ઘેજ : ચીખલી (Chikhli) તાલુકાના અંબાચમાં ગ્રામપંચાયત (Gram Panchayat) હસ્તકની મિલકતમાંથી (Property) બાવળના ઝાડો કાપવા (Cut) અંગે સર્જાયેલા વિવાદમાં સ્થાનિક આગેવાન દ્વારા સરપંચ પતિ (Husband) વિરુદ્ધ પોલીસ મથકે (Police Station) લેખિત રજૂઆત કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે. અંબાચ ગામના સુરેશ હરજીભાઈ પટેલે પોલીસ મથકે કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે તેમના સગાભાઈ સંજયભાઈની પત્ની (Wife) નયનાબેન ગામના સરપંચ છે. પરંતુ મોટેભાગે સરપંચની ખુરશી ઉપર સરપંચ પતિ જ બેસીને તલાટી તથા બીજા કર્મચારીઓ ઉપર આદેશો કરી મનસ્વી રીતે નિર્ણય લે છે.
- ચીખલીના અંબાચમાં બાવળના ઝાડો કાપવા અંગે સર્જાયેલા વિવાદમાં સરપંચ પતિની વોર્ડ સભ્યને મારી નાખવાની ધમકી
- સરપંચ પતિ વિરુદ્ધ પોલીસ મથકે લેખિત રજૂઆત કરી કાર્યવાહીની માંગ કરવામાં આવી
- ‘હું જ સરપંચ છું, મારુ ધારેલું જ કરીશ, તમારાથી થાય તે કરી લેજો’ સરપંચ પતિની ધમકી
- બાવળની હરાજી દરમ્યાન ભારે હોબાળો સર્જાયો હતો અને એક સમયે વાતાવરણ ઉગ્ર બની ગયું હતુ
થોડા સમય પહેલા વોર્ડ – નં.3ના વિસ્તારમાંથી ગ્રામપંચાયત હસ્તકની મિલકતમાંથી મનસ્વી રીતે બાવળના ઝાડો કાપવાનો આદેશ કરી કાપવાનું શરૂ પણ કરી દેતા ગામમાં વિરોધ થતા અડધા ઝાડો કપાયા બાદ પરવાનગી માટે તજવીજ કરી હતી. અને ફક્ત એક જ દિવસના અંતરે જાહેર નોટિસ બોર્ડ ઉપર લગાવી 7-6-22ના રોજ મનસ્વી રીતે હરાજી રાખી દીધી હતી. ત્યારે હરાજી શરૂ કરતા પહેલા વોર્ડ નં. – 3ના સભ્ય ભાસ્કરભાઈ પટેલે સરપંચ નયનાબેનને ‘તમે જે ઝાડો કાપેલા તેની લેખિત જાણ વોર્ડ સભ્યોને કરી નથી કહેતા, સરપંચ કંઇપણ બોલે તે પહેલા સરપંચ પતિએ ‘હું સરપંચ છું હું મારુ ધારેલું જ કરીશ, તમારાથી થાય તે કરી લેજો’ કહી ધમકી આપી હતી. આમ હરાજીના સમયે ઉગ્ર વિવાદ સર્જાતા રજૂઆતકર્તાનો કોલર પકડી લઈ તેમની સાથેના અસામાજિક તત્વો મારફત મારવાની કોશિશ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. અંબાચ ગામ પંચાયત કચેરીમાં ગતરોજ બાવળની હરાજી દરમ્યાન ભારે હોબાળો સર્જાયો હતો અને એક સમયે વાતાવરણ ઉગ્ર બની ગયું હતુ. જે અંગેનો વિડીયો પણ વાયરલ થતા આ વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો હતો ત્યારે પોલીસ કેવા પગલા ભરશે ને જોવું રહ્યું.