Business

વૉટર અને ફાયર ડ્રમિંગ: ડ્રમ બિટ્સ માત્ર સંભળાય નહીં; દેખાય-અનુભવાય પણ

કોઈ બર્થડે કે વેડિંગ કે પછી ક્લબ પાર્ટી ચાલતી હોય, સ્ટેજ પર ડ્રમર ડ્રમ વગાડતા હોય, સ્ટેજ પર અંધકાર છવાયેલો હોય અને અચાનક જ ડ્રમમાંથી પાણીના ડ્રોપ્સ ઉછળતા દેખાય કે પછી ડ્રમરના પોતાના ડ્રમમાંથી કે તેની આજુબાજુ ગોઠવાયેલા ડ્રમમાંથી ફાયર ફ્લેમ નીકળતી દેખાય તો એ પાર્ટીનો નજારો કેટલો અદ્ભૂત લાગેને ! સુરત સિટીમાં ડ્રમિંગનો આ ટ્રેન્ડ ચાર પાંચ વર્ષથી જોવા મળે છે. હવે તો બર્થડે પાર્ટી હોય કે ફ્રેન્ડશીપ ડે કે વેલેન્ટાઈન ડેની પાર્ટી હોય તેમાં DJ કરતા પણ વધારે લોકોને ડિફરન્ટ ટાઈપના ડ્રમિંગ વધારે અટ્રેક્ટ કરવા લાગ્યા છે. ડ્રમ વાગતું હોય અને તેમાંથી પાણીની ધાર છૂટવા લાગે તો એ કેવી રીતે થઈ રહ્યું છે તેના વિચારમાં મગજ દોડવા લાગે. વળી, ઢોલમાંથી પાણી નીકળે તો પછી એ ઢોલ ખરબ નહીં થઈ જાય એવો સવાલ પણ થાય. આવા ડિફરન્ટ અને રોમાંચક ડ્રમિંગનો ટ્રેન્ડ કેમ યંગ જનરેશનને ગમે છે? ચાલો તે જાણીએ…

યુવાઓને ક્રિએટિવ અને એનર્જેટિક જોઈએ એટલે અવનવા ડ્રમિંગનો ટ્રેન્ડ આવ્યો
12 જેટલા દેશોમાં પોતાના ડ્રમ વાદનથી લોકોને અભિભૂત કરનારા સુરતના ડ્રમિસ્ટ મોન્ટુ મિસ્ત્રીએ જણાવ્યું કે, અત્યારની જનરેશનને પાર્ટી કલ્ચરમાં ક્રિએટિવ અને એનર્જેટિક જોઈએ એટલે તેમની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને વોટર ડ્રમિંગ, ફાયર ડ્રમિંગ, પૂલ પાર્ટી ડ્રમિંગનો ટ્રેન્ડ લાવવામાં આવ્યો છે. સુરતમાં પૂલ પાર્ટીમાં ડ્રમિંગનો ટ્રેન્ડ દોઢ બે વર્ષથી છે. હવે તો પાર્ટી એન્જોય કરવા આવેલી ગર્લ્સ પણ ડ્રમ વગાડવા લાગી જાય છે એમાં તેમને ખૂબ આનંદ આવતો હોય છે. ઘણીવખત દુલ્હન પણ ઢોલવાદન કરી પોતાના વેડિંગને યાદગાર બનાવે છે. મોટાભાગે રાત્રીના ઇન્ડોર કે મોટા ગ્રાઉન્ડમાં થતી રાત્રી પાર્ટીમાં ડ્રમિંગ કલ્ચર વધ્યું છે. હોળી-ધૂળેટીની પૂલ કે રેઇન ડાન્સ પાર્ટી દિવસે થતી હોય ત્યારે દિવસના સમયે ડ્રમિંગ થતું હોય છે.

ફાયર ડ્રર્મિંગમાં ડ્રમ વાગતું હોય અને ડ્રમમાંથી ફાયર નીકળે તે નજારો અદ્ભૂત

ઓપન ગ્રાઉન્ડ કોર્પોરેટ પાર્ટી અને વેલેન્ટાઈન પાર્ટીમાં ફાયર ડ્રર્મિંગ પર્ફોર્મ કરાતું હોય છે. આમાં ડ્રમની અંદર સિલિન્ડર હોય, પાઇપ લગાવેલી હોય, સ્પાર્ક મૂક્યું હોય. પ્લગીંગ કર્યું હોય તેનું મશીન ડ્રમિસ્ટના પગની નીચે હોય. તેને પગથી પુશ કરાય એટલે ફ્લેમ ઉપર આવે અને ડ્રમ વગાડાતું હોય. આના માટે ખાસ્સી પ્રેક્ટિસ કરવામાં આવતી હોય છે. જ્યારે ડ્રમ વગાડાય ત્યારે ફ્લેમનો ફ્લો ઓછો હોય. ફાયર ડ્રર્મિંગ વખતે ડ્રમિસ્ટની આજુબાજુ લોકોને 15-20 ફૂટ દૂર કરાય છે. ડ્રમિસ્ટ ફાયર સેફ્ટી ચશ્માં લગાવે છે અને માસ્ક પણ. સ્ટીક લાંબી હોય એટલે દૂરથી ડ્રમ વગાડાય છે. ડ્રમની વચ્ચે કટ કરાયું હોય તેની અંદરથી ફ્લેમ નીકળે છે. ડ્રમમાંથી ફાયર નીકળે તે જોવું લોકોને અદ્ભૂત લાગે છે. આજુબાજુમાં ગોઠવવામાં આવેલા ડ્રમમાંથી પણ ફ્લેમ નીકળતી હોય તેવું પણ સેટઅપ કરાય છે.
વેડિંગમાં પૂલ પાર્ટી વખતે ડ્રર્મિંગ જાનૈયાઓનો ઉત્સાહ વધારે છે

આમ તો ધૂળેટીના દિવસે પણ પૂલ પાર્ટીની મજા લેવાતી હોય છે તેમાં પણ હવે DJ સેટઅપની સાથે ડ્રર્મિંગ સેટઅપનો ટ્રેન્ડ છે. પૂલમાં પાણીની અંદર રહેલા વ્યક્તિઓની સામે પૂલની બહાર ડ્રમર ડ્રમ વગાડે એટલે પૂલની અંદર ઉતરેલી વ્યક્તિઓનો ડાન્સ કરવાનો મૂડ બની જાય છે. હવે વેડિંગમાં પૂલ પાર્ટીનો ટ્રેન્ડ છે. તેમાં પણ હવે તો DJ સેટઅપ સાથે લાઈવ ડ્રર્મિંગના સેટઅપનો કન્સેપ્ટ લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે. વેડિંગ અને ધૂળેટીની પૂલ પાર્ટી મોટાભાગે સવારમાં જ થતી હોય. આમાં ડ્રમ સાથેની પૂલ પાર્ટી ખૂબ ટ્રેન્ડિંગ બની છે.

Most Popular

To Top