Madhya Gujarat

સ્વીડનમાં લોકોની જીવનશૈલી બદલાતા ટીબીનો રોગ નાબૂદ થયો

આણંદ :કરમસદ સ્થિત ભાઇકાકા યુનિવર્સિટી ખાતે સ્વીડનની ઇન્સ્ટિટ્યુટના ગ્લોબલ હેલ્થ સેન્ટરના ડાયરેક્ટર ડો. વિનોદ દિવાનએ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેઓએ રોગની સારવાર કરતા રોગ નિવારણ પર વધુ ધ્યાન આપવું જોઈએ. કરમસદની ભાઈકાકા યુનિવર્સિટી ખાતે સ્વીડનની કેરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યુટના ગ્લોબલ હેલ્થ સેન્ટરના સિનીયર પ્રોફેસર અને ડાયરેક્ટર ડો. વિનોદ દિવાને મુલાકાત લીધી હતી. તેમણે રિસર્ચ, વિવિધ ઇન્સ્ટિટ્યુટ સાથેના જોડાણ, રોગનું નિવારણ તથા હેલ્થ પોલીસી વિશે વિસ્તૃતમાં ચર્ચા કરી હતી. આ પ્રસંગે યુનિવર્સિટીના પ્રોવોસ્ટર ડો. ઉત્પલા ખારોડ, પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજના ડીન ડો. હિમાંશુ પંડ્યા, રજીસ્ટ્રાર ડો. હરિશ દેસાઇ વિગેરે હાજર રહ્યાં હતાં. આ ઉપરાંત યુનિવર્સિટીના વિવિધ વિભાગો જેવા કે માઈક્રોબાયોલોજી, નવજાત શિશુ, સાઇકિઆટ્રિક, સેન્ટ્રલ રિસર્ચ સર્વિસીસ, કોમ્યુનિટી મેડિસિન અને એક્સટેન્શન પ્રોગ્રામની ટીમ તથા તેના વડાઓ હાજર રહ્યાં હતાં.

આ પ્રસંગે ડો. વિનોદ દિવાને જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશમાંથી મેડિકલની ડિગ્રી લીધા બાદ પોસ્ટ ગ્રેજ્યુએશન સર્જરીમાં કર્યું હતું અને ઝામ્બિયા આફ્રિકામાં પ્રેક્ટિસ કરી હતી. આફ્રિકામાં મિઝલ્સ (ઓરી)ના રોગ બાળકોમાં ખૂબ હતો અને તેને કારણે અસંખ્ય બાળકો મૃત્યુ પામતાં હતાં. આથી, નક્કી કર્યું કે રોગનું નિવારણ કેવી રીતે કરવું ? તેના પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. જેથી સ્વીડનની ઇન્સ્ટિટ્યુટમાં છેલ્લા 38 વર્ષથી સંશોધન કામ કરે છે. તેમના મતે સ્વીડનમાં ટીબીનો રોગચાળો વર્ષ 1950થી નાબૂદ થયો છે, તેનું મુખ્ય કારણ લોકોની જીવનશૈલીમાં આવેલો બદલાવ છે. રહેવા માટે ઉત્તમ ઘર, નોકરી, ગરીબી નિવારણ, પૌષ્ટિક આહાર તેના મુખ્ય કારણો છે. સરકાર આ તમામ બાબતો પર પુરતું ધ્યાન આપે છે.

ભારતમાં પણ મેડિસિનના અમુક વિભાગો જેવા કે, પીડિયાટ્રિક અને ગાયનેકોલોજીસ્ટ દ્વારા રોગના નિવારણ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે, હવે સમય આવી ગયો છે કે હૃદયરોગના નિવારણ વિશે પણ વધુ ધ્યાન આપવું જોઈએ. જેથી હૃદયરોગની સંખ્યા ઘટાડી શકાય. ભારતની પરંપરાગત એટલે કે જુની પરંપરા મેડિસિન – તબીબી સારવાર ઉત્તમ હતી. જેમાં યોગ પર વધુ પ્રાધાન્ય આપવામાં આવતું હતું. કોરોના વાયરસ દરમિયાન અન્ય દેશોની સરખામણીમાં ભારતે ઉદાહરણીય કામગીરી કરી છે. વિકસિત દેશોમાં સરકારી સ્વાસ્થ્ય પોલીસી દ્વારા રોગોના નિવારણ પર વધુ પ્રાધાન્ય અપાય છે.  આ વાર્તાલાપમાં ભાઇકાકા યુનિવર્સિટીના એક્સટેન્શન પ્રોગ્રામ વિભાગના વડા ડો. અમોલ ડોંગરે જણાવ્યું હતું કે, આણંદ, ખેડા, પંચમહાલ અને દાહોદના દોઢ સો ગામોમાં સ્પર્શ પ્રોગ્રામ હેઠળ ચેપ ન લાગે તેવા રોગોના નિવારણ અને સરવારની કામગીરી ઘરઆંગણે વિલેજ હેલ્થ વર્કર દ્વારા પુડી પાડવામાં આવે છે. આ પ્રોગ્રામ હેઠળ 3.7 લાખ લોકોને આવરી લેવામાં આવ્યાં છે.

કરમસદ શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં સર્જીકલ પેકેજીસના લાભની મર્યાદા વધારી
આશીર્વાદ સેવાઓ અંતર્ગત કરમસદ ખાતે શ્રી કૃષ્ણ હોસ્પિટલ દ્વારા આર્થીક રીતે નબળા વર્ગના લોકોને ઉત્કૃષ્ટ અને આધુનિક સારવાર નજીવા દરે અથવા નિઃશુલ્ક પુરી પાડવામાં આવે છે. હાલમાં આ સેવાઓ અંતર્ગત 6 લાખથી ઓછી વાર્ષિક આવક ધરાવતા દર્દી કે જેઓ યોજનાના સભ્યો છે, તેમના માટે નજીવા દરે અને નિઃશુલ્ક સર્જીકલ પેકેજીસની સુવિધા 9મી એપ્રિલ સુધી ઉપલબ્ધ છે. જેમાં મોતિયાનું અને નોર્મલ ડિલીવરીનું ઓપરેશન નિઃશુલ્ક, સિઝેરીયન ડિલીવરી રૂ.6 હજાર, કોથલીનું ઓપરેશન દુરબીરથી રૂ.10 હજાર, સારગાંઠ એક બાજુ અને બીજી બાજુના ઓપરેશ રૂ.5 હજાર અને સાડા સાત હજારમાં એપેન્ડીક્સ રૂ.છ હજાર અને એપેન્ડીકસ દુરબીનથી રૂ.આઠ હાજરમાં, વધરાવળનું ઓપરેશન રૂ.ત્રણ હજારમાં અને ચરબીની ગાંઠનું ઓપરેશન રૂ.750માં કરી આપવામાં આવશે.

Most Popular

To Top