SURAT

જિંગાતળાવ: ઓલપાડના 17 ગામના સરપંચોને દબાણ કરનાર લેન્ડ ગ્રેબરના નામો આપવા નોટિસ

સુરત: સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ગેરકાયદે જિંગા તળાવવા મેદાનમાં ઉતરેલા ઓલપાડ મામલતદારથી દાળ નહિ ગળતા હવે તેમને સત્તર ગામના સરપંચોને નોટિસ પાઠવી દબાણ કરનારાઓના નામ ઠામ મંગાવ્યા છે.

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં ગેરકાયદે જિંગા તળાવો દુર કરવા ફરી એકવખત ઝુંબેશ શરુ થઇ છે. ઓલપાડની લાખ્ખો ચોરસમીટર સરકારી જમીન ઉપર જિંગા તળાવોનો રાફડો ફાટયો હતો. સરકારી પડતર જમીન ઉપર ઓલપાડ તાલુકાના મોટા માથાઓ સહિત રિટાયડ મામલતદાર સહિત નાયબ મામલતદાર અને અનેક સરકારી બાબુઓએ જિંગા તળાવો ખડકી દીધા હતા. સરકારી કચેરીઓમાં વરસે દહાડે સાલીયાણુ આપી વરસોવરસથી આ ગેરકાયદે જિંગા તળાવોનું જંગલ સતત ફેલાઇ રહયુ હતુ

જેને પગલે હવે ઓલપાડ તાલુકામાં ખારપાટની જગ્યા ઉપર જયા નજર કરો ત્યાં સુધી જિંગા તળાવો નજર પડવે લાગ્યા હતા. આ અંગે ઓલપાડ મામલતદાર અતિરાગ ચેપલોટે મથામણ કરી વિગતવાર કાગળો તૈયાર કયા હતા. પરંતુ સરકારી આયોજનમાં કચાશ રહેતા ગેરકાયદે જિંગા તળાવો દૂર કરવાનું કામ લોઢાના ચણા ચાવવા જેવું બની ગયું હતું.

ઓલપાડના મંદરોઈમાં જિંગા તળાવો દુર કરાવવામાં નિષ્ફળતા બાદ હવે આજથી સરપંચોનો નોટિસ ફટકારાઇ છે. આ અંગે ઓલપાડ મામલતદાર કચેરીના સૂત્રોના જણાવ્યાનુસાર સત્તર ગામના સરપંચોનો નોટિસ આપી છે. જેમાં દાંડી, કુદિયાણા, કપાસી, સરસ, ઓરમા, મોર, દેલાસા, મંદરોઇ, નેશ, કાછોલ, હાથીસા, લવાછા, તેના, સોંદલાખારા તેમજ કોબા સહિત ઠોઠબ ગામના સરંપચોને સીધી રીતે ગેરકાયદે જિંગા તળાવો બનાવનારોના નામ આપવા નહિંતર લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ કારવાઇ કરતા ચિમકી અપાઇ છે.

નોટિસમાં મામલતદારે કહ્યું છે કે, સરપંચ તરીકે તેમની પ્રાથમિક ફરજ છે કે સરકારી જમીનની કાળજી રાખે. જેથી સરકારી જમીન ઉપર કબ્જો કરનારાઓના નામ ઠામ તેમની પાસે હશે. જો નામ નહિં આપે તો સરપંચોનું પણ જમીન પચાવનારા સાથે સમર્થન છે તેમ માની પગલા ભરાશે.

તંત્રના ભયથી મંદરોઈ ગામમાં લોકો જાતે તળાવ તોડવા માંડયા

ઓલપાડ તાલુકાના મંદરોઈ ગામમાં સરકારી જમીન ઉપર ખડકેલા તળાવો દૂર કરવા ઓલપાડ મામલતદાર લગાતાર ફોલોઅપ લેતા હવે દબાણ કરનારાઓએ તળાવો તોડવાનું ચાલુ કર્યું છે. ખાસ કરીને સરકારી જમીન સત્તાવાર રીતે જે લોકોને ફાળવવામાં આવી હતી. તેવા કિસ્સામાં તો તેમને પણ અડીને આવેલી સરકારી જમીન ઉપર ગેરકાયદે તળાવો ખડકી દીધા હતાં. ડીએલઆર કચેરીએ હાથ ધરેલી માપણીમાં પણ આ વાતનો ઘટસ્ફોટ થયો હતો. જેને પગલે ઓલપાડ મામલતદારે ફોજદારી કરવાની ચિમકી આપતા દબાણ કરનારાઓએ તળાવો તોડવાના ચાલુ કરી દીધા છે.

સામી ચૂંટણીએ જિંગા તળાવો દૂર કરાવવાની હિલચાલથી ગામડાઓમાં રોષ

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામા સરકારી પડતર જમીન ઉપર ગેરકાયદે જિંગા તળાવો દૂર કરવા માટે જે હિલચાલ થઇ રહી છે. તેની સામે ગ્રામ્ય વિસ્તારમાં ભારે રોષ ભભુકી ઉઠ્યો છે. સુરત જિલ્લામાં તાલુકા અને પંચાયતની બેઠકોની પણ ચૂંટણીઓ છે. જેની ઉપર પણ આ ડિમોલીશનની અસર પડે તવા ભણકારા વાગી રહ્યાં છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top