Home Articles posted by Samkit Shah (Page 17)
સુશાંતસિંહ રાજપૂતના કેસમાં ઘીના ઠામમાં ઘી પડી ગયું તે પહેલાં મોટી રાજકીય સોદાબાજી થઈ ગઈ હોવાની સંભાવના છે. બોલિવૂડના હીરો સુશાંતસિંહે પંખા પર લટકીને આપઘાત કર્યો હતો તેવા સમાચાર અખબારોમાં ચમક્યા હતા અને મુંબઇ પોલિસ તે દિશામાં જ તપાસ ચલાવી રહી હતી. અચાનક સોશિયલ મીડિયામાં જોરશોરથી સંદેશાઓ વહેતા થયા કે સુશાંતસિંહની હત્યા થઈ છે અને […]
આપણા દેશમાં બોફોર્સનું કૌભાંડ થયું તે પહેલાંથી શસ્ત્રોની ખરીદીમાં દલાલોની અને વચેટિયાઓની પ્રથા બંધ કરવામાં આવી છે. તેમ છતાં સંરક્ષણ ખાતાને જ્યારે પણ શસ્ત્રસામગ્રીની ખરીદી કરવી હોય ત્યારે તેમને વચેટિયાઓ વગર ચાલતું જ નથી. અભિષેક વર્મા નામનો હાઇ પ્રોફાઇલ દલાલ  અને તેની રોમેનિયન પત્ની સીબીઆઇની કસ્ટડીમાં છે. અભિષેક વર્માના હાથમાં સંરક્ષણ ખાતાના અત્યંત ગુપ્ત દસ્તાવેજો […]
ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાનું નહીં પણ જંગલનું રાજ ચાલી રહ્યું છે તે વાત હવે સાબિત થઈ ગઈ છે. કોઈ ગરીબ દલિત કન્યા પર બળાત્કાર કરવામાં આવે, બળાત્કાર કરનારા ઉચ્ચ વર્ણના પુરૂષો હોય, બળાત્કારનો ભોગ બનનારી કન્યાની હત્યા કરી નાખવામાં આવે; તો પણ સરકારી તંત્ર અને ભાજપના નેતાઓ એવું સાબિત કરવાની કોશિષ કર્યા કરે કે […]
જો આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જીવતા હોત તો તેઓ કોરોનાની રસી બનાવવાનો વિરોધ કર્યા વિના રહેત નહીં. ગાંધીજીએ આરોગ્યની કૂંચી નામના પુસ્તકમાં લખ્યું હતું કે ‘‘રસી બનાવવાની પ્રથા અત્યંત બર્બર છે અને તે આપણા સમયનો મોટામાં મોટો ભ્રમ છે.’’ રસીથી કોઈ પણ રોગના ફેલાવા સામે રક્ષણ મળે છે તેને ગાંધીજી ભ્રમજાળ માનતા હતા. આજે દવા […]
વિશ્વની મહાસત્તાઓનું મુખ્ય કામ દુનિયાના નાના દેશોને અંદરોઅંદર લડાવીને પોતાનાં શસ્ત્રોનાં કારખાનાં ધમધમતાં રાખવાનું છે. જો કોઈ બે પડોશી દેશો સંપીને રહેતા હોય તો તેઓ તેમની વચ્ચે વિવાદનો કોઈ મુદ્દો ઊભો કરે છે અને તેમને લડાવે છે. આ કારણે કાયમ દુનિયાના કોઈ ને કોઈ ભાગમાં યુદ્ધ ચાલતું જ હોય છે. હમણાં ભૂતપૂર્વ સોવિયેટ યુનિયનમાંથી છૂટા […]
અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતકાળમાં ક્યારેય ઊભી ન થઈ હોય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસની પત્રકાર પરિષદ સમક્ષ વિસ્ફોટક નિવેદન કર્યું હતું કે જો તેઓ ચૂંટણીમાં હારી જશે તો સહેલાઈથી ખુરશી છોડી દેશે તેવું માની લેવું નહીં. અમેરિકામાં જેટલા પણ સર્વે કરવામાં આવ્યા છે તેમાં ડેમોક્રેટિક ઉમેદવાર જો બિડન આગળ […]
દેશમાં જ્યારથી હરિયાળી ક્રાંતિ (કે ભ્રાંતિ?) આવી ત્યારથી ભારતનો કિસાન કોર્પોરેટ ક્ષેત્રની દયા પર જીવતો થઈ ગયો છે. કિસાન જ્યાં સુધી છાણિયું ખાતર, દેશી બિયારણ અને હળ વાપરતો હતો ત્યાં સુધી તે ખરા અર્થમાં આઝાદ હતો. કૃષિમાં જ્યારથી કેમિકલ ફર્ટિલાઈઝરો, જંતુનાશક દવાઓ, સંકર બિયારણ અને ટ્રેક્ટર આવ્યા ત્યારથી તે ઉદ્યોગપતિઓની દયા પર જીવતો થઈ ગયો […]
અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી તા. ૩ નવેમ્બરે થવાની છે. રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ બીજી ટર્મ માટે પ્રમુખ બનવા થનગની રહ્યા છે તો ડેમોક્રેટિક ઉમેદવાર જો બિડેન તેમને પડકારી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ પર આક્ષેપ થઈ રહ્યો છે કે તેમણે કોરોનાની બીમારીને ગંભીરતાથી ન લીધી તેને કારણે બે લાખ જેટલાં અમેરિકનો માર્યા ગયાં હતાં. જો બિડેન અમેરિકાને […]
એક સમયે આખો ભારત દેશ ગૃહ ઉદ્યોગોથી ધમધમતો હતો, જેને કારણે કરોડો નાના કારીગરો સ્વમાનથી રોજી રળી શકતા હતા. પહેલાં દુનિયામાં અને પછી દેશમાં ઔદ્યોગિક ક્રાંતિ આવી તેને કારણે ગામડાંના કારીગરો બેકાર બની ગયા અને શહેરોનાં કારખાનાંઓમાં મજૂર બનીને કામ કરવા લાગ્યાં. શહેરમાં ચાલુ થતું એક કારખાનું કદાચ સો મજૂરોને રોજગાર આપતું હશે; પણ તેને […]
લોકડાઉનના નામે દાડિયા મજૂરો અને નાના વેપારીઓને બરબાદ કર્યા પછી ભાજપની મુખ્યતાવાળી સરકાર હવે ત્રણ ખતરનાક સૂચિત કાયદાઓ દ્વારા દેશના કરોડો કિસાનોને બરબાદ કરવાની યોજના તૈયાર કરી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા લોકસભામાં મંગળવારે એક અને ગુરુવારે બે ખરડાઓ પસાર કરવામાં આવ્યા છે. જો આ ખરડાઓ કાયદા બની જશે તો મલ્ટિબ્રાન્ડ રિટેલનો ધંધો કરતી જાયન્ટ […]