Madhya Gujarat

મૃતદેહનું કલાકો સુધી પીએમ ન થતા પરિવારજનોમાં રોષ

શહેરા: શહેરા તાલુકાના લાભી ગામના કુવામાંથી સુરેલી ગામની પરણિતાની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.   લાશનુ પોસ્ટમોર્ટમ 15 કલાક બાદ પણ નહિ થતા પરીવારજનોએ પોલીસ સ્ટેશન ખાતે આક્રોશ સાથે  ઉગ્ર રજુઆત કરતા પોસ્ટમોર્ટમ કરવાની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી. શહેરા તાલુકાના  લાભી ગામના  પાણી ભરેલા કૂવામાં  સૂરેલી ગામની વર્ષા નામની પરણિતાની લાશ સ્થાનિક ગ્રામજનને જોવા  મળતા તેઓ એ પોલીસ ને જાણ કરી હતી. પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી જઈ ને જરૂરી કાર્યવાહી હાથધરી હતી.

સ્થાનિક લોકોની મદદથી પાણી ભરેલા કૂવામાં તરતી પરિણીતાની લાશ ને બહાર કાઢીને ગુરૂવારની સાંજે પોસ્ટમોર્ટમ માટે શહેરા બ્લોક કચેરી ખાતે મોકલી દેવામાં આવી હતી.જ્યારે  પોલીસ દ્વારા મૃતક ની  ઓળખ થતા તેના પિયર પક્ષ અને સાસરી પક્ષના લોકો ને જાણ કરતા તેઓ સ્થળ ખાતે દોડી આવ્યા હતા. પીએમ રૂમ માં મૃતદેહ  15 કલાક કરતા વધુ સમય સુધી રહેવા છંતા પોસ્ટમોર્ટમ નહિ  થતા પરિવારજનોએ ભારે આક્રોશ જોવા મળી રહયો હતો. મુતક ના પરીવારજનો સાથે મોટી સંખ્યા માં સગાસંબંધીઓ  પોલીસ સ્ટેશન ખાતે પહોંચી જઈને ભારે રોષ વ્યક્ત કરવા સાથે પોલીસની કામગીરીથી નારાજ થયા હતા.

લાશનૂ પોસ્ટ મોર્ટમ ન થતા લાશ કલાકો સુધી પી.એમ રૂમમા રઝળી રહેવા સાથે  પરીવારજનૌને ધોમધખતા  તાપમા તપાવાનૌ વારો આવ્યો હતો. મૃતકના પરીવારજનો નો  આક્રોશને જોતા  થોડા સમયમાં મૃતદેહનું પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે તાલુકાના વિસ્તારમાં કોઈપણ ઘટના બનતી હોય ત્યારે લાશનું પી.એમ અહીં કરવામાં આવતું હોય પરંતુ પરીવારજનોને જેમ બને તેમ જલ્દી પોસ્ટમોર્ટમ કરીને મૃતદેહ મળે તેવું આયોજન સબંધિત કચેરી દ્વારા કરવામાં આવવું જોઈએ જેથી હાલ જે ઘટના બની તેવી ફરીથી બની શકે નહી તેમ છે. એક તો પરીણીતાના મોતનું રહસ્ય અકબંધ હોવા સાથે  પરીવારજનો પર  દુઃખનું આભ તૂટી પડી હોય ત્યારે પોલીસ તંત્ર અને ડોક્ટર દ્વારા લાશનું પોસ્ટમોર્ટમ 15 કલાક પછી પણ નહી કરી શકતા માનવતા મરી પરવારી હોય તેમ લાગી રહ્યું હતુ.

Most Popular

To Top