Vadodara

રિફાઇનરીના ભારદારી વાહનોને કારણે રસ્તો બિસ્માર હાલતમાં

વડોદરા: શહેરના છેવાડે આવેલ ગુજરાત રીફાઇનરી રોડ પર અનેક મોટી મોટી કંપનીઓ આવેલી છે જેને પરિણામે ગુજરાત રિફાઇનરી કંપનીના ભારદારી વાહનોના લીધે બાજવા થી કોયલી સુધીનો રસ્તાની હાલત બિસ્માર જોવા મળી છે રોડ રસ્તા પણ ઉબડ ખાબડ થઈ ગયેલા જોવા મળી રહ્યા છે. ગુજરાત રિફાઇનરી ના પાપે શહેરીજનો અને સ્કુલમાં આવતા જતા વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો વેઠવો પડે છે. કોયલી ગામના રહીશોના જણાવ્યા અનુસાર શહેરના છેવાડે આવેલા બાજવાથી કોયલી ગામ તરફ જતો મુખ્ય માર્ગ ચંદ્રની ધરતી જેવો થઈ ગયો હોય તેવું જોવા મળી રહ્યું છે.

આ રસ્તા ઉપર ગુજરાત રિફાઇનરી તેમજ તેમાં ચાલતા કોન્ટ્રાક્ટરો દ્વારા પોતાના ખુબ ભારદારી વાહનો લઇ જતા હોય છે તેમાં જેસીબી, હાઇડ્રા ફોકલેન્ડ મિલરો, હેવી ટ્રકો, પુલર તેમજ ટ્રક અને ટ્રેલરો માં ભારદારી સામાન વેસલ લોડીંગ થતું હોય છે. જેમાં ભારદારી વાહનો એકમાત્ર આ જ રસ્તા ઉપર થી અવર જવર કરતા હોય સમગ્ર રસ્તા ઉપર મસમોટા ખાડાઓ પડી ગયા છે અને જાહેર રોડ રસ્તા પર પાણી ભરાવાના બનાવો સામે અકસ્માત પણ થતા હોય છે. પાલિકા દ્વારા આ રસ્તા ઉપર પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા કરેલ નથી જેથી સતત પાણી ભરાયેલું રહે છે આ વિસ્તારમાં સંખ્યાબંધ જેટલી શાળાઓ આવેલી છે અને તેમાં હજારોની સંખ્યામાં બાળકો ભણવા માટે આવતા હોય છે.

કોયલી અનગઢ ધનોરા જસાપુરા શેરખીના અસંખ્ય વિદ્યાર્થીઓ આ રસ્તા ઉપર થઈને શાળામાં જતા હોય છે તે તમામ બાળકોને આ અકસ્માતના ભય વચ્ચે સ્કુલે અવર જવર કરતા હોય છે. આ રસ્તા ના કારણે હાલાકી નો સામનો કરવો પડતો હોય છે તેઓના સ્કુલનો ગણવેશ પણ સ્કુલે જતા સુધી બગડી જતા હોય છે અને કેટલાય બાળકો આ રસ્તાના લીધે ખાડાઓમાં પડી જવાથી ઘાયલ થતા હોય છે અને તેમને ઈજાઓ પણ થતી હોય છે. અને વધુમાં તેમાં અકસ્માતનો ભોગ પણ કેટલાક વિદ્યાર્થીઓ બનતા હોય છે. જો આ બિસ્માર રસ્તાના સમારકામ માટે જો ઉચ્ચ રજૂઆત સહિત ગાંધી ચિંધ્યા માર્ગે આગામી દિવસોમાં ચક્કાજામના કાર્યક્રમ અમે કરીશું તેની સંપૂર્ણ જવાબદારી ગુજરાત રીફાઇનરી સત્તાધીસોની રહેશે

Most Popular

To Top