Vadodara

વિશ્વ પ્લાસ્ટિક બેગ ફ્રી દિવસે પ્લાસ્ટિકબેગ નહિ વાપરવા શપથ લેવડાવ્યા

વડોદરા: વિશ્વ પ્લાસ્ટિક બેગ ફ્રી દિવસે ટીમ વીસીસીઆઈ ,વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તથા આરોગ્ય ભરતી વિશ્વ કલ્યાણ મિશન ટ્રસ્ટ દ્વારા ગુરુપૂર્ણિમા નિમિત્તે મકરપુરા જીઆઇડીસી માં લારીધારકો ટેમ્પોચાલકો શ્રમજીવીઓને કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો.હિતેન્દ્રભાઈ પટેલ, વીસીસીઆઈના ઉપપ્રમુખ હિમાંશુભાઈ પટેલ, માનદ મંત્રી જેલેન્દુભાઈ પાઠક ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો.હિતેન્દ્ર પટેલ દ્વારા ‘શરમ છોડો કાપડની થેલી અપનાવો’ના સૂત્ર સાથે પ્લાસ્ટિકની થેલી અને ઝભલાઓ જે પર્યાવરણને પણ નુકસાન કરે છે. જમીનને પણ નુકસાન કરે છે અને આરોગ્યને પણ નુકસાન કરે છે તેની સમજ આપીને શપથ લેવડાવ્યા હતા.

કથામાં કાપડની થેલીનું વિતરણ
રાષ્ટ્રીય સંતશ્રી ચીન્મિયાનંદ બાપુજી દ્વારા ઈન્ટરનેશનલ પ્લાસ્ટીક બેગ ફ્રી દિવસ નિમિત્તે અને ગુરૂપુર્ણિમાં સાથે કથામાં શ્રાવકજનોને કાપડની થેલી વિતરણ કરી પ્લાસ્ટીકના ઉપયોગને ઓછો કરવા ‘શરમ છોડો, થેલો અપનાવો’ની અપીલ કરી હતી.-ડો.હિતેન્દ્ર પટેલ, ચેરમેન

Most Popular

To Top