Columns

યોનિમાર્ગમાં પુષ્કળ ચીકાશ પડતો પ્રવાહી વહે છે

# પાપાવરીન ઇન્જેક્શનની આડઅસર

સમસ્યા: મારી ઉંમર 42 વર્ષની છે. મને છેલ્લાં 2 વર્ષથી ઉત્થાનની તકલીફ થાય છે. જેથી કરીને જાતીય સંબંધ રાખી શકાતો નથી અને પતિપત્ની વચ્ચે બોલાચાલી થાય છે. વાયેગ્રાથી આંખો જાય છે તેમ મેં જાણેલ છે. તેથી તે મારે લેવી નથી પરંતુ મારા એક મિત્ર તમારી પાસેથી 6-7 વર્ષ પૂર્વે પાપાવરીનનાં ઇન્જેક્શનો લેતો હતો અને સફળ રીતે સમાગામ માણી શકતો હતો. તો આ ઇન્જેક્શનની આડઅસર વિષે મને માહિતી આપવા વિનંતી.

ઉકેલ: પાપાવરીન તથા એનાં જેવાં બીજાં (ફેન્ટોલેમાઇન, ફિનોક્સીબેન્ઝેમાઇન, પ્રોસ્ટાગ્લેડિન, કલોરપ્રોમેઝીન) ઇન્જેક્શનોને ‘ઇન્ટ્રાકેવર્નોઝલ વાઝોડાઇલેટર થેરાપી’ કહેવામાં આવે છે. આ ઇન્જેકશન ટ્રીટમેન્ટ વાયેગ્રા આવી તે પહેલાંના દાયકામાં (1985થી 1995) ખૂબ લોકપ્રિય હતી. કદાચ નપુંસકતાની તે એકમાત્ર શ્યોર ટ્રીટમેન્ટ હતી પણ એની સાઇડ ઇકેક્ટ જોખમી હોવાથી તેનો ઉપયોગ ખૂબ ચોક્સાઇ અને સાવચેતીપૂર્વક કરાતો હતો. આથી આપ પણ એનો ઉપયોગ કરો તો એનું જોખમ જાણી-સમજીને જ કરજો. એનું પહેલું રિસ્ક ‘પ્રાયાપીઝમ’નું છે. ‘પ્રાયાપીઝમ’ એટલે વેદનાયુક્ત દીર્ઘ ઉત્તેજના એટલે કે પાપાવરીન લીધા બાદ વ્યક્તિ સમાગમ કરી લે પરંતુ સમાગમ પછી કુદરતી ક્રમમાં જે રીતે શિશ્ન ઢીલું પડી જવું જોઇએ તે ન પડે.

ક્યારેક વ્યકિત બીજી વાર સમાગમ કરી લે તોય શિશ્ન ઢીલું નથી પડતું. આ સ્થિતિને ‘પ્રાયાપીઝમ’ કહેવાય છે. જો ઇન્જેકશન લીધાના 3 કલાકમાં શિશ્ન લૂઝ ન થાય તો એમાં સખત પીડા થવાની શરૂ થાય છે અને જો વધુ કેટલાક કલાકો આ સ્થિતિ ચાલુ રહી તો પુરુષ કાયમી ધોરણે (ઇરેપેરેબ્લી) નપુંસક થઇ જઇ શકે છે. જો આ સ્થિતિ પ્રાયાપીઝમ થયાના 3 કલાકની અંદર ડૉક્ટરના ધ્યાન પર લાવવામાં આવે અને તત્કાળ એની ઇમરજન્સી સારવાર અપાય તો પ્રાયાપીઝમ સારું કરી શકાય છે. પ્રાયાપીઝમ ન થાય તે માટે આટલી કાળજી લેવાવી જોઇએ. પુરુષે તેના સેકસોલોજિસ્ટ પાસે જ્યારે આ ટ્રીટમેન્ટ શરૂ કરાય ત્યારે જ પાપાવરીનનો ડોઝ નક્કી કરાવી લેવો જોઇએ.

ધારો કે 10 mg.થી પુરુષને પૂર્ણ શિશ્નોત્થાન શક્ય બનતું હોય તો તેણે 10 થી વધીને 11 mg. કરવાની જરૂર નથી. તે જે ઇન્સ્યુલીન સિરિન્જથી ઇન્જેકશન લેતો હોય તેના કેટલા માર્ક સુધી પ્રવાહી ભરવું તેની વ્યવસ્થિત ટ્રેનિંગ (ડિસ્ટિલ્ડ વોટર ભરીને) લઇ લેવી જોઇએ. વળી કોઇક વાર ઇન્જેકશન ફેઇલ પણ જાય છે. તો તે વખતે ગભરાઇને યા ઓવર કોન્ફિડન્સમાં આવી જઇને 5-10 મિનિટના ગાળામાં બીજું ઇન્જેકશન ન લઇ લેવું જોઇએ કેમ કે એ લેવાથી પ્રાયાપીઝમની શકયતા વધી જાય છે.

સામાન્ય સંજોગોમાં આપણે ત્યાં પાપાવરીન આપતાં પહેલાં પુરુષના મેડિકલ ટેસ્ટ કોઇ કરતું નથી પરંતુ આદર્શ એ છે કે દરેક વ્યક્તિના CBC તથા સિક્લિંગ ટેસ્ટ થવા જોઇએ કેમ કે લ્યુકેમિયા, લિમ્ફોમા, સિકલ સેલ એનિમિયા તથા લોહીના અન્ય કેટલાક રોગોમાં પ્રાયાપીઝમ થઇ જવાની શક્યતા વધુ હોય છે. વળી રાત્રે ઘણાને સમાગમ કર્યા બાદ કુદરતી રીતે ઊંઘી જવાની ટેવ હોય છે. પાપાવરીન લીધા બાદના સમાગમ ટાણે તેમણે યાદ રાખવું જોઇએ કે તેમનું ઉત્થાન ‘ઇન્જેકશન-આસિસ્ટેડ’ હતું. આથી શિશ્ન પુન: શિથિલ ન થઇ જાય ત્યાં સુધી તેમણે ઊંઘી ન જવું જોઇએ. પાપાવરીન ઇન્જેકશનની બીજી કેટલીક આડઅસરો પણ છે.

જેમ કે ઇન્જેકશન લેતી વખતે નીડલની ટીપ રક્તવાહિનીમાં ન હોય તો ઇન્જેકશન પીડાજનક બની શકે છે. વળી ત્યાં સોજો, હીમોટોમા કે બ્રુઇઝ થઇ શકે છે. આકસ્મિક રીતે, અપવાદરૂપે કેટલાકને પાપાવરીન લીધા બાદ ચક્કર આવી જાય છે. જો ઇન્જેકશન લોહીની મોટી નળીમાં અપાય જાય તો પાપાવરીનના બ્લડ સરક્યુલેશનમાં આવતાં બ્લડપ્રેશર ડ્રોપ થવાથી (હાઇપોટેન્શન) વ્યક્તિને ચક્કર આવી  જાય છે. ઉપવાસી, અન્ય બીમારી ધરાવતા લોક, એન્ટિહાઇપરટેન્સિવ લેનાર પુરુષો, ટેક્નિક બરાબર ન જાણતા લોકો વગેરેએ સાચવવું. વળી પાપાવરીન લીધા બાદ દોડધામ કે અન્ય પ્રકારનો પરિશ્રમ પણ ટાળવો. ઇન્જેકશન લીધા બાદ સૂઇ જવું. ડૉક્ટરના સંપર્કમાં રહેવું. હવે જ્યારે પાપાવરીન કરતાં વધારે સ્ટ્રોંગ ઇન્જેકશનો ‘બાઇમિકસ’ મળે છે. ત્યારે વધારે કાળજીઓ રાખવી જરૂરી છે.

# યોનિમાર્ગમાં પુષ્કળ ચીકાશ પડતો પ્રવાહી વહે છે
સમસ્યા: મારી ઉંમર 31 વર્ષ છે. અમારા લગ્નને 4 વર્ષ થયાં છે. 2 વર્ષનો એક બાબો છે.  ફોરપ્લે કરતી વખતે મારી પત્નીને યોનિમાર્ગમાં પુષ્કળ ચીકાશ પડતો પ્રવાહી વહે છે. આથી યોનિ ખૂબ જ ભીની થઇ જાય છે. સેક્સ કરતી વખતે વધારે ભીનાશને કારણે મને પૂરતો આનંદ આવતો નથી. તો આ બાબતે શું થઇ શકે તે જણાવશો.

ઉકેલ: સૌ પ્રથમ તો પત્નીને યોનિમાર્ગનો ચેપ તો નથી તેની તપાસ કરાવી લો કારણ કે યોનિમાર્ગના ચેપમાં પણ ફોરપ્લે દરમ્યાન સફેદ પાણીનો વધુ પ્રમાણમાં સ્ત્રાવ થાય છે. જો બધું બરાબર હોય તો ઉપાય ખૂબ જ સરળ છે. પ્રવેશ પહેલાં અને જ્યારે તમને લાગે કે ચીકાશ વધી ગઇ છે ત્યારે પત્નીનો યોનિમાર્ગ અને આપની ઇન્દ્રિય કોટનના સાફ રૂમાલથી લૂછી નાખો. તકલીફ દૂર થઇ જશે. અને પૂર્વવત્ આનંદ મળવા લાગશે.

# મને દિવસો કેમ રહેતા નથી?
સમસ્યા: મારી અને મારા પતિની ઉંમર 35 વર્ષની છે. અમારે પહેલું બાળક લગ્ન પછી તરત જ રહી ગયેલું. અમારું બાળક હવે 4 વર્ષનું થવા આવશે. મેં ફક્ત 3 મહિના ગર્ભનિરોધક ગોળીઓ વાપરી હતી. ત્યાર બાદ ક્યારેય ગર્ભનિરોધક વસ્તુ કે દવા વાપરી નથી. અમારું દામ્પત્યજીવન અને સાંસારિક જીવન અત્યંત સુખી છે. છેલ્લા એક વર્ષના સતત પ્રયત્ન પછી પણ મને દિવસો રહેતા નથી. મારા પતિના શિશ્નમાંથી નીકળેલ પ્રવાહી બરાબર મારા યોનિમાર્ગ દ્વારા મારા શરીરમાં જાય તો જ બાળક રહી શકે એવું હોય છે કારણ કે મને યાદ છે કે જ્યારે લગ્ન પછી પહેલી વાર મારો અને મારા પતિનો સંબંધ બંધાયો હતો ત્યારે એમનું શિશ્ન મારા યોનિમાર્ગના મોઢામાં થોડી સેકન્ડ પ્રવેશ્યું હતું. એવું થાય ત્યારે બાળક પેદા થઇ શકે એવું હોય છે કે શું? મને દિવસો કેમ રહેતા નથી તેનું કારણ જણાવવા વિનંતી. દર મહિને એક-બે દિવસ વહેલી પીરિયડમાં બેસું છું. પરંતુ માસિક નિયમિત આવે છે. ઉપાય બતાવવા વિનંતી.

ઉકેલ: તમારા પત્રમાં વિગતો અને પૂરતી માહિતી મને મળતી નથી. ઉપરાંત લાગે છે કે જાતીય જીવન વિષે તમને કદાચ ઘણી ગેરમાન્યતાઓ છે. બાળક રાખવા માટે નિયમિત સમાગમ થવો જરૂરી છે અને આ વખતે પુરુષનું સ્ખલન સ્ત્રીના યોનિમાર્ગમાં થવું જરૂરી છે. તમારા પત્રની વિગત ઉપરથી એવું લાગે છે કે તમે પતિ-પત્ની યોનિમાર્ગમાં સમાગમ જ કરતા નથી. 12માથી 18મા દિવસની વચ્ચે મોટાભાગની સ્ત્રીઓને સ્ત્રીબીજ છૂટું પડતું હોય છે માટે આ દિવસોમાં શક્ય હોય તો દરરોજ કોઇ પણ ગર્ભનિરોધકના પ્રયોગ વગર જાતીય સંબંધ (યોનિમાર્ગમાં) રાખો. આમ 3-4 મહિના કરો. પછી જો સફળતા ના મળે તો પતિના વિર્યની તપાસ સારી લેબોરેટરીમાં કરાવી લો.

આ માટે ઓછામાં ઓછું 3 દિવસ અને વધારેમાં વધારે 5 દિવસ સુધી સ્ખલન ના થયેલ હોય તે જરૂરી છે. વિર્ય ઘરેથી ના લઇ જતા. જો તેમનો રિપોર્ટ નોર્મલ આવે તો તમારા રિપોર્ટ કરાવવા પડે અને જો તમારા બન્નેના રિપોર્ટ નોર્મલ આવે તો તમારે સ્ત્રીબીજ સારી રીતે બને તે માટેની અમુક દવાઓનો કોર્ષ કરવો જોઇએ અને પછી IUI પદ્ધતિ દ્વારા સારવાર લેવી જોઇએ. મોટાભાગનાં યુગલોને આ સારવારમાં 3થી 4 સાઈકલમાં પરિણામ મળી જતું હોય છે અને આ પ્રમાણમાં બિનખર્ચાળ છે. બાકી એક-બે દિવસ વહેલા માસિકમાં બેસવાથી બાળક રહેવામાં કોઇ મુશ્કેલી ના થાય પરંતુ સારવાર કરાવવામાં ઢીલ ના મૂકશો કારણ કે 30 વર્ષ પછી સ્ત્રીમાં બાળક રહેવાની શક્યતા 10 % દર વર્ષે ઓછી થતી જાય છે.

Most Popular

To Top