World

ચીને અરૂણાચલના વધુ 11 સ્થળોના ચીની નામ જાહેર કર્યા

બૈજિંગ: ચીને (China) અરૂણાચલ પ્રદેશ (Arunachal Pradesh) પર પોતાના દાવા પર ભાર આપવાના પ્રયાસમાં આ ભારતીય રાજ્યના સ્થળોને નામોનો ત્રીજો સેટ ચીની, તિબેટિયન અને પિનયિન અક્ષરોમાં જારી કર્યો છે. ચીનના નાગરિક બાબતોના મંત્રાલયે આજે અરૂણાચલ પ્રદેશના ૧૧ સ્થળોના સ્ટાર્ન્ડડાઇઝ્ડ નામોનો એક સેટ રવિવારે જારી કર્યો હતો, જે અરૂણાચલ પ્રદેશને ચીન ઝાંગનાન, દક્ષિણ તિબેટ તરીકે ઓળખાવે છે અને તેના અનેક સ્થળો, નદીઓ, પર્વતો વગેરેના ચીની નામો તે અગાઉ જાહેર કરી ચુકયું છે. રવિવારે ચીનના મંત્રાલય દ્વારા જે ૧૧ સ્થળોના નામો ચીની ભાષામાં જારી કરવામાં આવ્યા છે તેમાં બે જમીન વિસ્તારો, બે રહેણાક વિસ્તારો, પાંચ પર્વતો, બે નદીઓનો સમાવેશ થાય છે. તેણે આ સ્થળોને કેટેગરી, તેમના પેટા વહીવટી જિલ્લાઓની સાથે યાદીમાં દર્શાવ્યા છે એ મુજબ ગ્લોબલ ટાઇમ્સ અખબારે આજે અહેવાલ આપ્યો હતો.

  • બે જમીન વિસ્તારો, બે રહેણાક વિસ્તારો, પાંચ પર્વતો અને બે નદીઓના ચીની નામો જારી કર્યા
  • ત્રીજી વખત આવી ચેષ્ટા કરી, અગાઉ બે વખત આવી બે યાદીઓ જાહેર થઇ ચુકી છે
  • ચીને અરૂણાચલના સ્થળોના ચીની નામોનો બહાર પાડેલો આ ત્રીજો સેટ
  • ભારતીય રાજ્યના સ્થળોને નામોનો ત્રીજો સેટ ચીની, તિબેટિયન અને પિનયિન અક્ષરોમાં જારી કર્યો

ચીને અરૂણાચલના સ્થળોના ચીની નામોનો બહાર પાડેલો આ ત્રીજો સેટ છે. આ પહેલા તે ૨૦૧૭મા છ સ્થળોના અને ૨૦૨૧માં ૧૫ સ્થળોના ચીની નામોના પહેલા અને બીજા સેટ જારી કરી ચુકયું છે. ભારતે ચીનની આ ચેષ્ટા સામે વિરોધ નોંધાવ્યો જ છે અને અરૂણાચલ પ્રદેશ પોતાનો અખંડ ભાગ હોવાનું ભારપૂર્વક જણાવ્યું છે. ડીસેમ્બર ૨૦૨૧માં વિદેશ મંત્રાલયના પ્રવકતા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે અરૂણાચલ પ્રદેશ ભારતનો અખંડ ભાગ હંમેશા હતો અને રહેશે, તેના સ્થળોના શોધી કઢાયેલા નામો આપી દેવાથી આ હકીકત બદલી શકાશે નહીં એમ તેમણે કહ્યું હતું.

Most Popular

To Top