Charchapatra

હવે કોનો વારો ?

ભારતીય જનતા પાર્ટીના અડવાણી-મોદી અમિત શાહ જેવા નેતાઓને ધાર્મિક વિવાદો ઊભા કરીને હિંદુ પ્રજાને ઉલ્લુ બનાવી સત્તાની ખુરશીમાં ચઢી જવાનો આસાન રસ્તો મળી ગયો છે. લઘુમતિ પ્રજાને ગમે તે રીતે ટાર્ગેટ કરો અને બહુમતિ હિંદુ પ્રજાને ખુશ કરો. પહેલાં રામમંદિર પછી ગૌ અને ગંગા ત્યાર બાદ હાલનાં ચાર રાજ્યો કબ્જે કરવાં ‘હિજાબે’ વિવાદ ઊભો કરી મુસ્લીમ કન્યાઓને ટાર્ગેટ કરી ખુરશી કબ્જે કરી લીધી. પંજાબમાં ‘હિજાબ’ વિવાદ કામ ન લાગ્યો. કારણ કે પંજાબી પ્રજામાં પણ મુસ્લીમ મહિલાઓની જેમ જ સ્ત્રીઓને માથું ઢાંકવું ફરજીયાત છે.

હવે ગુજરાત જેવાં અન્ય રાજ્યોની ચૂંટણી આવશે ત્યારે શું? ફરી પાછી પ્રજાને મુસ્લીમોથી ડરાવવી-ધમકાવવી કે ગભરાવવી જરૂરી બનશે. અમે જ તમને મુસ્લીમોની દાદાગીરીથી બચાવશું એ હિંદુઓના દિલ-દિમાગમાં ઠાંસીઠાંસીને ભરવું પડશે, દેશમાં સુશાસન લાવી એકે ન લાવીએ, મોંઘવારી કાબૂમાં આવે કે ન આવે, ભ્રષ્ટાચાર દૂર થાય કે ન થાય, ગરીબો ભૂખા મરે તોયે ચાલશે પણ હિંદુત્વનો ઠેકો અમે જ લીધો છે તેથી વોટ તો અમને જ આપજો એ પ્રજાને સમજાવવું નહીં પડે. એક અફવા જ જીત માટે કાફી છે!
સુરત     – જીતેન્દ્ર પાનવાલા આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top