Vadodara

10 વર્ષથી ઘર વગરના સંજયનગરના પરિવારોનો આક્રોશ, વચનો તૂટ્યા, ભાડું બંધ

વડોદરા કોર્પોરેશન સામે રહીશોના ઉગ્ર નારા
હાઇકોર્ટના આદેશ છતાં મકાનો નહીં, પાલિકા કચેરીએ હલ્લાબોલ

વડોદરા : શહેરના સંજયનગર વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘર મળવાની આશા રાખી બેઠેલા સેંકડો પરિવારોનો સંયમ હવે ખૂટી ગયો છે. છેલ્લા 10 વર્ષથી મકાનની રાહ જોતા અને છેલ્લા ઘણા સમયથી બિલ્ડર દ્વારા નક્કી કરાયેલું ભાડું પણ બંધ થતાં રહીશો સોમવારે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીએ એકત્રિત થઈ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. રહીશોએ ‘હાય રે ભાજપ હાય હાય’ અને ‘હાય રે કોર્પોરેશન હાય હાય’ જેવા નારા લગાવી તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો.

ન ઘરના ન ઘાટના’ બનેલા પરિવારોની ચીમકી — ઉગ્ર આંદોલન થશે
સ્થાનિકોના જણાવ્યા અનુસાર હાઇકોર્ટ દ્વારા 36 મહિનામાં મકાનો ફાળવવાનો આદેશ આપવામાં આવ્યો હોવા છતાં વર્ષો વીતી ગયા છે અને હજુ સુધી કોઈ સ્પષ્ટ કામગીરી થઈ નથી. બીજી તરફ બિલ્ડર દ્વારા આપવાનું ભાડું પણ બંધ થતાં આર્થિક રીતે નબળા વર્ગના પરિવારો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. રહીશોએ ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં નક્કર પગલાં નહીં લેવાય તો તેઓ વધુ ઉગ્ર આંદોલન શરૂ કરશે.

Most Popular

To Top