Madhya Gujarat

ઉમરેઠમાં રખડતાં શ્વાનોએ બાળકને બચકાં ભરતાં ગંભીર

આણંદ : ઉમરેઠમાં ગયા સપ્તાહ દરમિયાન રખડતાં શ્વાન દ્વારા વાછરડાનો શિકાર કરતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો. બાદમાં સોમવારના રોજ બાળક પર હુમલો કરતાં રોષ જન્મ્યો છે. નગરપાલિકાના પ્રમુખ જે વિસ્તારમાં રહે છે ત્યાં જ છ વર્ષીય બાળક ઉપર તેમના પરિવારજનોના દેખતા જ કૂતરાની ટોળી એ ભર બપોરે હુમલો કરી અસંખ્ય બચકા ભરી લેતા તેની હાલત ગંભીર બની ગઈ હતી અને તેને સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યો હતો ત્યારે કૂતરાના ત્રાસ થી ભયભીત ઉમરેઠની પ્રજા નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં કોઈ ઠોસ કાર્યવાહી ન થતાં ગુસ્સા ની લાગણી અનુભવી રહી છે
ઉમરેઠ પંથકમાં છેલ્લા કેટલાક દિવસથી રખડતાં શ્વાનોએ કાળોકેર વર્તાવ્યો છે.

હજુ ગયા સપ્તાહે જ એક વાછરડાંનો શિકાર કર્યો હતો. જેનો વિડીયો વાયરલ થતાં આસપાસના રહિશોમાં ભયનું લખલખું ફરી વળ્યું હતું. તેમાંય ઉમરેઠના ખારવાવાડી વિસ્તારમાં ફરી એક વખત રખડતાં શ્વાને લોકોનો ડર વધારી દીધો હતો. ખારવાવાડીમાં ઘર આંગણે રમી રહેલા છ વર્ષના બાળકને રખડતા શ્વાને હુમલો કરી બચકાં ભરી લીધાં હતાં. બાળક પર તુટી પડેલા શ્વાસને મોંઢા પર, પીઠ પર ગળાના ભાંગે બચકાં ભરી લેતાં ગંભીર ઇજા પહોંચી હતી. જેને તાત્કાલિક સારવાર માટે વડોદરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવથી નગરપાલિકાના સત્તાધિશો સામે રોષ ભડક્યો છે. જીવદયાના નામે રખડતાં શ્વાનો અંગે પાલિકા કોઇ નક્કર પગલાં ભરતી ન હોવાનો પણ સુર ઉઠ્યો છે.

ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ જ્યાં રહે છે એવા ખારવાવાડીની ઝાપલી ભાગોળએ બપોરે ૨.૦૦ કલાકે છ વર્ષીય હમઝા ઇમરાનભાઈ દીવાન બહાર રમી રહ્યો હતો અને તેના દાદા દાદી ઘરના ઓટલે બેસીને વાતો કરતા હતા અને તેના માતા પિતા લાકડા કાપવામાં વ્યસ્ત હતાં. આ સમયે આઠથી દસ જેટલા શ્વાન અચાનક આવી રમત રમતા માસૂમ હમઝા ઉપર હુમલો કરી અસંખ્ય બચકા ભરી લેતા તેની હાલત ગંભીર બની ગઈ હતી અને તેને સારવાર માટે તાત્કાલિક વડોદરા ખસેડવો પડ્યો હતો

Most Popular

To Top