ટીમ MSUનો દબદબો: ચારેય બેઠકો પર ભારે બહુમતિથી જીત

વડોદરા : મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની પ્રત સેનેટની ડોનર્સ સહિત સ્કૂલ ટીચર અને સ્કૂલ હેડની  ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં મતદાન શાંતિપૂર્ણ રીતે થયું હતું અને ત્યાર બાદ મતગણતરી હાથ ધરવામાં આવી હતી. અને ચારેય બેઠક  ટીમ એમએસયુએ ભારે બહુમતીથી કબજે કરી હતી અને  સત્તાધારી જૂથનો દબદબો રહ્યો હતો. ડોનર્સ કેટેગરીમાં સત્તાધારી જૂથની પેનલના જીગર ઇનામદાર અને મયંક પટેલ નો ભવ્ય વિજય થયો હતો. ત્રણ કેટેગરીની ચૂંટણીમાં સંકલન સમિતિનો એક પણ ઉમેદવાર જીતી શક્યો ન હતો. મ.સ.યુનિ. સેનેટની આ વર્ષની ચૂંટણી પૂર્વેથી સંકલન સમિતિએ સત્તાધારી જૂથ સામે વિવિધ આક્ષેપો કરી, જીતવાનો માર્ગ બનાવ્યો હતો. જોકે, સંકલન સમિતિના તમામ આંકલનો ખોટા સાબિત થયાં છે. જીગર ઇનામદારના નેતૃત્વ હેઠળ ટીમ એમ.એસ.યુ. સેનેટની યોજયેલ ચૂંટણીઓમાં આ વખતે  વધુ જોરદાર રિઝલ્ટ પ્રાપ્ત કરવામાં આવ્યું છે. યુનિવર્સીટીની હેડઓફિસખાતે ડોનર્સ કેટગરીની  બે બેઠકો માટે યોજાયેલ ચૂંટણી ની મતગણતરી હાથ ધરાઈ હતી.

ડોનર્સ કેટેગરીમાં 114 મતદારોએ મતદાન કર્યું હતું. 114 પૈકી 90 મત મયંક પટેલને મળ્યા હતા.જ્યારે જીગર ઇનામદારને 88 મત મળ્યા હતા જ્યારે વ્રજેશ પટેલ ને 29 મત મળ્યા હતા અને પ્રતીક જોશીને 11 મત મળ્યા હતા .જ્યારે 3 મત રદ થયા હતા. મતગણત્રીના અંતે બે બેઠક પર મયંક પટેલ અને જીગર ઇનામદાર ને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. જીગર ઇનામદાર અને મયંક પટેલ ના ટેકેદારોએ જીતની ખુશી ફટાકડા ફોડીવધાવી હતી. બંને વિજેતા ઉમેદવારોને ફૂલ હાર પહેરાવી ને  તેમજ મીઠાઈ ખવડાવીને શુભેચ્છા પાઠવી હતી. સ્કૂલ હેડ કેટેગરીમાં કુલ 101 મતદાન થયું હતું જેમાંથી  ભાસ્કર દેસાઈને 81 મત મળ્યા હતા જ્યારે હરીફ ઉમેદવાર પરેશ શાહને  માત્ર 19 મત મળ્યા હતાં. સ્કૂલ હેડ કેટેગરીમાં ભાસ્કર દેસાઈને વિજેતા જાહેર  કરાયા હતા .જ્યારે સ્ફુલ ટીચર કેટેગરીમાં 589 મતદાન થયું હતું.   જેમાં કિરણ પટેલને  464 મત મળ્યા હતા જ્યારે તેમના હરીફ ઉમેદવાર દિગ્વિજયસિંહ રાઠોડને 45 મત અને અરવિંદકુમાર ગાંધીને 77 મત મળ્યા હતા.  સ્કૂલ ટીચર કેટેગરીમાં કિરણ પટેલને વિજેતા જાહેર કરાયા હતાં. વિજેતા ઉમેદવારોના ટેકેદારોએ તેમને હાર પહેરાવી અને મીઠાઈ ખડાવીને શુભેચ્છા આપી હતી.

Most Popular

To Top