Charchapatra

ચીન સામે આપણે મક્કમ અને મજબૂત ક્યારે બનીશું?

ચીન ક્યારેય આપણું દોસ્ત હતું જ નહીં અને છે જ નહીં અને કોઈ દિવસ બનવાનું પણ નથી.  ચીને આપણા લગભગ બધા જ હોલસેલ અને રિટેલ બજારો પર કબજો કરી લીધો છે. હોળીની પિચકારી, કલર, આઠમના સાજ શણગાર, કૃષ્ણ ભગવાનની અવનવી મૂર્તિઓ, ઝૂલાઓ, પારણાંઓ, સાજ શણગારનો સામાન, વાંસળી, મુકુટ, નવરાત્રિના દાંડિયા, ડ્રમ, ઢોલક, ચણિયા ચોળી, કેડિયા ડ્રેસ, બીજા ડ્રેસ સાથે પહેરવાનાં સાધનો, રંગોળી, ફટાકડા, ભગવાનની મૂર્તિઓ,  ફોટો ફ્રેમો, ઉત્તરાયણની પતંગો, માંજો તમામ જગ્યા પર ચીન હાજર છે.

અરે બજારમાં તો ઠીક, ચીન આપણા દરેક ઘરમાં ઓફીસ, દુકાનોમાં પણ સી.સી .ટી.વી. .મારફત ઘુસી ગયું છે. ભારતમાં લગભગ આજની તારીખમાં ચીનના 10 લાખ સી.સી ટી.વી. .કેમેરા ચાલુ છે. આ 10 લાખ ચીનના જાસૂસો કહી શકાય,  જે આપણી દરેક હિલચાલ પર નજર રાખી ચીનને મદદ કરી રહ્યું છે. આ 10 લાખ કેમેરા આપણી સુરક્ષા માટે બહુ મોટો ખતરો બની ગયા છે.  ચીન આટલેથી જ નથી અટક્યું. આપણાં લગભગ દરેક ઘરોમાં ચીનના મોબાઈલ મોજૂદ છે. વિવો, ઓપ્પો સહિત ચીનના સેંકડો મોબાઈલ આપણા ખિસ્સામાં છે અને એ આપણા ખિસ્સામાંના રૂપિયા ચીન જાય છે.

આપણે આપણા વેપારીઓ અને આપણા દેશના રૂપિયા ચીન બેરોકટોક જઇ રહ્યા છે. આપણા ખિસ્સામાં ચીનના તકલાદી મોબાઈલ આવી ગયા છે અને દરરોજ આપણા કરોડો રૂપિયા ચીન લઈ જાય છે.  આપણે ભારતીયોએ કેન્દ્ર સરકારે ચીનની આયાત થતી તમામ આયાત તાત્કાલિક બંધ કરી દેવી જોઈએ. ચીનની તમામ ચીજવસ્તુઓનો બહિષ્કાર કરવો જોઈએ. આપણાંમાં જરા દેશદાઝ હોય તો આપણે હવે દેશભક્તિ બતાવવાનો આનાથી સારો માર્ગ ફરી મળશે નહીં.શું આપણી દેશભક્તિ 15 ઓગસ્ટ અને 26 મી જાન્યુઆરી પૂરતી જ સીમિત છે? 

ચીન આપણા જ રૂપિયા આપણી સામે જ વાપરે છે. બોર્ડર પર છમકલાં કર્યા કરે છે. આપણી સીમા પર તંબુઓ ચોકીઓ બનાવી દીધી છે. સરહદ પર સૈનિકોની જમાવટ કરે છે. ચોકી બનાવી દીધી છે. આપણા એરિયામાં ઘૂસણખોરી કરી આપણો કેટલોક વિસ્તાર કબજે કરી દીધો છે.આધુનિક શસ્ત્રો અને હથિયારો દારૂગોળા બારુદ આપણા જ રૂપિયે ખરીદી આપણને જ નુકસાન કરે છે.હવે આપણે જાગૃત અને સાવધાન મક્કમ અને મજબૂત બનવું જ પડશે.
સુરત – અબ્બાસભાઈ કૌકાવાલા  – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

બાવાઓને બનાવનાર અને બગાડનાર
ધર્માંધો વડે રાજકારણીઓને ચૂંટણી જીતવાનું અમોઘ શસ્ત્ર મળી ગયું છે. મધમાખીઓના ઝુંડથી વિંટળાયેલા રહેતા બાવાઓ ધર્મપ્રેમીઓ અને અનુયાયીઓ આ બાવાઓ રહે તેને જ મતદાન કરે (હિપ્નોટાઈઝ થનાર પ્રજા) પ્રજાને ધર્મઘેલી બનાવનાર ઉપરોક્ત રાજકર્તાઓને કદી માફ કરી શકાય નહીં. ખાસ કરીને ધનસંપન્ન બિલ્ડરો, માફિયાઓ, દાણચોરો, બુટલેગરે, બેંક લૂંટનારાઓ રાજકર્તાઓના હાથો બને છે. હમણાં હમણાં હિંદુત્વને નામે બાગેશ્વરોનો રાફડો ફાટ્યાં છે. અપડેટેડ ટેક્નોલોજીનો ઉપયોગ કરતા બાપાઓ તમારી રજે રજની માહિતીનો રેકોર્ડ રાખતા હોય છે. આપણી બિનસાંપ્રદાયિત્વમાં ફાચર મારનારા દેશનાં બાગીઓ છે, વૈમનસ્ય ઓછું કરવાના બદલે વધારતા કટ્ટરતાના બીજ બાવે છે.
રાંદેર     – અનિલ શાહ     – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top