Business

સુરતમાં પતંગના દોરાથી બાઇક સવારનું ગળું કપાયું

સુરત(Surat): ગોતાવાલાડી પાસે બ્રિજ ઉતરતી વખતે પતંગનો (Kite) દોરો (Thread) આવી જતા બાઇક સવારનું ગળું કરાયું હતું. બાઇક સવારને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યાં તેની તબિયત સુધારા પર છે.

સ્મીમેર હોસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર બેગમપુરા ખાતે જોરાવરના ટેકરા ખાતે રહેતા આરીફ હુસેન લોખંડવાલા( 45 વર્ષ) કલરકામ કરે છે. સાથે-સાથે રિક્ષા ચલાવી તેમજ રિક્ષા લે-વેચનું પણ કામ કરે છે. તે એક રિક્ષાના સોદા માટે કતારગામ વિસ્તારમાં ગયા હતા. તેમની સાથે તેમના મિત્ર હતા. રવિવારે તેઓ કતારગામમાં ગોતાલાવાડી બ્રિજ ઉતરતા હતા ત્યારે પતંગનો દોરો આવી જતા તેમનું ગળું કપાયું હતું. બેલેન્સ નહીં રહેતા તેઓ નીચે પડ્યા હતાં. તેમનો મિત્ર સાથે જ હતો. ત્યાર બાદ પરિવારજનો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમને પ્રાથમિક સારવાર સ્થાનિક દવાખાનામાં આપ્યા બાદ તેમને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યાં તેમની તબિયત હાલ સુધારા પર છે.

જહાંગીરપુરામાં ચણતરનું કામ કરતા તેરમાં માળેથી પટકાયેલા મજુરનું મોત
સુરત : શહેરના અલગ-અલગ વિસ્તારમાં અલગ-અલગ બનાવમાં ચણતરનું કામ કરતા ઉંચેથી પટકાયેલા બે મજુરોના મોત નિપજ્યા છે. જહાંગીરાબાદમાં તેરમા માળેથી પટકાયેલા મજુરનું મોત નિપજ્યું અને સૈયદપુરામાં ત્રીજા માળેથી પટકાયેલા મજુરનું મોત નિપજ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર ઉન પાટિયા ખાતે તિરૂપતિનગરમાં રહેતા હબીબ રઈસ બેગ (37 વર્ષ) આજરોજ સવારે જહાંગીરાબાદ વિસ્તારમાં ઉગત-કેનાલ રોડ પર શુભમ હાઇટ્સમાં તેરમાં માળ પર ચણતરનું કામ કરતો હતો. સવારે આશરે 8.30 વાગે તેને બેલેન્સ ગુમાવતા તે તેરમાં માળેથી પટકાયો હતો. તેને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. તેવી જ રીતે સૈયદપુરામાં પંપિંગ સ્ટેશન પાસે ચણતરનું કામ કરતા વિનોદ વિક્રમ ત્રીજા માળેથી પટકાતા તેને ગંભીર ઇજા થઈ હતી. તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

રમતા-રમતા ત્રીજા માળેથી પટકાયેલી ત્રણ વર્ષની બાળકીનું મોત
સુરત : પાંડેસરાના વડોદ વિસ્તારમાં ત્રીજા માળેથી પટકાયેલી 3 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન નવી સિવિલ હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર આકૃતિ ઉદયરામ (રહે. ભગવતીનગર, વડોદ, પાંડેસરા) રવિવારે સાંજે ત્રીજા માળે ગેલેરીમાં રમતી હતી. રમતા-રમતા પડી જતા તેને ગંભીર ઇજા થઈ હતી. તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. ત્યાં સારવાર દરમિયાન આજરોજ મોત નિપજ્યું હતું. પાંડેસરા પોલીસે અકસ્માત મોતનો બનાવ નોંધીને તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top