Vadodara

પૂર્વ વિસ્તારના રહીશોનો આક્રોશ, પાણી નહી તો વોટ અને વેરો નહી

  • શહેરમાં પાણીનો કકળાટ યથાવત
  • શ્રીજી વંદન સોસાયટીના રહીશોએ વોર્ડ ઓફિસ જઈ હલ્લો બોલાવ્યો

વડોદરા શહેરમાં ઉનાળાની શરૂઆત સાથે જ પાણીનો કકડાટ ચરમશીમાએ પહોંચ્યો છે શહેરના પૂર્વ વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી પાણી નથી મળી રહ્યું ત્યારે શનિવારના રોજ વોર્ડ નંબર 5 ના રહીશો વોર્ડ ઓફીસ ખાતે પહોંચ્યા હતા અને પાણી અંગેની રજૂઆત કરી હતી રહીશોએ જણાવ્યું હતું કે જો પાણી નહીં તો વોટ અને વેરો પણ નવડોદરા શહેર એ પાણીના કકળાટ માટેનું પર્યાય બની ગયું છે મહાનગરપાલિકાના અણગઢ વહીવટના કારણે લોકોએ ભર ઉનાળે તરસ્યા રહેવું પડે છે શહેરના પૂર્વ વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી પૂરતા પ્રમાણમાં પાણી નથી મળી રહ્યું ત્યારે શનિવારના રોજ વોર્ડ નંબર 5 ના વૈકુંઠ ચાર રસ્તા નજીક આવેલી શ્રીજી વંદન સોસાયટીના રહેશો વોર્ડ ઓફિસ ખાતે પહોંચ્યા હતા અને ત્યાં હલ્લો મચાવ્યો હતો આ રહીશો છેલ્લા એક મહિનાથી પાણી માટે રજૂઆત કરતા આવ્યા છે તેઓને પૂરતા દબાણ સાથે પાણી નથી મળી રહ્યું ઉપરાંત પૂરતા સમય માટે પણ પાણી નથી આપવામાં આવી રહ્યું ત્યારે તેઓએ જો પાણી નહીં મળે તો વોટ અને વેરો પણ નહીં મળે તેવો આક્રોશ ઠાલવ્યો હતો. રહીશુંએ જણાવ્યું હતું કે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં તેઓની સમસ્યાનો હાલ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી કોર્પોરેટરોને માત્ર મત મેળવવામાં રસ છે તેઓને પ્રજાની સમસ્યા ઉકેલવામાં કોઈ રસ ન હોય તેમ લાગી રહ્યું છે. અમને પ્રાથમિક સુવિધા પણ નથી મળી રહી અમે આગામી સમયમાં જો પાણી નહી મળે તો વેરો પણ નહિ ભરીએ અને વોટ પણ નહિ આપીએ.

Most Popular

To Top