National

અમેરિકાના કેપિટોલ હિલ અને લાલ કિલ્લા પર થયેલી હિંસાઓમાં જૂદુ-જૂદુ વલણ ચલાવાશે નહીં- IT મિનિસ્ટર રવિશંકર પ્રસાદ

નવી દિલ્હી (New Delhi): સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર (Twitter) અને ફેસબુકને (Facebook) કેન્દ્ર સરકાર દ્વારા કડક ચેતવણી આપવામાં આવી છે. ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નલોજી મંત્રી રવિશંકર પ્રસાદે (IT minister Ravishankar Prasad) રાજ્યસભામાં કહ્યું, ‘અમે સોશિયલ મીડિયાનો આદર કરીએ છીએ. તેનાથી સામાન્ય લોકોને શક્તિ મળી છે. ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામમાં (Digital Inida Programme) સોશિયલ મીડિયાની ભૂમિકા પણ ખૂબ મહત્વની છે, પરંતુ જો તે બનાવટી સમાચાર અને હિંસાને પ્રોત્સાહન આપે છે તો અમે કાર્યવાહી કરીશું. પછી તે ટ્વિટર હોય કે અન્ય કોઈ પ્લેટફોર્મ હોય. ‘.

દેશમાં અત્યાર સુધી ઘણા કિસ્સાઓમાં ટ્વિટર વૉર ચાલી રહી હતી. હવે સરકારની ટ્વિટર સાથે વૉર ચાલી રહી છે. હકીકતમાં દેશમાં 70થી વધુ દિવસોથી ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં સોશિયલ મિડીયા હવનમાં ઘી હોમવાનું કામ કરી રહી છે. ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નલોજી મંત્રી રવિશંકર પ્રસાદે આજે ગૃહમાં કહ્યું, “અમે ટ્વિટર અને અન્ય સોશિયલ મીડિયા કંપનીઓને દેશના નિયમો અને કાયદાઓ વિશે માહિતગાર કર્યા છે. અમે તેમને કહ્યુ છે કે જો તમારે ભારતમાં ધંધો કરવો હોય તો અમારા નિયમોનું પાલન કરવું પડશે. તે કેવી રીતે થઈ શકે કે કેપિટોલ હિલ્સ (Capitol Hill Attack, America યુએસ સંસદ) પરની હિંસા માટે અને લાલ કિલ્લા પરની હિંસા (Red Fort Violence on 26th January 2021) માટે અલગ અલગ નિયમો અપનાવવામાં આવે છે. અમે આ પ્રકારના વિવિધ દેશો માટે વિવિધ નિયમોવાળા વલણને મંજૂરી આપતા નથી.”.

પ્રસાદે કહ્યું, ‘દેશમાં વાણી સ્વતંત્રતા છે, પરંતુ આર્ટિકલ 19-A એ પણ કહે છે કે કેટલાક વિષયો પર જરૂરી પ્રતિબંધો હશે. બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભારતના બંધારણનું પાલન કરવું પડશે. બંધારણ સરકાર અને વડા પ્રધાનની ટીકા કરવાનો અધિકાર આપે છે, પરંતુ તેમને બનાવટી સમાચાર ફેલાવવાની મંજૂરી આપી શકાતી નથી.’.

ખેડૂત આંદોલન (farmers’ protest) વચ્ચે સરકારે સોશિયલ મીડિયા પર વાંધાજનક ટ્વીટને લઈને ટ્વિટરના કટ્ટર વલણ પર કડકતા દર્શાવી હતી. કેન્દ્ર સરકારે ટ્વિટર પરથી કડક સ્વરમાં કહ્યું હતું કે, આવા અકાઉન્ટ્સને કોઈપણ સંજોગોમાં તેની સાઇટ પરથી દૂર કરવા પડશે. આઇટી મંત્રાલયે આવા 257 અકાઉન્ટને હટાવવાનો નિર્દેશ આપ્યો હતો. જોકે બુધવારે ટ્વિટરે કહ્યુ હતુ કે તેણે 500 થી વધુ ખાતાને કાયમી ધોરણે સ્થગિત કરી દીધા છે. ટ્વિટરે સ્પષ્ટતા કરી કે તેની પોતાની પ્રાઇવસી પોલિસી છે, જેના આધારે તે પોતે જ વિવાદિત ટ્વીટને ડિલીટ કરે છે.અને અગાઉ તેણે આમ કર્યુ જ છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top