જામનગર: ભારતીય ક્રિક્રેટર (cricket) રવિન્દ્ર જાડેજાના (Ravindra Jadeja) પત્ની રિવાબા જાડેજા (Rivaba Jadeja) અને તેમના માતા વિરૂદ્ધ અદાલતે વોરંટ (Warrant) ઈસ્યું કર્યું છે. વર્ષ 2018 માં જામનગર(Jamnagar) શહેરના શરૂ સેક્સન રોડ પર રિવાબાની કાર સાથે અકસ્માત (Accident) થયો હતો. આ અકસ્માત પોલીસ કર્મચારીની મોટર સાયકલ સાથે થયું હતું. જેમાં કાર ચાલક અને રિવાબા વચ્ચે ઝઘડો થયો હતો. રિવાબાએ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી.
- 2018માં થયેલા અકસ્માતના પગલે રિવાબાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી
- પોલીસ કર્મીની મોટર સાયકલ અને રિવાબાની કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો
- જાડેજાના પત્ની અને માતા સામે કોર્ટે વોરંટ કાઢ્યું
વર્ષ 2018 માં જામનગર શહેરના શરૂ સેક્સન રોડ પર રિવાબાની કાર અને પોલીસ કર્મીની મોટર સાયકલ વચ્ચે અકસ્માત થયો હતો. રીવાબાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. રિવાબાએ એવી પણ ફરિયાદ નોંધાવી હતી કે પોલીસ કર્મચારીએ તેમની પર હુમલો કર્યો હતો. આ કેસ મામલે અદાલતે રિવાબા અને તેના માતાને વારંવાર સમન્સ જાહેર કર્યા હતા. કોર્ટે તેમને હવે કોર્ટમાં હાજર થવા વોરંટ કાઢ્યું છે.
ઉલ્લેખનીય છે કે ઓલ રાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા પર હુમલો મામલે એક કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધાઈ છે. અકસ્માત બાદ કાર ચાલક અને રિવાબા વચ્ચે બોલાચાલી થઈ હતી. ફરિયાદી રિવાબાએ ફરિયાદ નોંધાવી હતી કે કોન્સ્ટેબલે તેમની પર હુમલો કર્યો છે. આ કેસમાં ફરિયાદી ક્રિકેટરના પત્ની અને સાક્ષી તરીકે જાડેજાના માતા સામે કોર્ટે સમન્સ કાઢ્યા બાદ હવે તેઓને કોર્ટમાં હાજર થવા વોરંટ કાઢ્યું છે.
શું હતો સમગ્ર મામલો?
2018માં પોલીસ હેડ ક્વાર્ટર પાસેથી કાર લઈને પસાર થતા રિવાબાની કાર સાથે પોલીસ કર્મચારી સંજય કરંગીયાનું મોટર સાઈકલ અથડાઈ હતી અને બંને વચ્ચે ઝઘડો પણ થયો હતો. જેમાં રિવાબા પર પોલીસ કોન્સ્ટેબલે હુમલો કર્યાની ફરિયાદ પોલીસ સ્ટેશને નોંધાઈ હતી. જે મામલે પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ ઘટના વખતે રિવાબાના માતા પણ સાથે હતા. તેથી રિવાબા સાથે તેમને પણ કોર્ટ દ્વારા સમન્સ કરાયું હતું. જે બાદ વારંવાર મુદ્દત પડ્યા કરી હતી. હાલમાં કોર્ટે રિવાબા અને તેમના માત સામે કોર્ટે વોરંટ કાઢ્યો છે. રિવાબાનું વોરંટ જામનગર એસપી મારફતે અને તેમની માતાનું રાજકોટ પોલીસ કમિશનર મારફતે હુકમ કરવામાં આવ્યો છે. હવે આ કેસની આગામી તારીખ 25 માર્ચ રાખવામાં આવી છે.