Surat Main

ગ્રીષ્માના ઘર પાસે જ્યાં મર્ડર કર્યું હતું તે જગ્યા પર ઉભો રાખી પોલીસે ફેનિલને બરાબર ફટકાર્યો

સુરત: (Surat) કામરેજ પોલીસે (Police) શનિવારે ફેનિલને ગ્રીષ્માના (Grishma) ઘર પાસે જ્યાં તેણે ગ્રીષ્માનું મર્ડર કર્યું હતું તે જગ્યા પર ઉભો રાખી માર માર્યો હતો. છોકરીઓને હેરાન કરનારા લફંગાઓ પર ધાક બેસે તે હેતુથી પોલીસે ફેનિલને જાહેરમાં બીજી વખત માર માર્યો છે. આ એક તાલિબાની મર્ડર હતું અને આરોપીને પણ તાલિબાની કાયદા મુજબ સજા મળવી જોઈએ એવી લોકલાગણી હોવાથી પોલીસ પણ હવે આરોપીઓ પ્રત્યે વધુ કડક વલણ અપનાવી રહી છે. જાણવા મળ્યા મુજબ પોલીસે ફેનિલને એટલો માર માર્યો છે કે તે લંગડાઈને ચાલે છે. પોલીસ આ કેસની તપાસમાં કોઇ પણ ઢીલ નહીં રાખે અને ફેનિલ ને આકરામાં આકરી સજા મળે તે માટે તમામ પુરાવાઓ ભેગા કરી રહી છે. કામરેજ પોલીસે શનિવારે તેને કઠોર કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસે રિમાન્ડની માંગણી નહીં કરતા તેને લાજપોર જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.

ગુનો કરતા એક પળ માટે પણ વિચાર ન કરતા યુવાનોમાં ધાક બેસાડવા માટે પોલીસે વધુ એક ડગલું આગળ વધીને કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ દ્વારા જાહેરમાં ગુનેગારોને ડંડાવાળી કરવામાં આવી રહી છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ફેનિલને ગુરુવારે પોલીસ રિકન્સટ્રક્શનની જગ્યાએ લઈ ગઈ હતી. તે સમયે પોલીસે જાહેરમાં લોકોની સામે તેને 25 ફટકા માર્યા હતા. ત્યારબાદ શુક્રવારે ગાંધીનગર એફએસએલ ખાતે લઈ ગઈ હતી. શનિવારે ફેનિલને કોર્ટમાં લઈ જતા પહેલા પણ પોલીસે તેને ગ્રીષ્માના પરિવારની નજર સામે માર માર્યો હતો. એવું પણ જાણવા મળ્યું છે કે પોલીસની મારને કારણે ફેનિલ લંગડાઈને ચાલી રહ્યો હતો. પોલીસનું કહેવું છે કે આવા ગુનેગારો સાથે આ પ્રકારનો વ્યવહાર કરવો જરૂરી થઈ ગયો છે જેથી અન્ય ગુનેગારો આ પ્રકારનું કૃત્ય કરતા પહેલા સજાના વિચાર માત્રથી ધ્રૂજી ઉઠે.

ગ્રીષ્મા જેવી હાલત બીજી દીકરીઓની નહીં થાય તે માટે સુરત પોલીસે ફેનિલ જેવા લફંગાઓને જેલમાં નાંખવાનું શરૂ કર્યું
ગ્રીષ્મા હત્યાકાંડ (Grishma Murder) બાદ સુરત (Surat) પોલીસ સફાળી જાગી છે. યુવતી, મહિલાઓને છેડનારા ફેનિલ જેવા લફંગાઓને પકડી પકડીને જેલમાં પુરવા લાગી છે. કપલ બોક્સ, કાફેમાં રાઉન્ડ ધી ક્લોક ચેકિંગ શરૂ કર્યું છે. શનિવારે સુરત પોલીસે 74 કપલ બોક્સ ચેક કર્યા હતા. સ્કૂલ-કોલેજની બહાર પોલીસે પેટ્રોલિંગ શરૂ કર્યું છે. પાસોદરાવાલી ઘટના બાદ પોલીસે સ્કૂલ કોલેજની બહાર ઉભા રહેવા બાબતે તથા કાફે અને રેસ્ટોરન્ટમાં સીસીટીવી લગાડવા બાબતે કડક વલણ અપનાવ્યુ છે.

કેટલાક અનિષ્ટ તત્વો સ્કૂલ-કોલેજ જતી વિદ્યાર્થિનીઓ, પોતાના કામે એકલી જતી મહિલાઓ-યુવતીઓને અભદ્ર ચેનચાળા, પીછો કરીને, અશ્લિલ શબ્દોના ઉચ્ચારણ કે મહિલાઓ પર હુમલો કરીને પજવતા હોય છે. અમુક કેસોમાં રેપ જેવા ગંભીર બનાવો પણ બને છે. જેથી આવા બનાવોને અટકાવવા તેમજ મહિલા સુરક્ષા વધારવાના હેતુસર પોલીસ કમિશનર અજયકુમાર તોમરે એક જાહેરનામુ બહાર પાડ્યું છે. જે મુજબ સ્કુલ કોલેજની બહાર 50 મીટર વિસ્તારમાં કામ વગર ઉભા રહેતા શંકાસ્પદ લોકો સામે પ્રતિબંધ ફરમાવ્યો છે.

Most Popular

To Top