વડોદરા: કોરોના મહામારીમાં રાજ્ય સરકાર દ્વારા આશિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું ત્યાં આર્થિક લોકડાઉન માં છૂટછાટ મળતા બજારો ખુલતા નાગરિકો બજારોમાં ખરીદી કરવા જતા સોશિયલ ડિસ્ટન્સ ના ધજાગરા ઉડયા હતા. નાગરિકો બેકાબૂ થતાં ફરી કોરોના માથું ના ઉચકે તે માટે નાગરિકોને જાગૃત થવાની જરૂર છે. કોરોના મહામારી માં રાજ્યોમાં બીજી લહેર શરૂ થતા રાજ્ય સરકાર દ્વારા આંશિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું.
આશિક લોકડાઉન માં વેપારીઓ માત્ર 3 વાગ્યા સુધી દુકાનો ખોલી શકશે ત્યારબાદ કોરોના નું સંક્રમણ ધીરે ધીરે ઘટતા રાજ્ય સરકાર દ્વારા વેપારીઓ માટે 7 વાગ્યા સુધીનું વેપારીઓ ધંધો રોજગાર કરી શકશે રાજ્ય સરકાર દ્વારા આંશિક લોકડાઉન માં છૂટછાટ મળતા નાગરિકો પહેલાની જેમ કે કોરોના ભાગી ગયો છે ઘરથી બહાર નીકળ્યા હતા અને બજારોમાં ખરીદી કરવા માટે ઉમટી પડે વડોદરા શહેરનું હાર્ટ સમાન મંગળ બજાર જ્યાં મધ્ય ગુજરાતમાંથી લોકો ખરીદી કરવા માટે આવે છે. પરંતુ આંશિક લોકડાઉન ના કારણે બજાર ઘરાકી ઓછી જોવા મળતી હતી. પરંતુ સમયમાં છૂટછાટ મળતા નાગરિકોનો બજારોમાં ઘસારો જોવા મળ્યો હતો જેમાં સોશિયલ ડિસ્ટન્સ ના ધજાગરા જોવા મળ્યા હતા. ટ્રાફિક સિગ્નલ ઉપર વાહનોને લાઈનો પણ જોવા મળી હતી.
હવે જો નાગરિકો છૂટછાટ મળતા જો બેકાબૂ થશે તો ફરી કોરોના માથું ઊચકે તો નવાઈ નહીં. નાગરિકોએ હજુ પણ જાગૃત થવાની જરૂર છે અને સરકારની ગાઇડ લાઇનનો પણ પાલન કરવાની જરૂર છે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવશે તો કોરોના ફરી બેકાબૂ નહીં થાય. કોરોનાને મહાત આપવા માટે તંત્ર દ્વારા રસીકરણ કરાવવા માટે શાકભાજી વેચતા ફેરિયાઓની નોંધણી કરી રજિસ્ટ્રેશનની કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા માટે પોલીસ દ્વારા ઠેર પગલાં ભરવામાં આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાની ત્રીજી લહેર બાકી છે ત્યારે જો આવી રીતે માર્કેટ ભીડ ઊમટી પડશે તો ત્રીજી લહેરમાં મહામારી સર્જાય તો નવાઈ નહીં.