પંચમહાલ જિલ્લા એસઓજી પોલીસની કાર્યવાહી
કાલોલ::
ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ SOG દ્વારા ભાગતા ફરતા આરોપી સામે સફળ કાર્યવાહી કરવામાં આવી છે. એસઓજી પોલીસ સ્ટેશનના પી.આઈ.ના માર્ગદર્શન મુજબ સ્ટાફને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી, જેના આધારે મળેલી બાતમી પરથી કાર્યવાહી હાથ ધરવામાં આવી.
મળતી માહિતી મુજબ વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઠગાઈ અને વિશ્વાસઘાતના ગુનામાં નાસ્તા ફરતા આરોપી વિનોદ દલપતભાઈ પરમાર (રહેવાસી: પરુણા, તા. કાલોલ, જી. પંચમહાલ) હાલ કાલોલ તાલુકાના કાસીયાઘોડા ત્રણ રસ્તા પાસે હાજર હોવાની એસઓજીના કોન્સ્ટેબલને બાતમી મળી હતી.
આ બાતમીના આધારે એસઓજીના ગોહિલ તથા સ્ટાફ દ્વારા સ્થળ પર પહોંચી તપાસ કરતાં આરોપી હાજર મળી આવ્યો હતો. ત્યારબાદ તેને પકડી કાયદેસર રીતે ધરપકડ કરી આગળની કાર્યવાહી માટે વેજલપુર પોલીસ મથકે સોંપવામાં આવ્યો છે.
આ કાર્યવાહીથી વિસ્તારમાં ઠગાઈ અને વિશ્વાસઘાતના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓમાં ફફડાટ ફેલાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.