Business

5G સ્પેક્ટ્રમની હરાજી શરૂ, આ મોટી કંપનીઓ મેદાનમાં

નવી દિલ્હી: લાંબી રાહ જોયા બાદ આખરે ભારતમાં 5G નેટવર્કનું લોન્ચિંગ તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી ગયું છે. 5G સ્પેક્ટ્રમની હરાજી પ્રક્રિયા મંગળવારથી શરૂ થઈ ગઈ છે. દેશની ત્રણ મોટી ટેલિકોમ કંપનીઓની સાથે અન્ય ખેલાડીઓ પણ 5G સ્પેક્ટ્રમની હરાજીમાં ભાગ લઈ રહ્યા છે. આમાં જિયો, વીઆઈ અને એરટેલની સાથે ગૌતમ અદાણીના અદાણી ડેટા નેટવર્ક જેવી કંપનીઓ બોલી લગાવશે. હરાજીમાં રૂ. 4.3 લાખ કરોડના 72 ગીગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમ માટે બોલી યોજાશે. બોલી લગાવવાની પ્રક્રિયા મંગળવારે સવારે 10 વાગ્યાથી શરૂ થશે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. ટેલિકોમ વિભાગનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, હરાજીની પ્રક્રિયા કેટલા દિવસો સુધી ચાલે છે તે બોલીઓ અને બોલીકર્તાઓની વ્યૂહરચના પર નિર્ભર રહેશે.

  • 5G સ્પેક્ટ્રમની હરાજી શરૂ થઈ
  • Jio, Airtel અને Vi જેવી કંપનીઓએ ભાગ લીધો
  • અદાણી જેવા નવા નેટવર્ક પણ હરાજીમાં જોડાયા

હરાજીમાં અદાણી અને અંબાણી વચ્ચે ટક્કર જામે તેવા અણસાર લાગી રહ્યા છે. જો કે બંને વચ્ચે સીધી સ્પર્ધા નથી, પરંતુ તેમ છતાં ભવિષ્યમાં તકરાર થઈ શકે છે. આવી સ્થિતિમાં, ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન આવે છે કે 5G આવ્યા પછી નવું શું હશે. સામાન્ય માણસ પર તેની કેવી અસર થશે? આપણા રોજબરોજના જીવનમાં કોઈ નવીનતા જોવા મળશે? જો કે આ બધા સવાલોના ચોક્કસ જવાબ 5G નેટવર્કના રોલઆઉટ પછી જ મળશે. પરંતુ 5G પછી ઘણું બધું બદલાવા જઈ રહ્યું છે.

5G નેટવર્ક પર Gbpsમાં ઇન્ટરનેટ સ્પીડ મળશે
2000 ના દાયકામાં, મોટાભાગના લોકો 2G અથવા 3G નેટવર્કનો ઉપયોગ કરતા હતા. ભારતમાં 4G ની એન્ટ્રી પછી, ઇન્ટરનેટ સ્પીડનો એક નવો ફેઝ ખુલ્યો. લોકોને 4G પછી જ વીડિયો કૉલિંગ અને લાઈવ સ્ટ્રીમિંગ જેવી હાઈ સ્પીડ વસ્તુઓનો અનુભવ થયો એ જ રીતે, 5G નેટવર્ક આવ્યા બાદ આપણને ઘણી વધુ નવું જોવા મળશે. ઘણા લોકો માટે, 5G નો અર્થ માત્ર ફૂલ સ્પીડ ઇન્ટરનેટ છે. જો કે ઘણી હદ સુધી આ વાત સાચી પણ છે. કારણ કે હવે આપણું જીવન કોલિંગ નહીં પણ ડેટાના ટ્રેક પર ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં એક જનરેશન ઉપરનું નેટવર્ક ફાસ્ટ ઇન્ટરનેટ સ્પીડ તો લાવશે. 4G નેટવર્ક પર આપણને 100Mbps સુધીની સ્પીડ મળે છે, પરંતુ 5G પર તે Gbpsમાં મળશે. આ નેટવર્ક ઉપરના બેન્ડમાં આપણને 100 ગણી વધુ સ્પીડ મળી શકે છે. 4G આવ્યા બાદ કૉલ્સ અને કનેક્ટિવિટીમાં એક નવા માપદંડો ખુલ્યા. ઉપરાંત, કોલ ગુણવત્તામાં પણ પાછળનાં જનરેશનની સરખામણીમાં સુધારો થયો છે. 5G નેટવર્ક પર પણ આપણને વધુ સારો કૉલિંગ અનુભવ મળશે. કોલ ડ્રોપની સમસ્યા પણ ઓછી થઇ શકે છે. આ સાથે ટેલિકોમ કંપનીઓને નેટવર્ક રેન્જ વધારવા માટે વધુ એક વિકલ્પ મળશે.

5G નેટવર્કનાં ફાયદા
5G નેટવર્ક 4G કરતા 100 ગણા વધુ ઝડપી હશે. એટલે કે યુઝર્સને હાઈ ક્વોલિટી વીડિયો, અલ્ટ્રા હાઈ રિઝોલ્યુશન વીડિયો કોલિંગ અને અન્ય ઘણા ફાયદા મળશે. આનાથી ન માત્ર ધીમી ઈન્ટરનેટ સ્પીડથી છૂટકારો મળશે, પરંતુ ટેક્નોલોજીના અનેક નવા આયામો આપણા માટે ખુલશે. મેટાવર્સ જેવી નવી ટેકનોલોજી સામાન્ય લોકો માટે સુલભ હશે. જો કે, 5G નેટવર્કને રોલઆઉટ કરવામાં અને સામાન્ય લોકોના હાથમાં પહોંચવામાં સમય લાગશે. મોટા શહેરોમાં આ ટેક્નોલોજી ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે. પરંતુ ગામડાઓ અને નગરોએ થોડી રાહ જોવી પડશે.

Most Popular

To Top