National

શિમલામાં પોલીસ સામે પોલીસ:‘શર્ટલેસ પ્રોટેસ્ટ’ કેસમાં દિલ્હી પોલીસ અને હિમાચલ પોલીસ વચ્ચે ટકરાર

શિમલા ખાતે બુધવારે રાત્રે એક અનોખી ઘટના સામે આવી, જેમાં Delhi Police અને Himachal Pradesh Police વચ્ચે તણાવપૂર્ણ અથડામણ જેવી સ્થિતિ સર્જાઈ. “શર્ટલેસ પ્રોટેસ્ટ” કેસમાં યુથ કોંગ્રેસના ત્રણ કાર્યકરોની ધરપકડ મુદ્દે બંને પોલીસ દળો વચ્ચે 24 કલાક સુધી તંગદિલી ચાલી.

આ સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે દિલ્હી પોલીસે શિમલાના એક હોટેલમાંથી યુથ કોંગ્રેસના ત્રણ કાર્યકરો સૌરભ, સિદ્ધાર્થ અને અરબાઝ ને પકડી પાડ્યા.આ પ્રદર્શન ગયા 20 ફેબ્રુઆરીએ યોજાયેલા AI Impact Summit દરમિયાન થયેલા “શર્ટલેસ પ્રોટેસ્ટ” સાથે સંકળાયેલ હોવાનું જણાવાયું હતું. જોકે સ્થાનિક હિમાચલ પોલીસએ આ ધરપકડને “અનધિકૃત” ગણાવી અને કાર્યવાહી રોકી.

હિમાચલ પોલીસે દિલ્હી પોલીસના કાફલાને અનેક વખત અટકાવ્યો , વોરંટ તેમજ પુરાવા અંગે માહિતી માંગવામાં આવી ત્યારબાદ શિમલા પોલીસે સાદા કપડાંમાં આવેલા અજાણ્યા લોકો સામે અપહરણનો કેસ પણ નોંધ્યો, કારણ કે તેમની દલીલ મુજબ ત્રણેય યુવકોને યોગ્ય દસ્તાવેજો વગર રિસોર્ટમાંથી લઈ જવામાં આવ્યા હતા. બુધવારે મોડી રાત્રે આરોપીઓના મેડિકલ પરીક્ષણ બાદ તેમને એડિશનલ ચીફ જુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા, જ્યાંથી દિલ્હી પોલીસને ટ્રાન્ઝિટ રિમાન્ડ મળી. આથી તેઓ આરોપીઓને લઈને દિલ્હી જવા નીકળ્યા.

પરંતુ ગુરુવારે વહેલી સવારે ફરી એકવાર કાનલોગ અને પછી શોગી બોર્ડર પાસે દિલ્હી પોલીસના વાહનો રોકાયા. શિમલા પોલીસે એક વાહન જપ્ત કર્યું જેમાં CCTV ફૂટેજ અને ડિજિટલ પુરાવા હોવાનો આરોપ હતો. આ કારણે બંને પોલીસ દળો વચ્ચે ફરી તંગદિલી સર્જાઈ.અંતે દિલ્હી પોલીસે જપ્તી મેમોની નકલ શિમલા પોલીસને આપી, જેના બાદ સ્થિતિ શાંત થઈ અને દિલ્હી પોલીસને તેમના કાર્આય મુજબ આરોપીઓ સાથે દિલ્હી જવા દેવામાં આવ્યા. દિલ્હી પોલીસએ જણાવ્યું કે તેમને કુલ 18 કલાકનો ટ્રાન્ઝિટ રિમાન્ડ મળ્યો હતો, જેમાંથી ઘણો સમય આ તણાવમાં પસાર થઈ ગયો.

આ ઘટનાને લઈને હિમાચલ પોલીસએ અપહરણનો કેસ યથાવત રાખ્યો છે અને કોર્ટમાં ખાનગી ફરિયાદ પણ દાખલ કરી છે. બીજી તરફ આરોપીઓના વકીલોએ ધરપકડ પ્રક્રિયામાં ખામીઓ હોવાનું દાવો કર્યો છે, જ્યારે દિલ્હી પોલીસનો દાવો છે કે તમામ કાર્યવાહી કાયદેસર રીતે કરવામાં આવી છે.આ સમગ્ર ઘટનાએ રાજકીય અને કાનૂની ચર્ચાઓને વધુ તેજ કરી દીધી છે. ખાસ કરીને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી Sukhwinder Singh Sukhu દ્વારા અગાઉ થયેલી કાર્યવાહી પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.

Most Popular

To Top