોરી હંમેશા તળિયું દેખાડતી હોય છે. સરકાર પાસે કોઈ પણ વિકાસનું કામ માગવામાં આવે ત્યારે જવાબ મળે છે કે બજેટ નથી. પરંતુ કોરોનાના સંકટને સરકારે એટલી બધી ગંભીરતાથી લીધું છે કે તેની રસી માટે સરકારે આશરે ૫૦,૦૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. ભારતની વસતિ લગભગ ૧૩૦ કરોડની છે. […]
કહેવાય છે કે ભગવાનના દરબારમાં દેર છે, પણ અંધેર નથી. ભારતના ન્યાયતંત્રનું પણ લગભગ તેવું છે. ભારતની કોર્ટોમાં વર્ષો સુધી અને ક્યારેક દાયકાઓ સુધી કેસો ચાલ્યા કરે છે, પણ છેવટે ચુકાદાઓ પણ આવે છે. ફોજદારી ગુનાઓ માટે અંગ્રેજીમાં કહેવત છે કે ‘‘ક્રાઇમ નેવર ગોઝ અન્પનીશ્ડ’’ (કોઈ પણ ગુનાની સજા મળ્યા વિના રહેતી નથી) કેરળના કોટ્ટાયમના […]
વિશ્વના ચોથા નંબરના ધનિક માર્ક ઝુકરબર્ગ ભારતના પહેલા નંબરના ધનિક મુકેશ અંબાણી સાથે ગોષ્ઠિ કરે તે માત્ર ભારતના ૧૩૮ કરોડ લોકો માટે નહીં, પણ દુનિયાના ૭૦૦ કરોડ લોકો માટે મહત્ત્વની ઘટના હતી. આ ઘટનાનું મહત્ત્વ વધુ હતું કારણ કે માર્ક ઝુકરબર્ગની કંપની ફેસબુકે તાજેતરમાં મુકેશ અંબાણીની કંપની જિયોમાં ૯.૯ ટકાની ભાગીદારી કરી છે. આ વર્ષના […]
પશ્ચિમ બંગાળમાં ચૂંટણીઓ અને હિંસા વચ્ચે જૂનો નાતો છે. પશ્ચિમ બંગાળમાં ત્રણ દાયકા સુધી ડાબેરી મોરચાનું શાસન હતું ત્યારે વિપક્ષોને લોખંડી હાથે કચડી નાખવામાં આવ્યા હતા. ચૂંટણી દરમિયાન કોઈ વિપક્ષી ઉમેદવાર ફોર્મ ભરવા પણ જઈ ન શકે તેવી હાલત હતી. સામ્યવાદી અને માર્ક્સવાદી પાર્ટીના કાર્યકરો માફિયાની જેમ ફરતા હતા. પોલિસ પણ તેમને કંઈ કહી શકતી […]
પંજાબ તેમ જ અન્ય રાજ્યના કિસાનો ત્રણ કાયદાઓ સામે આટલા ઝનૂનથી લડી રહ્યા છે તેના કેન્દ્રમાં સરકાર દ્વારા આપવામાં આવતા લઘુતમ ટેકારૂપ ભાવો છે, જે પ્રથા બંધ થઈ જવાનો ભય પેદા થયો છે. સરકાર દ્વારા અનાજ, કઠોળ, તેલીબિયાં વગેરે ૨૭ પદાર્થોમાં લઘુતમ ટેકારૂપ ભાવે ખરીદી કરવામાં આવે છે, જેને કારણે કિસાનને પોતાની પેદાશની વાજબી કિંમત […]
પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના લાખો કિસાનો જ્યારે દિલ્હીની સરહદે પહોંચી ગયા હતા ત્યારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પુણે, હૈદરાબાદ અને અમદાવાદમાં કોરોનાની રસીની ખરીદી કરવા નીકળ્યા હતા. ‘ગુજરાતમિત્ર’ના કાર્ટૂનિસ્ટ અશોક અદેપાલે અફલાતૂન કટાક્ષ કર્યો હતો કે જે કિસાનો પાસે ભૂખની રસી છે, તેમની મુલાકાત લેવાની વડા પ્રધાનને ફુરસદ નથી. હકીકતમાં કિસાનોના આંદોલનની ઉપેક્ષા […]
કોઇ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી થઈ રહી હોય અને તેમાં ભાજપના રાષ્ટ્રીય કક્ષાના સ્ટાર પ્રચારકો ઊતરી પડે તેવું ભાગ્યે જ બનતું હોય છે. તા. ૧ ડિસેમ્બરે હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી છે. તેમાં મતદારોને લોભાવવા માટે ભાજપે પોતાની તમામ તાકાત કામે લગાડી છે. ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ અને ગૃહ પ્રધાન અમિત શાહની રેલીઓ જોઈને લાગે કે તેઓ […]
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમના ઉપક્રમે જે ‘ચતુર્થ ઔદ્યોગિક ક્રાંતિ કેન્દ્ર’ નું ઉદ્ઘાટન કર્યું તેની માનવજાત પર દૂરોગામી અસરો પડવાની છે, જેની કદાચ આપણામાંના ઘણાને ખબર જ નથી. હકીકતમાં છેલ્લા બે દાયકામાં આ ચોથી ઔદ્યોગિક ક્રાંતિ શરૂ થઈ જ ગઈ છે, પણ હવે તે જે ઝડપથી આગળ વધી રહી છે તે જોતાં […]
કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા ત્રણ કાયદાઓના વિરુદ્ધમાં ચાલી રહેલું પંજાબના કિસાનોનું આંદોલન દિવસે દિવસે શાંત પડવાને બદલે વધુ ઉગ્ર બની ગયું છે. પંજાબના આશરે ત્રણ લાખ કિસાનો ગુરુ-શુક્ર દરમિયાન પોતાના ટ્રેક્ટરો સાથે દિલ્હીમાં પ્રવેશ કરવાના છે. તેઓ દિલ્હીના જનજીવનને અસ્તવ્યસ્ત કરી નાખશે તેવા ડરે સરકાર ફફડી ગઈ છે. છેલ્લા કેટલાય દિવસોથી સ્થાનિક અખબારોમાં […]
ભારતમાં બ્રિટીશ કાળમાં ઘડાયેલા કોર્ટના તિરસ્કાર માટેના કાયદાઓ આજે પણ ચાલુ છે. બ્રિટીશ રાજ દરમિયાન કોર્ટોના જજોને લોર્ડ કે ભગવાનનો દરજ્જો આપી દેવામાં આવ્યો હતો, જેમની જરા જેટલી પણ ટીકા કરનારને જેલભેગા કરવામાં આવતા હતા. ભારત દેશ આઝાદ થયો પણ બ્રિટીશ કાળમાં ઘડાયેલા કઢંગા કાયદાઓથી આપણને આજે પણ આઝાદી મળી નથી. થોડા સમય પહેલાં સુપ્રિમ […]