ગુજરાતમાં વધુ એક ભરતી કૌભાંડનો પર્દાફાશ: PSIની શારીરિક કસોટીમાં વિદ્યાર્થીઓને પાસ કરવા આ ખેલ રચાયો

ગાંધીનગર : ગુજરાતમાં (Gujarat) એક બાદ એક ભરતી કૌભાંડ (scam)સામે આવી રહ્યાં છે. રાજ્યભરમાં ચર્ચા જગાવનાર પેપર લીક કૌભાંડ બાદ હવે પોલીસ દળની ભરતીમાં પણ ગેરરીતિ બહાર આવી છે. સુરેન્દ્ર નગર (Surendra nagar) ખાતે શારીરિક કસોટીમાં (Physical test) કેટલાંક પરીક્ષાર્થીઓને પાસ કરવા માટે છેડછાડ કરવામાં આવી છે. ખુદ ભરતી બોર્ડના અધ્યક્ષ IPS હસમુખ પટેલે (Hasmukh Patel) ગેરરીતિ અંગે ટ્વીટ કરી માહિતી આપી છે અને કસૂરવારો સામે કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી અનુસાર સુરેન્દ્ર નગર ખાતે PSI અને LRDની શારીરિક કસોટી લેવામાં આવી હતી. આ કસોટીમાં ઉમેદવારો નિયત સમયમર્યાદામાં ચોક્કસ મીટરની દોડ પૂરી કરવાની હોય છે, પરંતુ કેટલાંક ઉમેદવારો નિયત સમય કરતા મોડા લક્ષ્યાંક પર પહોંચ્યા હોઈ તેઓએ ભરતી વિભાગના કર્મચારીઓ સાથે સાંઠગાંઠ કરી સમયમાં છેડછાડ કર્યો હતો. આમ નાપાસ વિદ્યાર્થીઓ પાસ કરી દેવાયા હતા. કૌભાંડનો પર્દાફાશ થયા બાદ હવે તપાસ શરૂ કરવામાં આવી છે. PSI અને LRD શારિરીક કસોટી માટેના કોલ લેટરમાં છેડછાડ કરનાકા 5 ઉમેદવારો વિરૂદ્ધ ગુનો નોંધી તેઓની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગ્રાઉન્ડ પર પાસ થયેલા ઉમેદવારો ઓનલાઇન નાપાસ થયા છે. તથા કેટલાક ઉમેદવારોની કેટગરી પણ બદલાઈ ગઈ છે.

કોલલેટરમાં છેડછાડ કરનાર 5 ઉમેદવારોની ધરપકડ
રાજ્યભરમાં PSI અને LRD ભરતી માટે શારિરીક કસાટી લેવાય રહી છે. ત્યારે ઉમેદવારોના મનમાં ડર પણ છે કે તેઓ જે પરીક્ષા આપી રહ્યા છે તેમાં કોઈ કૌંભાડ ન થાય. તો બીજી તરફ રાજ્ય સરકાર પણ ખાસ ધ્યાન રાખી રહી છે કે ભરતી પ્રક્રિયામાં કૌંભાડ ન થાય. પરંતુ હાલમાં જ PSI અને LRD ભરતી પ્રક્રિયામાં કૌંભાડ થયા હોવાનું સામે આવ્યું છે. PSI અને LRD શારિરીક કસોટી માટેના કોલ લેટરમાં છેડછાડ કરનાકા 5 ઉમેદવારો વિરૂદ્ધ ગુનો નોંધી તેઓની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે ભરતી બોર્ડના અધ્યક્ષ IPS હસમુખ પટેલે ટવીટ્ કરીને માહિતી આપી હતી. કોલલેટરના સમયમાં છેડછાડ કરી ફેરફાર કરી સુરેન્દ્રનગર મેદાન પર શારિરીક કસોટી આપવા આવનાર 5 ઉમેદવારો વિરૂદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવી છે.

માત્ર 10 રૂપિયામાં કોલલેટરમાં છેડછાડનું કૌંભાડ થયું હતું
આ અગાઉ સુરેન્દ્રનગર પોલીસ ગ્રાઉન્ડ પર ચાલતી LRD અને PSI ભરતીની શારિરક પરિક્ષામાં ગેરરીતી આચરવામાં હોવાનું સામે આવ્યું હતું. જેમાં ઉમેદવારોના કોલ લેટરમાં છેડછાડ કરનાર છ આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા જેલ ભેગા કરવામાં આવ્યા હતા. જેમાં આરોપી એક ફોટોગ્રાફર હોવાનું સામે આવ્યું છે, અને તે માત્ર 10 રૂપિયામાં જ કોલ લેટરમાં છેડછાડ કર્યા હોવાનું પણ સ્વીકાર્યું હતું.

હેડક્લાર્ક પેપર લીક અને ઉર્જા વિભાગના ભરતી કૌભાંડે રાજ્યમાં ચર્ચા જગાવી હતી
રાજ્યમાં વધુ એક ભરતી કૌભાંડ (Scam) બહાર આવ્યું છે. હેડ કલાર્ક પેપરલીક કાંડને (Head clerk paper leak scam) બહાર પાડનાર આપના નેતા યુવરાજસિંહે (Yuvraj Singh ) હવે વીજ કંપનીના (Department of Energy) ભરતી કૌંભાડ અંગે ધડાકો કર્યો છે. યુવરાજસિંહે આક્ષેપ કર્યા છે કે છેલ્લાં 3 વર્ષમાં ઉર્જા વિભાગની ભરતીમાં મોટા પાયે કૌંભાડ થયા છે. રાજ્યમાં હેડ કલાર્ક પેપરલીક કાંડ બાદ ભરતી કૌંભાડનો ભાડો ફૂટ્યો છે. આપના નેતા યુવરાજસિંહે પ્રેસ કોન્ફરન્સ કરીને ગંભીર આક્ષેપો કરતા કહ્યું હતું કે આજે રાજ્યમાં જે પરીક્ષાઓ ચાલી રહી છે તેમાં ગેરરીતિ થઈ રહી છે. ઉર્જા વિભાગમાં જે ભરતી કરવામાં આવી છે તેમાં UGVCL, PGVCL, MGVCL, DGVCL એમ કુલ 5 વિભાગમાં ભરતી કૌંભાડ આચરવામાં આવ્યું છે.

Most Popular

To Top